________________
૨૦૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૨-૨૩ પ્રકૃતિ કોઈક એક પુરુષ પ્રત્યે વિરહવ્યાપારવાળી થાય તોપણ સર્વ પુરુષો પ્રત્યે વિરત વ્યાપારવાળી થતી નથી, કેમ કે પ્રકૃતિ તે એક પુરુષમાત્રની નથી પરંતુ સર્વપુરુષ સાધારણ છે, તેથી કૃતાર્થ પ્રત્યે પ્રકૃતિ નષ્ટ વ્યાપારવાળી હોવા છતાં તે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિના ક્રમથી પ્રપંચ ઉત્પન્ન થતો નથી તોપણ અન્ય પુરુષો પ્રત્યે પ્રકૃતિ અનણવ્યાપારવાળી હોવાથી બુદ્ધિ આદિના ક્રમથી પ્રપંચ ઉત્પન્ન થાય છે.
આશય એ છે કે, જેમ દસ વ્યક્તિ સાધારણ કોઈ સંપત્તિ હોય તેમાંથી એક પુરુષનું મૃત્યુ થાય તો તે સંપત્તિ નવ વ્યક્તિ સાધારણ બને છે, તેમ સર્વજીવો સાધારણ પ્રકૃતિ છે. કોઈક એક જીવ સાધના કરીને મુક્ત થાય તો તે જીવ પ્રત્યે તે પ્રકૃતિ નષ્ટવ્યાપારવાળી થાય તોપણ અન્ય જીવો પ્રત્યે તે પ્રકૃતિ નષ્ટવ્યાપારવાળી નથી, તેથી ‘સર્વ જીવો બંધરહિત થાય’ એ પ્રકારની આપત્તિ આવતી નથી અને પ્રકૃતિરૂપ પ્રધાનનો પોતાના કાર્ય કરવા પ્રત્યે ક્યારેય વિનાશ થતો નથી, પરંતુ પ્રકૃતિરૂપ પ્રધાનકૃત ભવપ્રપંચ સદા પ્રાપ્ત થાય છે. વળી કોઈક એક જીવસાધના કરીને મુક્ત થાય તો સર્વ જીવોની મુક્તિનો પ્રસંગ પણ આવતો નથી; કેમ કે સર્વ જીવો પ્રત્યે પ્રકૃતિ નષ્ટવ્યાપારવાની થતી નથી, પરંતુ સાધના કરીને મુક્ત થયેલા પુરુષ પ્રત્યે પ્રકૃતિ નષ્ટવ્યાપારવાળી થાય છે. ll૨-૨ના અવતરણિકા:
दृश्यद्रष्टारौ व्याख्याय संयोगं व्याख्यातुमाह - અવતરણિતાર્થ :
દશ્ય અને દ્રષ્ટાનું વ્યાખ્યાન કરીને સંયોગને વ્યાખ્યાન કરવા માટે ધે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૨-૧૭માં કહેલ કે, દ્રષ્ટાનો અને દશ્યનો સંયોગ હેયનો હેતુ છે, તેથી પ્રથમ દેશ્ય એવું પ્રધાનનું પ્રકૃતિનું, સ્વરૂપ બતાવ્યું, ત્યારપછી દ્રષ્ટાનું સ્વરૂપ બતાવ્યું, હવે તે બેના સંયોગને બતાવવા માટે કહે છે – સૂત્ર :
स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संयोगः ॥२-२३॥ સૂત્રાર્થ :
સ્વની શક્તિ અને સ્વામીની શક્તિના દેશ્યની શક્તિના અને દષ્ટાની શક્તિના, સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ સંયોગ છે=દશ્ય અને દષ્ટાનો સંયોગ છે. ર-૨૩ ટીકા :
'स्वेत्यादि'-कार्यद्वारेणास्य लक्षणं करोति-स्वशक्तिः-दृश्यस्य स्वभावः, स्वामिशक्तिः