________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૧૯૦
વસ્તુનું દ્રવ્ય-પર્યાય ઉભયરૂપપણું હોવાથી સર્વત્ર ત્રિલક્ષણપણું હોવાને કારણે કોઈક રીતે આ વ્યવસ્થા=યોગીના ચાર પર્વસ્થાનોને વ્હેનારી વ્યવસ્થા, ઘટે પણ છે. એ પ્રમાણે અમે=પૂજ્ય ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજ, હે છે.
ભાવાર્થ:
પ્રાગભાવના અને પ્રધ્વંસરૂપઅભાવના અસ્વીકારમાં ચાર પર્વસ્થાનોની અસંગતિ :
પતંજલિઋષિએ પ્રસ્તુત પાંતજલયોગસૂત્રમાં ૨-૧૯ યોગીના ધ્યાનના અર્થે ચાર પ્રકારના પર્વસ્થાનો સ્વીકાર્યા, તેથી તે યોગીના આત્મામાં પૂર્વમાં ચાર પર્વસ્થાનો વિષયક ધ્યાનનો પ્રાગભાવ હતો, તેમ સ્વીકારવામાં આવે તો તે ચાર પર્વસ્થાનોમાં ક્રમસર ધ્યાન યોગીના આત્મામાં પ્રગટ થાય છે તેમ સ્વીકારી શકાય, અને તે પર્વસ્થાનો વિષયક ધ્યાન પ્રગટ થયા પછી ઉત્તર ઉત્તરના ધ્યાનકાળમાં પૂર્વપૂર્વના પર્વસ્થાનવિષયક ધ્યાનનો ધ્વંસ થાય છે તેમ સ્વીકારી શકાય અને યોગી જ્યારે મુક્ત થાય છે ત્યારે સર્વ પર્વસ્થાનોના ધ્યાનનો ધ્વંસ થાય છે તેમ સ્વીકારી શકાય, પરંતુ પાતંજલદર્શનકાર તો યોગીના આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, તેથી તે ચાર પર્વસ્થાનો વિષયક ધ્યાનનો પ્રાગભાવ તેઓ સ્વીકારી શકે નહીં અને તે ચાર પર્વસ્થાનોના ધ્વંસને પણ તેઓ સ્વીકારી શકે નહિ, અને આત્માને ફૂટસ્થનિત્ય તેઓ સ્વીકારે તો યોગીમાં ચાર પર્વસ્થાનોને આશ્રયીને ક્રમસર ધ્યાન પ્રગટે છે તે કથન અનુપપન્ન થાય.
પ્રાગભાવના અને પ્રÜસાભાવના અપલાપમાં આ ચાર પર્વસ્થાનો ઘટે નહીં તેમાં અલંક નામના દિગંબરાચાર્યના વચનની સાક્ષી આપે છે
અકલંક નામના દિગંબરાચાર્યે કહ્યું છે કે, “પ્રાગભાવનો અપલાપ કરવામાં આવે તો કાર્યરૂપ દ્રવ્ય અનાદિ થાય. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે કાર્ય ઉત્પન્ન થાય છે તેની પૂર્વે તે કાર્યનો પ્રાગભાવ હોય છે અને તે કાર્યનો પ્રાગભાવ પૂર્વમાં ન સ્વીકારવામાં આવે તો તે કાર્યદ્રવ્ય અનાદિ પ્રાપ્ત થાય.
જેમ-ઘટનો પ્રાગભાવ માટીમાં સ્વીકારવામાં આવે છે માટે ઘટરૂપ કાર્યદ્રવ્ય અનાદિ નથી પરંતુ ઘટનો પ્રાગભાવ માટીમાં ન સ્વીકારવામાં આવે તો ઘટરૂપ કાર્યદ્રવ્ય અનાદિ સ્વીકારવું પડે. તેમ યોગીમાં આ ચાર પર્વસ્થાનોને આશ્રયીને ધ્યાનનો પ્રારંભ સ્વીકારવો હોય તો તે ચાર પર્વસ્થાનોને આશ્રયીને ધ્યાન કરનારા એવા યોગીરૂપ કાર્યદ્રવ્યમાં ધ્યાનના પૂર્વે તે ધ્યાનરૂપ કાર્યનો પ્રાગભાવ હતો તેમ સ્વીકારવું પડે અને જો તે ચાર પર્વસ્થાનોને આશ્રયીને ધ્યાન કરનાર યોગીમાં તે તે ધ્યાન પૂર્વે ચાર પર્વસ્થાનોમાં તે તે ધ્યાનનો પ્રાગભાવ ન સ્વીકારવામાં આવે અને યોગીનો આત્મા કૂટનિત્ય છે તેમ સ્વીકારવામાં આવે તો યોગીના આત્મામાં ચાર પર્વસ્થાનને આશ્રયીને થતા ચાર ધ્યાનરૂપ કાર્યથી વિશિષ્ટ એવું દ્રવ્ય અનાદિનું છે તેમ માનવું પડે અર્થાત્ યોગીનો આત્મા અનાદિથી તે ચાર સ્થાનોને આશ્રયીને થતા ચાર ધ્યાનથી યુક્ત છે તેમ માનવું પડે.
વળી પ્રધ્વંસરૂપ અભાવનો અપલાપ કરાયે છતે તે જ અનંતતાને પ્રાપ્ત કરે છે એમ કહેવાથી