________________
૧૮૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી વિપાકને બતાવનારા છે, તો વળી કેટલાક કર્મો ક્ષેત્રમાં વિપાકને બતાવનારા છે. તેમાંથી મનુષ્ય આકારસ્વરૂપ ભવમાં વિપાકને બતાવનાર મનુષ્યઆયુષ્ય પ્રકૃતિ છે. તે રીતે જે જે પ્રકારનો ભવ પ્રાપ્ત થાય તે તે ભવમાં વિપાકને બતાવનાર તે તે આયુષ્યકર્મની પ્રકૃતિ છે અને તે આયુષ્યકર્મની પ્રકૃતિનું પ્રાયણ ઉદ્બોધક છે; કેમ કે અન્ય જન્મનું આયુષ્ય બંધાયા પછી મૃત્યુ થાય છે ત્યારે ઉત્તરના ભવમાં તે આયુષ્યની પ્રકૃતિ વિપાકમાં આવે છે, આમ છતાં સર્વ પ્રકૃતિઓનો પ્રાયણ ઉદ્બોધક છે એમ જે વ્યાસઋષિ કહે છે તે સંગત નથી; કેમ કે સર્વ કર્મોનું પ્રાયણ ઉદ્બોધક નથી.
કેમ સર્વ કર્મોનું પ્રાયણ ઉદ્બોધક નથી ? તેમાં યુક્તિ બતાવે છે –
નિદ્રાદિ કર્મના વિપાકના ઉદ્બોધમાં કાળવિશેષનું પણ હેતુપણું દેખાય છે અર્થાત્ રાત્રિ વગેરે કાળ હોય ત્યારે સામાન્યથી જીવોને નિદ્રાદિ કર્મોના વિપાક આવે છે તેથી નિદ્રાના વિપાક પ્રત્યે કાળ ઉદ્બોધક છે, પ્રાયણ ઉદ્બોધક નથી તેમ અનુભવને અનુસારે વ્યાસમુનિએ સ્વીકારવું જોઈએ. સ્વઅનન્તરકર્મના વિપાકના ઉદ્બોધ દ્વારા પ્રાયણના અગ્રિમસંતતિના ઉદ્બોધકત્વના સ્વીકારમાં અતિપ્રસંગની પ્રાપ્તિ :
અહીં વ્યાસમુનિ નિદ્રાદિના વિપાકમાં પ્રાયણને ઉદ્બોધક સ્વીકારવા માટે કહે કે, પ્રાયણ પોતાના પછીના જન્મના પ્રથમ સમયે ઉદયને પ્રાપ્ત થતા કર્મના વિપાકનો ઉદ્બોધ કરે છે અને તેના દ્વારા ઉત્તરના જન્મની બીજી-ત્રીજી આદિ ક્ષણના કર્મોરૂપ અગ્રિમસંતતિનો ઉદ્બોધક પ્રાયણ બને છે, તેથી પ્રાયણ પછી અન્ય ભવનું કર્મ વિપાકમાં આવે છે અને તેના દ્વારા ત્યાર પછીનું કર્મ વિપાકમાં આવે છે, એ ક્રમ પ્રમાણે પ્રાયણને અનંતરકર્મના વિપાક દ્વારા આગળના સર્વ કર્મોના વિપાક પ્રત્યે કારણ સ્વીકારવાથી નિદ્રાદિનો ઉદ્બોધ થાય છે તે પણ પ્રાયણ દ્વારા જ થાય છે તેમ સંગત થશે; કેમ કે પ્રાયણ ઉત્તરના જન્મથી માંડીને નિદ્રાદિના કાળના અવધિ સુધી કર્મોના વિપાક દ્વારા નિદ્રાના આપાદક કર્મોના વિપાક પ્રત્યે કારણ તરીકે સ્વીકારી શકાશે, તેથી ઉત્તરના જન્મના સર્વ કર્મોના વિપાક પ્રત્યે પ્રાયણને કારણ સ્વીકારી શકાશે. એ પ્રકારના વ્યાસમુનિના કથનના નિરાકરણ માટે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે –
પ્રાયણને પોતાના અનન્તરકર્મના વિપાકના ઉદ્બોધ દ્વારા અગ્રિમસંતતિનો ઉદ્બોધક સ્વીકારવામાં આવે તો પ્રાયણ જેમ ઉત્તરના કર્મના વિપાક દ્વારા અગ્રિમ સંતતિનો ઉદ્બોધક બને છે તેમ તે પ્રાયણને આખા ભવની સંતતિ દ્વારા ઉત્તરના ભવની સંતતિ પ્રત્યે પણ ઉદ્બોધક માનવાનો અતિપ્રસંગ આવશે; કેમ કે જેમ પ્રાયણ ઉત્તરના પ્રથમ સમયના કર્મના ઉદ્બોધ દ્વારા બીજા સમયના કર્મનો ઉદ્બોધક બને છે અને તે પ્રાયણ બીજા સમયના કર્મના ઉદ્બોધ દ્વારા ત્રીજા સમયના કર્મોનો ઉદ્બોધક બની શકે છે. તેમ એકભવના કર્મોના વિપાકના ઉદ્બોધ દ્વારા અંતે મૃત્યુ આપાદકકર્મનો પણ ઉદ્બોધક સ્વીકારી શકાશે અને તેના દ્વારા ઉત્તરના અન્ય ભવના વિપાકના ઉદ્બોધક તરીકે પણ પ્રથમના જ પ્રાયણને કારણરૂપે સ્વીકારી શકાય છે, તેથી પ્રાયણને એકભવના કર્મોના વિપાકના ઉદ્બોધક તરીકે સ્વીકારવાનું છોડીને એક જ પ્રાયણ ઘણા ઉત્તર ઉત્તરના અન્ય અન્ય ભવોના કર્મોનો ઉદ્બોધક