________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૦
સૂત્રઃ
द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः ॥२-२०॥
સૂત્રાર્થ :
દ્રષ્ટા એવો પુરુષ દેશિમાત્ર છે=ચેતનામાત્ર છે, ‘તે દ્રષ્ટા’ શુદ્ધ હોવા છતાં પણ પ્રત્યયનો અનુપશ્ય છે=વિષયથી ઉપરક્ત એવા જ્ઞાનોને અનુ=અવ્યવધાનથી, જોનારો છે. II૨-૨૦॥
ટીકા :
૧૯૯
द्रष्टा-पुरुषो दृशिमात्रश्चेतनामात्रः, मात्रग्रहणं धर्मधर्मिनिरासार्थम्, केचिद्धि चेतनामात्मनो धर्ममिच्छन्ति, स शुद्धोऽपि परिणामित्वाद्यभावेन स्वप्रतिष्ठोऽपि प्रत्ययानुपश्यः, प्रत्यया= विषयोपरक्तानि ज्ञानानि तानि अनु= अव्यवधानेन प्रतिसङ्क्रमाद्यभावेन पश्यति । एतदुक्तं भवति-जातविषयोपरागायामेव बुद्धौ सन्निधिमात्रेणैव पुरुषस्य द्रष्टृत्वमिति ॥२- २० ॥
ટીકાર્ય :
द्रष्टा પતિ । દ્રષ્ટા=પુરુષ ર્દશિમાત્ર છે-ચેતનામાત્ર છે, માત્રનું ગ્રહણ ધર્મ અને ધર્મીના નિરાસ માટે છે અર્થાત્ ચેતના ધર્મ છે અને પુરુષ ધર્મી છે તેના નિરાસ માટે છે.
‘માત્ર’ શબ્દથી ધર્મ-ધર્મીનો નિરાસ કેમ કર્યો ? તેથી કહે છે .
―
*****
કેટલાક આત્માનો ચેતનાધર્મ ઇચ્છે છે, તેના નિરાસ માટે માત્રનું ગ્રહણ છે એ પ્રમાણે અન્વય છે. તે દ્રષ્ટા એવો પુરુષ શુદ્ધ હોવા છતાં પણ પરિણામિત્વાદિના અભાવને કારણે સ્વપ્રતિષ્ઠ પણ અર્થાત્ સ્વરૂપમાં પ્રતિષ્ઠ હોવા છતાં પણ પ્રત્યયનો અનુપશ્ય છે-વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનોરૂપ પ્રત્યયો છે અને તે પ્રત્યયોને અનુ=અવ્યવધાનથી, પ્રતિસંમાદિ અભાવરૂપે જોનારો છે.
તનુાં મતિ – આ કહેવાયેલું થાય છે -
નાત... દ્રષ્ટમિતિ । ઉત્પન્ન થયેલ વિષયના ઉપરાગવાળી જ બુદ્ધિ હોતે છતે અર્થાત્ વિષયોના સાંનિધ્યને કારણે વિષય ઉપરાગવાળી બુદ્ધિ થયે છતે, સંનિધિમાત્રથી જ અર્થાત્ બુદ્ધિમાં પોતાનું પ્રતિબિંબ પડે છે એ પ્રકારે પુરુષના સંનિધાન માત્રથી જ, પુરુષનું દ્રષ્ટપણું છે. II૨-૨૦ ભાવાર્થ :
ચેતનામાત્ર એવો દ્રષ્ટા શુદ્ધ હોવા છતાં પણ વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનોનો અનુપશ્ય : પાતંજલદર્શનકાર હેયનું વર્ણન કર્યા પછી ઉપાદેય એવા પુરુષનું સ્વરૂપ બતાવે છે દ્રષ્ટા પુરુષ છે અને તે પુરુષ દશિમાત્રરૂપ=ચેતનામાત્રરૂપ, છે.
દ્રષ્ટા ચેતનામાત્રરૂપ છે એમ કહેવાથી કેટલાક પુરુષને ધર્મી માને છે અને ચેતના તેનો ધર્મ છે તેમ કહે છે તેનો નિરાસ થાય છે; કેમ કે ધર્મ-ધર્મી સ્વીકારવાથી આત્મામાં સમવાયસંબંધથી ચેતના