________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
હોય છે, તેથી તે ભવમાં તે સર્વ જીવોને સમાન જાતિની પ્રાપ્તિ થાય છે પરંતુ સમાન ગોત્ર તેઓને ન પણ હોય. વળી કેટલાક જીવોને સમાન ગોત્રથી નિયંત્રિત આયુષ્ય કર્મનો ઉદય હોય છે, તેથી તે ભવમાં તે સર્વ જીવોને સમાન ગોત્રની પ્રાપ્તિ થાય છે. વળી તેવા સમાન જાતિવાળા અને સમાન ગોત્રવાળા જીવોને પણ શાતા-અશાતારૂપ વેદનીય કર્મ જુદા જુદા પ્રકારનું પ્રાપ્ત થાય છે. જે જીવોને તેવા પ્રકારના પુણ્યના વિપાકવાળું કે પાપના વિપાકવાળું વેદનીયકર્મ સમાન પ્રાપ્ત થયેલ હોય તે વેદનીયકર્મથી નિયંત્રિત આયુષ્યકર્મ સમાન હોય તો પ્રાયઃ તે ભવમાં સમાન રીતે શાતાનું કે અશાતાનું વેદન થાય છે, આથી સમાન શાતાવેદનીયકર્મના નિયંત્રણથી નિયંત્રિત એવા આયુષ્યકર્મને કારણે ઘણા દેવોને દેવભવમાં સદા શાતાનો અનુભવ થતો હોય છે અને સમાન અશાતાવેદનીયકર્મના નિયંત્રણથી નિયંત્રિત એવા આયુષ્યકર્મને કારણે નારકીઓને નરકમાં સદા અશાતાનો અનુભવ થતો હોય છે.
૧૭૭
પૂર્વમાં કહ્યું કે, જૈનસિદ્ધાંત અનુસાર નામકર્માદિરૂપ કર્માન્તરથી ઉપįહિત એવું આયુષ્યકર્મ પ્રારબ્ધ કર્મ ઉત્તરના ભવમાં ભોગને આપનારું છે. ત્યાં પ્રશ્ન થાય કે, આ નિયમ પ્રમાણે સામાન્યથી અન્ય સંસારી જીવોને જે નામકર્માદિ તદ્ભવભોગપ્રદ કર્મમાં અંતર્ભાવ પામતાં નથી તે અન્ય ભવમાં ભોગવાય છે, પરંતુ કેવલીને તો આ ભવ પછી અન્ય ભવ નથી અને જે ચરમશરીરી એવા કેવલીને આયુષ્યકર્મથી અધિક નામકર્માદિની સત્તા છે તે કર્મો તદ્ભવભોગપ્રદકર્મમાં પ્રવેશ પામશે નહીં, તેથી તે કર્મો આયુષ્યની સમાપ્તિ પછી પણ અવશેષ રહે તેમ સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે કહે છે –
કેવલીને આયુષ્યકર્મના સત્ત્વ કરતાં અધિક નામકર્માદિનું સત્ત્વ હોય તો કેવલીસમુદ્દાત દ્વારા કેવલી તેનું સમીકરણ કરતાં હોવાથી=આયુષ્ય તુલ્ય કરતા હોવાથી, કોઈ અનુપપત્તિ નથી= તદ્ભવભોગપ્રદકર્મમાં તેનો સંગ્રહ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી.
અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે આયુષ્યને છોડીને અન્યત્ર કર્માશયમાં એકભવિકપણાનો નિયમ શ્રદ્ધા કરવા યોગ્ય નથી=વ્યાસમુનિ કહે છે તેમ એક ભવના બંધાયેલો કર્મનો સમૂહ ઉત્તરના ભવમાં ફળ આપે છે એ પ્રકારે એક ભવિકપણાનો નિયમ માત્ર આયુષ્યમાં જ સંગત થાય છે, અન્ય કર્મોમાં સંગત થતો નથી માટે તે પ્રકારનો નિયમ શ્રદ્ધા કરવા યોગ્ય નથી, પરંતુ આયુષ્યકર્મ જ એકભવિક કર્મ છે તેમ સ્વીકારવું જોઈએ.
વ્યાસમુનિ પ્રયાણને પૂર્વભવમાં કરાયેલા કર્મપ્રચયના ઉદ્બોધક તરીકે સ્વીકારે છે તે કથન સંગત નથી તે બતાવતા અર્થે પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે
[य.] व्याख्या-प्रायणमेव प्राग्भवकृतकर्मप्रचयोद्बोधकमित्यपि दु:शिक्षिताभिधानम्, पुद्गलजीवभवक्षेत्रविपाकभेदेन कर्मणां नानाविपाकत्वाद्भवविपाक्यायुष्प्रकृतिविपाकस्य प्रायणोद्बोध्यत्वेऽपि सर्वत्र तथा वक्तुमशक्यत्वात् दृश्यते हि निद्रादिविपाकोद्बोधे कालविशेषस्यापि हेतुत्वम्, न च दृष्टेऽनुपपन्नं नाम, स्वानन्तरकर्मविपाकोद्बोधद्वारा