________________
૧૯૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી / સૂત્ર-૨૦
એ પ્રાપ્ત થાય છે કે, ચાર પર્વસ્થાનને આશ્રયીને ધ્યાન કરનાર યોગી તે તે ધ્યાનપર્યાયથી પ્રધ્વંસ પામતા નથી, અને તેમ સ્વીકારવામાં આવે તો આત્મા ફૂટસ્થ સિદ્ધ થાય અને યોગીના આત્માને કૂટસ્થ સ્વીકા૨વા માટે ચાર પર્વ સ્થાનોને આશ્રયીને વર્તતા ધ્યાનપર્યાયના પ્રધ્વંસનો અપલાપ કરવામાં આવે તો તે ચાર પર્વસ્થાનને આશ્રયીને ધ્યાનપર્યાયવાળા યોગી અનંતકાળ સુધી છે તેમ માનવું પડે.
આ રીતે પ્રાગભાવના અને પ્રÜસાના અસ્વીકારમાં યોગીનો આત્મા ફૂટસ્થ નિત્ય સિદ્ધ થાય તેથી યોગીનો આત્મા આ ચાર પર્વસ્થાનોને આશ્રયીને ક્રમસર ધ્યાન કરે છે તે કથન સંગત થાય નહીં.
વળી પ્રાગભાવનો અને પ્રધ્વંસાભાવનો સ્વીકાર કરવામાં આવે તો વસ્તુનું દ્રવ્ય અને પર્યાય ઉભયરૂપપણું હોવાથી સર્વત્ર ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ ત્રિલક્ષણની પ્રાપ્તિ હોવાથી યોગીની સાધનાને આશ્રયીને ચાર ગુણપર્વસ્થાનો સંગત થાય એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, પાતંજલદર્શનકાર યોગીના આત્મામાં યોગસાધના પૂર્વે આ ચાર પર્વસ્થાનોને આશ્રયીને ધ્યાનમાં અભાવ હતો તેમ સ્વીકારે તો યોગીના આત્મામાં ધ્યાનના પ્રારંભ પૂર્વે તે પર્યાયનો અભાવ પ્રાપ્ત થાય અને જ્યારે યોગી ધ્યાન કરે છે ત્યારે તે ચાર પર્વસ્થાનોને આશ્રયીને ધ્યાનરૂપ પર્યાય પ્રાદુર્ભાવ પામે છે તેમ પ્રાપ્ત થાય અને યોગીનું આત્મારૂપ દ્રવ્ય સર્વદા છે તેથી યોગીના આત્મારૂપ વસ્તુ દ્રવ્ય અને પર્યાય એમ ઉભયરૂપ સિદ્ધ થાય છે અને તેમ સિદ્ધ થવાથી પદાર્થ દ્રવ્યરૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્ય સિદ્ધ થાય છે, તેથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રિલક્ષણની સંગતિ આત્મામાં થાય અને તેમ સ્વીકારવાથી યોગીના આત્મામાં ધ્યાનને આશ્રયીને ચાર પર્વસ્થાનોની વ્યવસ્થા સંગત થાય. એમ અમે કહીએ છીએ=પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કહે છે.
અવતરણિકા :
एवं हेयत्वेन दृश्यस्य प्रथमं ज्ञातव्यत्वात्तदवस्थासहितं व्याख्यायोपादेयं द्रष्टारं व्याख्यातुमाह -
અવતરણિકાર્ય :
આ રીતે=પૂર્વમાં વર્ણન હુઁ એ રીતે, હેયપણાથી દૃશ્યનું પ્રથમ જ્ઞાતવ્યપણું હોવાથી અવસ્થા સહિત એવા તેનું=હેય એવા દૃશ્યની પાતંજલયોગસૂત્ર ૨-૧૯માં ચાર પ્રકારની અવસ્થા બતાવી એ અવસ્થા સહિત એવા ર્દશ્યનું, વ્યાખ્યાન કરીને ઉપાદેય એવા દ્રષ્ટાનું વ્યાખ્યાન કરવા માટે ક્યે છે ભાવાર્થ:
પાતંજલયોગસૂત્ર ૨-૧૬ની અવતરણકામાં કહેલ કે, સમ્યગ્નાન હેયના અને ઉપાદેયના અવધારણરૂપ છે, તેથી પ્રથમ હેયનું સ્વરૂપ બતાવ્યું અને હેયરૂપે દશ્ય એવી બુદ્ધિ પ્રથમ જ્ઞાતવ્ય છે. ત્યારપછી પાતંજલયોગસૂત્ર ૨-૧૯માં અવસ્થા સહિત એવા હેયનું વ્યાખ્યાન કર્યું. હવે પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર-૨-૨૦માં ઉપાદેય એવા આત્મારૂપ દ્રષ્ટાનું વ્યાખ્યાન કરવા માટે પતંજલિઋષિ કહે છે –