________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૯
૧૫ (૩) બુદ્ધિ લિંગમાત્ર છે, (૪) અવ્યક્ત અલિંગ છે અર્થાત્ અવ્યક્ત પ્રધાન છે, એ પ્રમાણે કહેવાયું છે.
સર્વત્ર વિશેષ, અવિશેષ, લિંગમાત્ર અને અવ્યક્ત એ સર્વમાં, ત્રિગુણરૂપ એવા અવ્યક્તનું અર્થાત્ સત્ત્વ, રજસ્ અને તમસુરૂપ એવા અવ્યક્તનું, અવયિપણારૂપે પ્રત્યભિજ્ઞાન થતું હોવાથી અવશ્ય જ્ઞાતવ્યપણાથી–વિશેષાંદિ સર્વનું અવશ્ય જાણવા યોગ્યપણું હોવાથી, યોગકાળમાં અર્થાત્ મોક્ષ અર્થે યોગી ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તે કાળમાં, ચાર પર્વDાનો બતાવ્યા છે અર્થાત્ યોગી પ્રથમ વિશેષ ઉપર પછી અવિશેષ ઉપર, પછી લિંગમાત્ર ઉપર અને પછી અલિંગ ઉપર ચિત્તને સ્થિર કરવા માટે યત્ન કરે છે તે ચાર ગુણોની અવસ્થા વિશેષના સ્થાનો બતાવ્યા છે.
અહીં રાજમાર્તડ ટીકામાં “વશેષાસ્તિક્માત્રીન્ત:કરણન” પાઠ છે. ત્યાં ભાષ્યના કથન અનુસાર ‘વિશે વાતન્માત્રાગમિતા:' એ પ્રમાણે પાઠ હોવો જોઈએ.
પાતંલયોગસૂત્ર ૨-૧૯ના ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે – પદ્ વિશેષાપ્તવ્યથા -શબ્દતમાä, स्पर्शतन्मात्रं, रूपतन्मात्र, रसतन्मात्रं, गन्धतन्मात्रं, च इत्येकद्वित्रिचतुष्पञ्चलक्षणाः शब्दादयः પાવિશેષા, પાદ્રવિષિોમિતિ માત્ર રૂતિ ! આ પ્રમાણે પાઠ હોવાથી પાંચ તન્માત્રા અને અસ્મિતા એ છ અવિશેષ છે. ભાવાર્થ : ગુણોના ચાર પર્વોચાર અવસ્થાવિશેષનું સ્વરૂપ
પતંજલિઋષિ પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિના ક્રમથી ત્રેવીસ તત્ત્વો ઉત્પન્ન થાય છે તેમ માને છે અને યોગી પાંચ ભૂતાદિ ઉપર ક્રમસર ચિત્તને સ્થિર કરીને યોગસાધના કરે છે. ત્યારે તે ત્રેવીસ તત્ત્વો ક્રમસર પોતાના કારણમાં વિલય પામે છે અને તે બધા તત્ત્વો પ્રકૃતિમાં વિલય પામે છે ત્યારે પુરુષની મુક્તિ થાય છે તેમ માને છે. | મુક્તિ માટે યોગી પાંચ ભૂતાદિ તત્ત્વો ઉપર ચિત્તને સ્થિર કરવા યત્ન કરે છે, તેની ચાર અવસ્થાવિશેષો છે તેને ચાર ગુણપર્વો કહેવાય છે તે ચાર ગુણપર્વોને બતાવે છે – (૧) પાંચ મહાભૂત અને ઇન્દ્રિયોરૂપ વિશેષ અવસ્થાવિશેષ :
યોગી પ્રથમ પાંચમહાભૂત અને અગ્યાર ઇન્દ્રિયરૂપ વિશેષમાં ચિત્તને સ્થિર કરે છે, તેથી તે વિશેષ યોગીની ગુણ નિષ્પત્તિ માટેની અવસ્થાનું સ્થાન છે. પાંચ મહાભૂતો અને અગ્યાર ઇન્દ્રિયો એ, પાંચ તન્માત્રા અને અહંકારના કાર્ય હોવાથી પાતંજલદર્શનકાર પાંચ મહાભૂત અને ઇન્દ્રિયોને વિશેષ કહે છે; કેમ કે “જે અવિશેષ હોય છે કારણ હોય છે અને વિશેષ હોય તે કાર્ય હોય છે એ પ્રકારનો નિયમ છે. (૨) પાંચ તન્માત્રા અને અસ્મિતારૂપ અવિશેષ અવસ્થાવિશેષ :
યોગી પાંચ મહાભૂત અને અગ્યાર ઇન્દ્રિયોરૂપ વિશેષ ઉપર ચિત્તને સ્થિર કર્યા પછી પાંચ તન્માત્રા