________________
૨૦૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૨ અવતરણિકા:
यद्येवं पुरुषस्य भोगसम्पादनमेव प्रयोजनं तदा सम्पादिते तस्मिंस्तन्निष्प्रयोजनं विरतव्यापारं स्यात्, तस्मिंश्च परिणामशून्ये शुद्धत्वात् सर्वे द्रष्टारो बन्धरहिताः स्युः, ततश्च संसारोच्छेद इत्याशङ्कया ऽऽह - અવતરણિકાર્ય :
જો આ રીતે પાતંજલયોગસૂત્ર ૨-૨૧માં કહ્યું એ રીતે, પુરુષને ભોગસંપાદન જ (પ્રકૃતિનું) પ્રયોજન છે તો તે સંપાદન કરાયે છતે પ્રકૃતિ પુરુષને ભોગ સંપાદન કરે છતે, નિમ્પ્રયોજન વિરત વ્યાપારવાની તે=પ્રકૃતિ, થાય, અર્થાત્ પ્રકૃતિનું અન્ય કોઈ પ્રયોજન નહિ હોવાથી વ્યાપાર વગરની થાય, અને તે પરિણામશૂન્ય થયે છતે પ્રકૃતિ પરિણામશૂન્ય થયે છતે, શુદ્ધપણું હોવાથી અર્થાત્ પુરુષનું શુદ્ધપણું હોવાથી, સર્વ દ્રષ્ટાઓ અર્થાત્ સર્વ પુરુષો બંધરહિત થાય, અને તેથી સર્વ પુરુષો બંધ રહિત થાય તેથી, સંસારનો ઉચ્છેદ થાય, એ પ્રકારની આશંકાથી કહે છે – ભાવાર્થ :
પાતંજલ યોગસૂત્ર ર-૨૧માં કહ્યું કે પ્રવર્તતું એવું પ્રધાન=પ્રકૃતિ પોતાના કોઈ પ્રયોજનની અપેક્ષા રાખીને પ્રવર્તતી નથી, પરંતુ પુરુષના ભોગસંપાદન માટે પ્રવર્તે છે, તેથી કોઈ યોગી યોગસાધના કરે ત્યારે પ્રકૃતિનું ભોગસંપાદન કરવાનું પ્રયોજન સંપન્ન થઈ જાય છે, કેમ કે હવે તે યોગીના ભોગસંપાદન માટે પ્રકૃતિ પ્રવર્તતી નથી પરંતુ મોક્ષ સંપાદન માટે પ્રવર્તે છે અને જયારે તે યોગી મોક્ષને પામે છે ત્યારે તે પ્રધાનરૂપ પ્રકૃતિનું પુરુષના ભોગસંપાદનરૂપ પ્રયોજન પૂર્ણ થાય છે, તેથી પ્રકૃતિ નિમ્પ્રયોજન થશે અને ભોગસંપાદનરૂપ વ્યાપારથી વિરહવ્યાપારવાળી થશે અને જયારે પ્રધાનરૂપ પ્રકૃતિ ભોગસંપાદનના પ્રયોજનથી વિરત વ્યાપારવાળી બને છે ત્યારે તે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિના ક્રમથી જે ભાવો ઉત્પન્ન થયેલા તે ભાવો ઉત્પન્ન થતા બંધ થશે તેથી પ્રકૃતિ પરિણામશૂન્ય બનશે.
વળી સર્વ પુરુષો કૂટસ્થ નિત્ય છે તેથી શુદ્ધ છે, આમ છતાં પ્રકૃતિના પરિણામને કારણે પુરુષો બંધવાળા છે અર્થાત્ બદ્ધ છે તેમ કહેવાય છે. હવે પ્રકૃતિ વિરહવ્યાપારવાળી થવાને કારણે પરિણામશૂન્ય થઈ, તેથી સર્વ પુરુષો સર્વ જીવો, બંધરહિત થાય અને સર્વ જીવો બંધ રહિત થાય તો સંસારનો ઉચ્છેદ થાય, એ પ્રકારે આશંકાથી કહે છે –
સૂત્ર :
कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात् ॥२-२२॥
સૂત્રાર્થ :
કૃતાર્થ પ્રત્યે યોગમાર્ગની સાધના કરીને જેમણે મોક્ષ સંપાદન કર્યો છે તેવા યોગી પ્રત્યે,