________________
૧૮૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી સ્વીકારવાનો અતિપ્રસંગ આવશે અને તે રીતે કોઈ ભવમાં થયેલા પ્રાયણથી નાના ભવની સંતતિ દ્વારા ઘણા પછીના ભાવોમાં વિપાકમાં આવતા કર્મોના વિપાક પ્રત્યે પણ પૂર્વના જ પ્રાયણને ઉબોધક સ્વીકારી શકાશે, તેથી પ્રાયણને પૂર્વભવમાં કરાયેલા કર્મ પ્રચયનો ઉદ્બોધક સ્વીકારવો ઉચિત નથી પરંતુ આયુષ્યકર્મનો જ ઉદ્બોધક પ્રાયણ છે તેમ સ્વીકારવું ઉચિત છે. કર્મનું પ્રધાનપણું પણ એક આયુષ્યના સ્વીકાર વગર દુર્વચ:
વળી વ્યાસઋષિ કહે છે કે, એક ભવમાં બંધાયેલો કર્મ પ્રચય હોય છે તે કર્મપ્રચયમાં કેટલાક કર્મો પ્રધાન હોય છે અને કેટલાક કર્મો ગૌણ હોય છે અને જે કર્મો પ્રધાન હોય છે તે ઉત્તર ભવમાં વિપાકમાં આવે છે તેને પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા કહે છે –
એક આયુષ્યકર્મને સ્વીકાર્યા વગર કર્મનું પ્રધાનપણું દુર્વચ છે. અર્થાત્ આયુષ્યકર્મની પ્રધાનતાને આધીન અન્ય કર્મની પ્રધાનતા છે, પરંતુ આયુષ્યકર્મ નિરપેક્ષ અન્ય કર્મની પ્રધાનતા નથી. તેથી જે આયુષ્ય બંધાયેલ હોય તેને અનુરૂપ સર્વકર્મોનો વિપાક પ્રાપ્ત થાય છે. આયુષ્યકર્મની પ્રધાનતાનું સ્પષ્ટીકરણ :
સંસારી જીવો કોઈક એક ભવમાં જુદા જુદા કાળે જુદા જુદા અધ્યવસાયો કરીને જુદી જુદી ગતિ યોગ્ય કર્મો બાંધે છે, તેમાંથી ઉત્તરના ભવમાં અમુક જ કર્મ ફળવાળું થશે અન્ય નહીં, તેનું નિયામક આયુષ્ય છોડીને અન્ય કોઈ કર્મ નથી અને જે જીવો જે પ્રકારનું આયુષ્ય બાંધીને ઉત્તરના ભાવમાં જાય છે તે જીવોમાં અનેક ગતિ યોગ્ય કર્મ બંધાયેલા હોવા છતાં તે આયુષ્યને અનુરૂપ જ કર્મ વિપાકમાં આવે છે અને આયુષ્યકર્મ એક ભવમાં એક વાર જ બંધાય છે અને તે આયુષ્યકર્મ અનુસાર તે ભવના અંતમાં તે જીવને તે વેશ્યાની પ્રાપ્તિ થાય છે, તેથી પૂર્વભવમાં બંધાયેલું આયુષ્યકર્મ તેવી વેશ્યાના વિપાકને પ્રાપ્ત કરીને ઉત્તરના ભવમાં બંધાયેલા સર્વ કર્મોમાં પ્રધાન બને છે અને તે કર્મના અનુસાર અન્ય સર્વ કર્મોને તે આયુષ્યકર્મ વિપાકમાં લાવે છે, તેથી આયુષ્યકર્મને પ્રધાન સ્વીકારવાથી સર્વ વ્યવસ્થા સંગત થાય છે.
વ્યાસઋષિ અનિયતવિપાકવાળા બંધાયેલા કર્મના વિષયમાં ત્રણ વિકલ્પો બતાવે છે – (૧) કરાયેલું કર્મ વિપાકમાં આવતું નથી તેની પૂર્વે તે કર્મોનો નાશ થાય છે.
(૨) પ્રધાનકર્મમાં ગૌણ કર્મનું આવાગમન થાય છે. જેમ-શાતા આપાદક પ્રધાન કર્મ વિપાકમાં આવે ત્યારે અશાતા આપાદક ગૌણકર્મ પ્રધાનકર્મમાં આવા પગમન પામે છે અર્થાત્ અંતર્ભાવ પામે છે.
(૩) નિયતવિપાકવાળા પ્રધાનકર્મથી અભિભૂત થયેલું તે કર્મ ચિરકાળ સુધી રહે છે.
આ ત્રણે વિકલ્પો કઈ રીતે સંગત થઈ શકે તે બતાવવા અર્થે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
[य.] व्याख्या-प्रधानकर्मण्यावापगमनादिकमपि ।