________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સાધનપાદ | સૂત્ર-૧૬-૧૦
ઉદ્યમ કરવો જોઈએ, તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે સંસારી જીવો માટે અનાગત=ભવિષ્યકાળનું, દુઃખ હેય છે. II૨-૧૬ના
અવતરણિકા :
यहेतुमाह
અવતરણિકાર્ય :
પાતંલયોગસૂત્ર ૨-૧૬માં કહ્યું કે સંસારી જીવ માટે અનાગત દુ:ખ હેય છે, તેથી જિજ્ઞાસા થાય કે સંસારી જીવ માટે હેય એવા અનાગત દુ:ખનો હેતુ કોણ છે ? તેથી કહે છે –
સૂત્ર :
द्रष्टृदृश्ययोः संयोगो हेयहेतुः ॥२- १७॥
સૂત્રાર્થ
દ્રષ્ટા અને દૃશ્યનો સંયોગ હેય એવા અનાગત દુઃખનો હેતુ છે. II૨-૧ા
ટીકા :
:
૧૯૧
‘દૃષ્ટિતિ’-દ્રષ્ટા=ત્રિકૂપ: પુરુષ:, દૃશ્ય-વ્રુદ્ધિમત્ત્વ, તોવિવેહ્યાતિપૂર્વો યોગ્લો संयोगो=भोग्यभोक्तृत्वेन सन्निधानं, स हेयस्य दुःखस्य - गुणपरिणामस्य संसारस्य, हेतुः = कारणं तन्निवृत्त्या संसारनिवृत्तिर्भवति ॥२-१७॥
ટીકાર્ય :
द्रष्टा
મતિ ॥ દ્રષ્ટા=ચિરૂપ પુરુષ છે, દૃશ્ય-બુદ્ધિસત્ત્વ છે, તે બેનો-દ્રષ્ટા અને દૃશ્યનો, અવિવેકખ્યાતિપૂર્વક જે આ સંયોગ=ભોગ્ય-ભોક્તપણાથી સંનિધાન અર્થાત્ બુદ્ધિ ભોગ્ય છે અને પુરુષ ભોક્તા છે એ પ્રકારે સંનિધાન, તે હેય એવા દુ:ખનો-ગુણપરિણામરૂપ સંસારનો, હેતુ=કારણ છે. તેની નિવૃત્તિથી=હેયરૂપ દુ:ખના હેતુની નિવૃત્તિથી, સંસારની નિવૃત્તિ થાય છે. II૨-૧૭|| ભાવાર્થ :
દૃષ્ટા અને દૃશ્યનો સંયોગ હેયનું કારણ :
પાતંજલમતાનુસાર ચિરૂપ એવો પુરુષ દ્રષ્ટા છે, અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિસત્ત્વ દશ્ય છે, પુરુષ અને બુદ્ધિસત્ત્વનો પરમાર્થથી ભેદ છે, આમ હોવા છતાં અવિવેકખ્યાતિપૂર્વક પુરુષ અને પ્રકૃતિનો જે સંયોગ છે તે સંસારનો હેતુ છે.
પુરુષ અને બુદ્ધિસત્ત્વનો સંયોગ કેવો છે ? તે સ્પષ્ટ કહે છે
બુદ્ધિ ભોગ્ય છે અને પુરુષ ભોક્તા છે, એ રીતે પુરુષ અને બુદ્ધિનું સંનિધાન છે તે સંયોગ છે