________________
૧૮૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૪-૧૫ ભાવાર્થ : કમશચનાં ફળસ્વરૂપ જાતિ, આયુષ્ય અને ભોગ પુણ્યરૂપ અને અપુણ્યરૂપ હેતુથી આહાદફળ અને પરિતાપફળ :
પાતંજલદર્શનકારે સૂત્ર ૨-૧૩માં કહેલું કે, કર્મનો વિપાક જાતિ, આયુષ્ય અને ભોગ એ ત્રણ ફળસ્વરૂપ છે. તે જાતિ, આયુષ્ય અને ભોગ પુણ્યકર્મથી પણ પ્રાપ્ત થાય છે અને પાપકર્મથી પણ પ્રાપ્ત થાય છે, તેથી જે જીવોને પુણ્યકર્મથી સુંદર જાતિ વગેરે પ્રાપ્ત થાય છે તે જીવોને આનંદ આપવાના ફળવાળા છે અને જે જીવોને પાપકર્મના ઉદયથી અસુંદર જાતિ વગેરે પ્રાપ્ત થાય છે તે જીવોને પરિતાપ આપવાના ફળવાળા છે, આથી જ દેવોને તે જાતિ વગેરે પુણ્યના કારણે મળે છે, તેથી દેવના જીવોને તે જાતિ આદિ અત્યંત આલ્હાદનું કારણ બને છે અને નારકોને તે જાતિ વગેરે અત્યંત પાપના કારણે મળે છે, તેથી નરકના જીવોને તે જાતિ આદિ અત્યંત પરિતાપનું કારણ બને છે. I૨-૧૪ અવતરણિકા :
योगिनस्तु सर्वं दुःखमित्याह - અવતરણિતાર્થ :
પાતંજલયોગસૂત્ર ૨-૧૫માં કહ્યું કે, પુણ્યથી મળેલ જાતિ વગેરે આહાદફળવાળા છે અને પાપથી મળેલ જાતિ વગેરે પરિતાપફળવાળા છે, તેથી હવે યોગીને સર્વપુણ્યથી કે પાપથી મળેલ સર્વ જાતિ વગેરે, દુ:ખરૂપ જણાય છે એ બતાવવા અર્થે કહે છે – સૂત્ર :
परिणामतापसंस्कारैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः ॥२-१५॥ સૂત્રાર્થ:
પરિણામને કારણે, તાપને કારણે, સંસ્કારને કારણે અને ગુણવૃત્તિના વિરોધને કારણે સર્વ=પુણ્ય અને પાપ એ બંનેથી મળેલ સર્વ જાતિ વગેરે, વિવેકીને દુ:ખ જ છે. ર-૧૫ll ટીકા?
'परिणामेति'-विवेकिनः परिज्ञातक्लेशादिविवेकस्य परिदृश्यमानं सकलमेव भोगसाधनं सविषं स्वाद्वन्नमिव दुःखमेव प्रतिकूलवेदनीयमेवेत्यर्थः, यस्मादत्यन्ताभिजातो योगी दुःखलेशेनाप्युद्विजते, यथाऽक्षिपात्रमूर्णातन्तुस्पर्शमात्रेणैव महतीं पीडामनुभवति नेतरदङ्गं तथा विवेकी स्वल्पदुःखानुबन्धेनापि उद्विजते कथमित्याह-परिणामतापसंस्कारदुःखैः, विषयाणामुपभुज्यमानानां यथायथं गर्धाभिवृद्धेस्तदप्राप्तिकृतस्य