________________
૧૯૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૦-૧૮ અને આ સંનિધાન આત્મા માટે હેય એવા દુઃખનો અર્થાત ગુણપરિણામરૂપ સંસારનો હેતુ છે, માટે યોગી હેયના કારણનું જ્ઞાન કરીને હેયની નિવૃત્તિ માટે પ્રયત્ન કરે તો સંસારનો હેતુ એવા પુરુષ અને બુદ્ધિના સંનિધાનરૂપ સંયોગની નિવૃત્તિ થવાથી સંસારની નિવૃત્તિ થાય છે. પર-૧૭ની અવતરણિકા :
द्रष्टदृश्ययोः संयोग इत्युक्तं तत्र दृश्यस्य स्वरूपं कार्य प्रयोजनं चाह - અવતરણિતાર્થ :
પાતંજલયોગસૂત્ર ૨-૧૮માં દ્રષ્ટા અને દેશ્યનો સંયોગ છે' એ પ્રમાણે કહ્યું. ત્યાં દેશ્યના સ્વરૂપ, કાર્ય અને પ્રયોજનને કહે છે –
સૂત્ર :
प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गार्थं दृश्यम् ॥२-१८॥
સૂત્રાર્થ :
પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ દશ્યનું સ્વરૂપ છે. ભૂત-ઇન્દ્રિયાત્મક દશ્યનું કાર્ય છે અને ભોગ અને અપવર્ગ માટે દશ્ય છે એ દશ્યનું પ્રયોજન છે. ll૨-૧૮ll
ટીકા :
___ 'प्रकाशेत्यादि'-प्रकाशः सत्त्वस्य धर्मः, क्रिया प्रवृत्तिरूपा रजसः, स्थितिनियमरूपा तमसः, ताः प्रकाशक्रियास्थितयः शीलं स्वाभाविकं रूपं यस्य तत् तथाविधमिति स्वरूपमस्य निर्दिष्टम् । भूतेन्द्रियात्मकमिति-भूतानि स्थूलसूक्ष्मभेदेन द्विविधानि, पृथिव्यादीनि गन्धतन्मात्रादीनि च, इन्द्रियाणि बुद्धीन्द्रियकर्मेन्द्रियान्तःकरणभेदेन त्रिविधानि, उभयमेतद् ग्राह्यग्रहणरूपमात्मा स्वरूपाभिन्नः परिणामो यस्य तत् तथाविधमित्यनेनास्य कार्यमुक्तम्, भोगः कथितलक्षणः, अपवर्गो विवेकख्यातिपूर्विका संसारनिवृत्तिः तौ भोगापवर्गों अर्थः પ્રથોનનં તત્ (તથા), તથાવિયં દૃશ્યમિત્યર્થ: ર-૨૮ ટીકાર્ય :
પ્રકાશઃ.... શ્યમિત્યર્થ: I પ્રકાશ એ સત્ત્વનો ધર્મ છે, પ્રવૃત્તિરૂપ ક્રિયાએ રનો ધર્મ છે, નિયમરૂપ સ્થિતિ એ તમનો ધર્મ છે. પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલસ્વાભાવિક રૂપ જેનું છે તે તેવા પ્રકારનું છે અર્થાત્ તે દેશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ છે. આ રીતે પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલસ્વભાવપણું કહેવાયું એ રીતે, આનું દેશ્યનું, સ્વરૂપ બતાવાયું.
હવે ભૂત, ઇન્દ્રિયાત્મક દેશ્યનું કાર્ય છે તે બતાવે છે – ભૂતો સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારના છે અને તે પૃથિવ્યાદિ અને ગંધતભાત્રાદિરૂપ છે.