________________
૧૦૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી એક ભવમાં બંધાયેલું કર્મ સાત જન્મ સુધી ફળ આપે છે તેમ સિદ્ધ થવાથી વાસનાની જેમ અનંતભવ વિપાકવાળા અન્યના કર્મો સ્વીકારવાની પાતંજલદર્શનકારને આપત્તિ :
આ રીતે સાત જન્મ સુધી બ્રાહ્મણપણાની સંગતિ કરવા જતાં પાતંજલમતાનુસાર એક ભવમાં બંધાયેલું કર્મ ઉત્તરના એક ભવમાં જ ફળ આપે છે એ નિયમનો ભંગ થાય છે, પરંતુ એકભવનું બધાયેલું કર્મ ફરી તેવો આશય કરાવીને સાત જન્મ સુધી ફળ આપે છે તેમ સિદ્ધ થાય છે, અને એ રીતે સ્વીકારવાથી અનંતભવના વિપાકવાળું કર્મ છે તેમ કહી શકાય છે, માટે પાતંજલદર્શનકાર જેમ વાસનાને અનેકભવ સુધી અનુગત સ્વીકારે છે તેમ વાસનાના આપાદકકર્મને અને બ્રાહ્મણપણાના આપાદકકર્મને અનેકભવ સુધી અનુસરનારા સ્વીકારવા જોઈએ, તેથી જેમ મોહનીયકર્મ અનેક ભવો સુધી ફળ આપે છે તેમ અન્ય પણ કર્મપ્રચય અનેકભવો સુધી ફળ આપે છે તેમ સ્વીકારવું ઉચિત છે. અને તેમ સ્વીકારવાથી કેટલાક કર્મો અનંતભવ સુધી વિપાકને આપનારા છે તેમ સ્વીકારી શકાય છે. આથી ઉત્સુત્રભાષણ કરીને સાવઘાચાર્યને અનંત ચોવીસી સુધી સન્માર્ગની પ્રાપ્તિ ન થાય તેવા કર્મની પ્રાપ્તિ થઈ તે વચન યુક્તિથી સંગત થાય છે. __[य.] व्याख्या-किञ्च तस्य तज्जन्मभोगप्रदत्वावच्छेदेन प्रारब्धत्वं तदन्यावच्छेदेन च सञ्चितत्वं वाच्यम्, अन्यथा तत्त्वज्ञानिनोऽपि तादृशकर्मवतो देहान्तरोत्पत्त्यापत्तिः, सञ्चितं हि कर्म तत्त्वज्ञाननाश्यं न तु प्रारब्धम्, जन्मान्तरावच्छेदेन च तस्य सञ्चितत्वात्तत्त्वज्ञानेन नाशान्नोक्तप्रसङ्ग इति, एवं च तज्जन्मभोगप्रदत्वावच्छेदेन तज्जन्मप्रारब्धत्वम्, तज्जन्मप्रारब्धत्वावच्छेदेन च तज्जन्मभोगप्रदत्वमिति व्यक्त एवान्योऽन्याश्रयः, तस्मादायुष्कर्मैव प्रारब्धं तदेव च कर्मान्तरोपबंहितं तत्तद्भवभोगप्रदम्, अत एव जातिनाम( नियन्त्रित )निधत्तायुष्कादिभेदोऽपि सिद्धान्तसिद्धः, केवलिनश्चायुरधिककर्मसत्त्वे केवलिसमुद्धातेन तत्समीकरणान्न काऽप्यनुपपत्तिरिति अन्यत्रायुषो नैकभविकत्वनियमः कर्माशयस्य श्रद्धेयः । અર્થ :
વિમર્શ... શ્રદ્ધા વળી તેનું સાત જન્મ સુધી વિપ્રપણાને આપનાર કર્મનું, તજ્જન્મભોગપ્રદ–ાવચ્છેદથી પ્રારબ્ધપણું અને તદન્યાવચ્છેદથી સંચિતપણું પ્રાપ્ત થયેલા જન્મથી અન્ય જન્મના અવચ્છેદથી સંચિતપણું, કહેવું જોઈએ અર્થાત્ પાતંજલદર્શનકારે સ્વીકારવું જોઈએ. અન્યથા સાત જન્મ સુધી વિપ્રપણાને આપનાર કર્મનું આ રીતે પ્રારબ્ધ અને સંચિતરૂપે વિભાગ ન કરે તો, તેવા પ્રકારના કર્મવાળા તત્ત્વજ્ઞાનીને પણ દેહાન્તરની ઉપપત્તિની આપત્તિ આવે અર્થાત્ સાત જન્મના દેહની સંગતિની આપત્તિ આવે, જે કારણથી સંચિત કર્મ તત્ત્વજ્ઞાનથી નાશ્ય છે, પરંતુ પ્રારબ્ધ કર્મ તત્ત્વજ્ઞાનથી નાશ્ય નથી અને જન્માન્તરાવચ્છેદથી તેનું સાત જન્મ સુધી વિપ્રપણાને આપનારા કર્મનું, સંચિતપણું