________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ. સા.ની ટિપ્પણી
૧૦૯ આવે છે અને કેટલાક ગૌણ હોય છે માટે તે ભવમાં વિપાકમાં આવતા નથી પરંતુ પ્રધાનના વિપાકમાં અંતર્ભાવ પામીને પ્રધાનના ફળને આપનારા થાય છે. આ પ્રકારનો પ્રધાન-ગૌણભાવ આયુષ્યકર્મથી જ થઈ શકે છે. એ સિવાય થઈ શકે નહિ અને વ્યાસઋષિએ આયુષ્યકર્મથી પ્રધાન-ગૌણભાવ થાય છે તેવું સ્થાપન કરેલ નથી. તેથી કહે છે –
એક આયુષ્યના પરિગ્રહ વગર કર્મનું પ્રધાનપણું પણ દુર્વચ છે. કેમ આયુષ્યના પરિગ્રહ વગર કર્મનું પ્રધાનપણું દુર્વચ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ખરેખર કોઈ એક ભવમાં જુદી જુદી ગતિ યોગ્ય કર્મોનું ઉપાદાન હોવા છતાં તે ભવના અંતમાં જ આજ ગતિનું કર્મ ફળવાનું છે એ પ્રકારના સ્વીકારમાં અન્ય નિયામક નથી જ અર્થાત્ આયુષ્ય સિવાય અન્ય કોઈ કર્મ નિયામક નથી જ.
કઈ રીતે આયુષ્યકર્મ જુદી જુદી ગતિયોગ્ય કર્મમાંથી ઉત્તરના ભવમાં ઉત્તરના ભવની ગતિનું નિયામક બને છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
વળી આયુષ્યકર્મ તો એક ભવમાં એક વાર જ બંધાય છે એથી તેના અનુસારથી આયુષ્યકર્મના અનુસારથી, અંતમાંeભવના અંતમાં, તેવી વેશ્યાનો ઉપગમ હોવાથી અર્થાત્ “જે લેગ્યામાં જીવ મૃત્યુ પામે છે તે લેગ્યામાં ઉત્પન્ન થાય છે” એ પ્રકારના વચનથી ભવના અંતમાં તેવી વેશ્યાનો સ્વીકાર હોવાથી પૂર્વભવમાં બંધાયેલું આયુષ્ય તેવા પ્રકારની વેશ્યાથી વિપાકને પ્રાપ્ત કરીને પ્રધાનપણાને પામતું અન્ય કર્મોને ઉપગ્રહણ કરે છે અર્થાત્ તે આયુષ્યને અનુરૂપ સર્વ અન્ય કર્મોને વિપાકમાં લાવે છે એથી સર્વ સંગત થાય છે સર્વ કર્મોમાં આયુષ્યકર્મ જ પ્રધાન સ્વીકારવાથી સર્વ સંગત થાય છે. ભાવાર્થ : પ્રાયણ જ પૂર્વભવકૃતકર્મપ્રચયનું ઉબોધક છે એ વ્યાસમુનિનું કથન દુઃશિક્ષિત અભિધાન :
પાતંજલયોગસૂત્ર ઉપર વ્યાસમુનિ પ્રણીત ભાષ્યમાં કહેલ છે કે, પૂર્વભવમાં કરાયેલ કર્મના પ્રચયનો ઉદ્ધોધક પ્રાયણ જ છે મૃત્યુ જ છે. તેથી એ ફલિત થાય છે કે, દરેક જીવો વર્તમાન ભવમાં જે કર્મનો પ્રચય બાંધે છે તે વર્તમાન જન્મની સમાપ્તિરૂપ અને અન્ય જન્મની પ્રાપ્તિરૂપ પ્રાયણથી ઉત્તરના જન્મમાં ઉબોધને પામે છે. આ કથન જિનવચનાનુસાર કર્મવ્યવસ્થાના અજ્ઞાનને કારણે વ્યાસમુનિએ કરેલ છે તેમનું તે કથન યુક્ત નથી તેમાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા યુક્તિ આપે છે – પુગલવિપાકી, જીવવિપાકી, ભવવિપાકી અને ક્ષેત્રવિપાકીના ભેદથી કર્મોનો જુદો જુદો વિપાક હોવાથી ભવવિપાકી વર્તમાન આયુષ્યપ્રકૃતિના વિપાકમાં પ્રાયણ ઉબોધક હોવા છતાં સર્વ કર્મોના વિપાકમાં પ્રાયણ ઉદ્ઘોધક નથી તે કથનનું યુક્તિ દ્વારા સમર્થન :
જિનવચનાનુસાર કર્મો જુદા જુદા વિપાકવાળા છે, તેથી કેટલાક કર્મો પુદ્ગલમાં વિપાકને બતાવનારા છે, તો વળી કેટલાક કર્મો જીવમાં વિપાકને બતાવનારા છે, તો વળી કેટલાક કર્મો ભવમાં