________________
૧૮૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૫ / સૂત્ર-૧૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
છે. વળી તે ભોગની પ્રવૃત્તિથી પાપ બંધાય છે, તેથી દુઃખાન્તરની પ્રાપ્તિ થાય છે અને દુઃખાન્તરની પ્રાપ્તિનું કારણ ભોગ છે માટે પરિમાણથી યોગીને સર્વ ભોગો દુઃખરૂપ જણાય છે.
(૨) તાપને કારણે પુણ્ય અને પાપ બંનેથી મળેલ જાતિ આદિમાં યોગીને દુઃખરૂપતાની પ્રાપ્તિ :
સંસારી જીવો ભોગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે તે ભોગસાધનોના વિદ્યાતને કરનારા સાધનો પ્રત્યે દ્વેષ વર્તે છે, તેથી ભોગસુખના અનુભવકાળમાં દ્વેષના તાપનો પરિહાર થતો નથી માટે તાપથી યોગીને સર્વ ભોગો દુઃખરૂપ જણાય છે.
(૩) સંસ્કારને કારણે પુણ્ય અને પાપ બન્નેથી મળેલ જાતિ આદિમાં યોગીને દુઃખરૂપતાની પ્રાપ્તિ :
સંસારી જીવોને પોતાને ઇષ્ટ કે અનિષ્ટ વિષયોનું સંનિધાન થાય છે ત્યારે સુખ અને દુઃખનું સંવેદન થાય છે અને તે સુખ અને દુઃખના સંવેદનના તેવા પ્રકારના સંસ્કારો આત્મામાં પડે છે અને તે સંસ્કારને કારણે ફરી તેવા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. આ રીતે અપરિમિત સંસ્કારોની ઉત્પત્તિ દ્વારા સંસારનો અનુચ્છેદ થાય છે અને સંસાર જન્મ-મરણના ક્લેશરૂપ છે, તેથી તે સંસારના અનુચ્છેદના કારણીભૂત સંસ્કારોને કારણે યોગીને સર્વ ભોગો દુઃખરૂપ જણાય છે.
(૪) ગુણવૃત્તિના વિરોધને કારણે પુણ્ય અને પાપ બન્નેથી મળેલ જાતિ આદિમાં યોગીને દુઃખરૂપતાની પ્રાપ્તિ :
ગુણો પાતંજલદર્શનમતાનુસાર સત્ત્વ, રજસ અને તમરૂપ છે અને તે ગુણોની વૃત્તિ સુખ, દુઃખ અને મોહરૂપ છે અર્થાત્ સત્ત્વગુણની વૃત્તિ સુખરૂપ છે, રજોગુણની વૃત્તિ દુઃખરૂપ છે અને તમોગુણની વૃત્તિ મોહરૂપ છે. આ ત્રણેય વૃત્તિઓ પરસ્પર એકબીજાનો અભિભવ કરે છે, તેથી સત્ત્વપ્રધાન એવી વૃત્તિથી સુખના અનુભવકાળમાં પણ અલ્પમાત્રમાં રહેલ રજોગુણની વૃત્તિ સત્ત્વવૃત્તિનો અભિભવ કરે છે, તેથી જેમ દૂધથી ભરેલા ઘડામાં થોડો પણ લીમડાનો રસ પડ્યો હોય તો તે અંશથી તે દૂધ કાંઈક લીમડાના સ્વાદવાળું છે. તેમ સંસારના સુખો પણ રજોગુણની વૃત્તિથી અને તમોગુણની વૃત્તિથી હણાયેલા હોવાના કારણે દુઃખના અનુવેધવાળા હોવાથી યોગીને સર્વ ભોગો દુઃખરૂપ જણાય છે. આ સર્વ કથનથી શું ફલિત થાય છે સ્પષ્ટ કરતાં કહે છે
–
પરિણામથી, તાપથી, સંસ્કારથી અને ગુણવૃત્તિના વિરોધથી સર્વ વિષયો વિવેકી એવા યોગીને દુઃખરૂપ પ્રતીત થવાને કારણે સર્વ કર્મના વિપાકની દુઃખરૂપે પ્રતીતિ :
વિવેકી એવા યોગીઓ એકાન્તિકી અને આત્યાન્તિકી એવી દુ:ખનિવૃત્તિને ઇચ્છે છે અને સંસારના સર્વ વિષયો પરિણામ આદિ ચારને કારણે તેઓને દુઃખરૂપ પ્રતિભાસ થાય છે માટે વિવેકી યોગીઓને સર્વ કર્મનો વિપાક દુઃખરૂપ જ પ્રતીત થાય છે. [૨-૧૫૫
પાતંજલયોગસૂત્ર ૨-૧૫ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : [ય.] વ્યાવ્યા-પ્રત પશ્તુમ: