________________
૧૦૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી છ જન્મવિપ્રવપ્રદ કર્મને સંચિતરૂપે પાતંજલદર્શનકાર સ્વીકારે તો તત્ત્વજ્ઞાનથી તે સંચિત કર્મનો નાશ થવાથી તત્ત્વજ્ઞાનીને મુક્તિની પ્રાપ્તિ :
જો પાતંજલદર્શનકાર છે ભવોમાં વિપ્રપણાને આપનારા કર્મને સંચિતકર્મરૂપે સ્વીકારે તો તત્ત્વજ્ઞાનથી તે સંચિત કર્મોનો નાશ થાય છે, તેથી સાત જન્મ સુધી વિપ્રપણાને આપનારું કર્મ તત્ત્વજ્ઞાની તત્ત્વજ્ઞાનના બળથી નાશ કરીને મુક્ત થઈ શકે છે તેમ પાતંજલદર્શનકાર સ્થાપન કરી શકે છે. એક ભવમાં પ્રાપ્ત કર્મને પ્રારબ્ધરૂપે અને સંચિતરૂપે પાતંજલદર્શનકારને સ્વીકાર કરવો પડતો હોવાથી અન્યોન્યશ્રયદોષની પ્રાપ્તિ આવવાથી આયુષ્યકર્મ જ પ્રારબ્ધકર્મ અને નામકર્માદિથી ઉપભ્રંહિત આયુષ્યકર્મ તે તે ભવમાં ભોગપ્રદ :
આ રીતે પાતંજલદર્શનકારને એક ભવમાં પ્રાપ્ત કર્મોને પ્રારબ્ધરૂપે અને સંચિતરૂપે એમ બે વિભાગરૂપે સ્વીકારવા પડે તેથી એક ભવમાં પ્રાપ્ત ભોગપ્રદ–ાવચ્છેદન=ભોગને આપવાપણાથી, તે જન્મનું પ્રારબ્ધપણું છે અને સંચિતકર્મથી પ્રારબ્ધકર્મને પૃથફ કરવા માટે તે જન્મના પ્રારબ્ધતાવચ્છેદન= પ્રારબ્ધપણાથી, તે જન્મમાં ભોગ આપવાપણું છે એ પ્રમાણે વ્યાસઋષિને સ્વીકારવું પડે તેથી વ્યક્ત જ અન્યોન્યાશ્રય દોષ આવે છે.
જેમ-કોઈ કહે કે આ પિતાથી આ પુત્ર જન્મ્યો છે અને આ પુત્રથી આ પિતા જન્મ્યા છે, એ કથન બંનેની પરસ્પર ઉત્પત્તિમાં અન્યોન્યાશ્રય હોવાથી અસંગત છે, તેમ તે જન્મમાં સંચિત કર્મોથી પૃથક એવા ભોગને આપનારા કર્મના અવચ્છેદથી તે જન્મનું પ્રારબ્ધપણું સંચિત કર્મોથી પૃથક એવા અને તે જન્મના પ્રારબ્ધપણાને કારણે તે જન્મમાં ભોગ આપવાપણું સ્વીકારવામાં પરસ્પર અન્યોન્યાશ્રય દોષ આવે છે, માટે તે કથન સંગત થાય નહીં, તેથી નામકર્માદિ કર્માન્તરથી ઉપભ્રંહિત એવું આયુષ્ય કર્મ જ તે તે ભવના ભોગને આપનારું છે તેમ માનવામાં અન્યોન્યાશ્રય દોષ આવતો નથી; કેમ કે તેમ સ્વીકારવાથી નામકર્માદિ કર્માતરથી ઉપભ્રંહિત આયુષ્યકર્મ ઉત્તરના ભવમાં ભોગને આપનાર છે અને અન્ય સંચિત કર્યો તે તે નિમિત્તને પામીને તે તે ભવોમાં વિપાકને પ્રાપ્ત કરે છે અને તત્ત્વજ્ઞાનથી તે સંચિત કર્મોનો નાશ કરી શકાય છે તે સર્વ કથન સંગત થાય છે. તેથી વ્યાસઋષિએ આયુષ્યકર્મને પ્રારબ્ધકર્મ સ્વીકારવું જોઈએ. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે – કર્માન્તરથી ઉપભ્રંહિત આયુષ્યકર્મ જ ઉત્તરના ભવમાં ભોગ આપનાર હોવાથી જૈન સિદ્ધાંતને માન્ય નામકર્માદિથી નિયંત્રિત આયુષ્યકર્મના ભેદની સંગતિ :
કર્માન્તરથી ઉપભ્રંહિત એવું આયુષ્યકર્મ જ ઉત્તરના ભવોમાં ભોગને આપનાર છે, આથી જ જાતિપ્રધાન એવા નામકર્મથી નિયંત્રિત આયુષ્યકર્મ, ગોત્રકર્મ નિયંત્રિત આયુષ્યકર્મ અને વેદનીયકર્મથી નિયંત્રિત આયુષ્યકર્મનો ભેદ જૈનસિદ્ધાંતને માન્ય સંગત થાય.
આશય એ છે કે, કેટલાક જીવોને સમાનજાતિવાળા નામકર્મથી નિયંત્રિત આયુષ્યકર્મનો ઉદય