________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૮
બુદ્ધિઇન્દ્રિય અને ર્મઇન્દ્રિય અને અંત:કરણના ભેદથી ઇન્દ્રિયો ત્રણ પ્રકારની છે.
ઉભય એવાં આ=પાંચભૂતોરૂપ ગ્રાહ્ય અને ઇન્દ્રિયોરૂપ ગ્રહણ એ સ્વરૂપ ગ્રાહ્ય ગ્રહણરૂપ આત્મા=સ્વરૂપ-અભિન્ન પરિણામ છે, જેને તે તેવું છે અર્થાત્ ભૂત-ઇન્દ્રિયાત્મક છે. આના દ્વારા-ભૂતઇન્દ્રિયાત્મક દૃશ્ય છે એમ કહ્યું એના દ્વારા, આનું=દૃશ્યનું, કાર્ય કહેવાયું.
૧૯૩
ભોગ અને અપવર્ગ સંપાદનરૂપ દૃશ્યનું પ્રયોજન છે તે બતાવે છે
ભોગ પૂર્વમાં હેવાયેલા લક્ષણવાળો છે, અપવર્ગ વિવેકખ્યાતિપૂર્વક સંસારની નિવૃત્તિ છે. તે=ભોગ અને અપવર્ગ પ્રયોજન છે જેને તે તેવું છે=ભોગ=અપવર્ગ અર્થવાળું છે (અને) તેવા પ્રકારનું દૃશ્ય છે-પ્રકાશ-ક્રિયા-સ્થિતિશીલ, ભૂત-ઇન્દ્રિયાત્મક અને ભોગ-અપવર્ગ અર્થવાળું દૃશ્ય છે, એ પ્રકારનો અર્થ છે. ||૨-૧૮
ભાવાર્થ:
→
દેશ્યના સ્વરૂપ, કાર્ય અને પ્રયોજનનું સ્વરૂપ :
પાતંજલયોગસૂત્ર ૨-૧૭માં કહ્યું કે, હેય એવા સંસારનો હેતુ દષ્ટા અને દશ્યનો સંયોગ છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં દશ્યના સ્વરૂપ, કાર્ય અને પ્રયોજનને બતાવે છે
પ્રવૃત્તિરૂપ ક્રિયા એ રજસ્નો ધર્મ છે અને
નિયમરૂપ સ્થિતિ એ તમસ્નો ધર્મ છે.
દેશ્યનું સ્વરૂપ ઃ
દેશ્ય એટલે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ છે અને તે બુદ્ધિ પ્રકાશ ક્રિયા અને સ્થિતિશીલ છે તે દશ્યનું સ્વરૂપ છે.
પ્રકાશ એ સત્ત્વનો ધર્મ છે,
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સત્ત્વ, રજસ્ અને તમરૂપ જે પ્રકૃતિ છે, તેનાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ એ પણ સત્ત્વ, રજસ્ અને તમસ્ સ્વભાવવાળી છે. બુદ્ધિથી જે પદાર્થનો બોધ થાય છે તે પ્રકાશનો ધર્મ છે, બુદ્ધિથી જે પ્રવૃત્તિરૂપ ક્રિયા થાય છે તે રજસ્નો ધર્મ છે અને બુદ્ધિની જડતાને કારણે જે સ્થિતિ થાય છે=અપ્રવૃત્તિ થાય છે તે તમનો ધર્મ છે.
દેશ્યનું કાર્ય :
દશ્યરૂપ બુદ્ધિમાંથી પાંચ ભૂતો અને ઇન્દ્રિયોરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર માને છે, તેથી ભૂત અને ઇન્દ્રિયાત્મક બુદ્ધિ છે, આ કથન દ્વારા દશ્યરૂપ બુદ્ધિનું કાર્ય બતાવ્યું. દેશ્યનું પ્રયોજન :
દ્રષ્ટા એવા પુરુષથી દશ્યરૂપ બુદ્ધિ પુરુષને ભોગની અને અપવર્ગની પ્રાપ્તિ કરાવે છે; કેમ કે