________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૧૮૯
અર્થ :
પ્રકૃતિને અમે પ્રસ્તુત કરીએ છીએ અર્થાત્ પાતંજલસૂત્ર-૨-૧૫માં કહેલ પ્રકૃતિને અમે પ્રસ્તુત કરીએ છીએ –
[य.] व्याख्या-निश्चयनयमतमेतद्, यदुपजीव्याह स्तुतौ महावादी"भवबीजमनन्तमुज्झितं विमलज्ञानमनन्तमर्जितम् । न च हीनकलोऽसि नाधिक: समतां नाप्यतिवृत्त्य वर्तसे" ॥१॥ इति । અર્થ :
નિશ્ચયનયમત.... મહાવવી – આ નિશ્ચયનયનો મત છે=પરિણામાદિ ચારના કારણે વિવેકીને સર્વ જ દુ:ખ છે એમ જે પાતંજલયોગસૂત્ર ૨-૧૫માં કહ્યું એ નિશ્ચયનયનો મત છે, જેને ઉપજીવ્ય આશ્રયીને મહાવાદી સ્તુતિમાં કહે છે –
ભવવી . વર્તઓ તિ / અનંત એવું ભવનું બીજ ત્યાગ કરાયું, અનંત એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરાયું અને તું હીન કળાવાળો નથી, સમતાને અતિવર્તન કરીને ઉલ્લંઘીને વર્તતો નથી.”
રૂતિ શબ્દ મહાવાદીની સ્તુતિના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ભાવાર્થ : પરિણામાદિ ચારના કારણે વિવેકીને સર્વ દુ:ખરૂપ છે એ નિશ્ચયનયનો મત:
પતંજલિ ઋષિએ પરિણામાદિ ચાર કારણોને લીધે વિવેકીને સંસારના સર્વભોગો દુઃખરૂપ છે એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૨-૧૫માં સ્થાપન કર્યું એ કથન નિશ્ચયનયનો મત છે; કેમ કે નિશ્ચયનનય સૂક્ષ્મ પદાર્થને જોનાર છે, તેથી સંસારના સુખમાં લેશ પણ દુઃખનો અંશ હોય તો તેને દુઃખરૂપ જ
સ્વીકારે છે; કેમ કે વિવેકી પુરુષ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરે તો લેશ પણ દુ:ખ વગરનું સુખ તેમને વાસ્તવિક સુખરૂપ જણાય છે અને ઘણા સુખમાં પણ અલ્પ દુઃખ હોય તોપણ તે સુખ તેમને દુઃખરૂપ જણાય છે, આથી જ અનુત્તરવાસી જીવોને સંસારના સર્વ અન્ય સુખો કરતાં અતિશયિત સુખ છે તોપણ સર્વાર્થસિદ્ધિ વિમાનમાંથી ચ્યવનનું દુઃખ છે. વળી કાંઈક શ્રાંતપણું, પડખું ફેરવવાનો પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. તે અંશથી દુઃખથી અનુવિદ્ધ હોવાના કારણે સર્વાર્થસિદ્ધના સુખને પણ દુ:ખરૂપે સ્વીકારે છે, ફક્ત મોક્ષના સુખને સુખરૂપે નિશ્ચયનય સ્વીકારે છે.
નિશ્ચયનય મોક્ષના સુખને સુખરૂપ સ્વીકારે છે તે કથન ઉપર જીવનાર એવી સ્તુતિ મહાવાદી એવા પૂજય આચાર્ય ભગવંત સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજ કહે છે –
ભગવાને અનંત એવા ભવબીજનો ત્યાગ કર્યો છે છતાં તે ત્યાગના કારણે તેઓ હીનકળાવાળા થયા નથી. વળી વિમલ નિર્મળ એવું કેવલજ્ઞાન ઉપાર્જિત કર્યું છે છતાં કોઈ અધિક થયા નથી, પરંતુ આત્માના સમતા સ્વરૂપને છોડીને વર્તતા નથી.”