________________
૧૦૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી હોવાથી તત્ત્વજ્ઞાન વડે નાશ થવાથી ઉક્ત પ્રસંગ નથી તત્ત્વજ્ઞાનીને દેહાંતરની ઉપપત્તિની આપત્તિનો પ્રસંગ નથી.
અને આ રીતે પાતંજલદર્શનકારે પોતાના મતની સંગતિ કરવા અર્થે તન્મભોગપ્રદ–ાવચ્છેદન પ્રારબ્ધ કર્મ છે અને તદન્યાવચ્છેદેન સંચિત કર્મ છે તેમ માનવું પડે છે એ રીતે, તજ્જન્મભોગપ્રદ–ાવચ્છેદેન તજ્જન્મપ્રારબ્ધપણું છે અને તજ્જન્મપ્રારબ્ધત્વાવચ્છેદેન તન્મભોગપ્રદત્વ, છે. એ પ્રમાણે વ્યક્ત કપ્રગટ જ, અન્યોન્યાશ્રય દોષ છે, માટે પાતંજલદર્શનકાર સપ્તજન્મભોગપ્રદત્વની જે સંગતિ કરે છે તે યુક્ત નથી.
તે કારણથી આયુષ્યકર્મ જ પ્રારબ્ધ છે અને કર્માન્તરથી ઉપભ્રંહિત એવું તે આયુષ્ય કર્મ જ, તે તે ભવના ભોગને આપનારું છે, આથી નામકર્માદિથી ઉપભ્રંહિત એવું આયુષ્ય કર્મ જ તે તે ભવના ભોગને આપનારું છે આથી જ, જાતિપ્રધાન એવા નામકર્મથી નિયંત્રિત આયુષ્કાદિનો ભેદ પણ સિદ્ધાંત સિદ્ધ છે અને કેવલીને આયુષ્યથી અધિક નામકર્માદિ ત્રણ કર્મ હોતે છતે કેવલિસમુઘાતથી તેનું સમીકરણ થતું હોવાથી કોઈ પણ અનુપત્તિ નથી કેવલીને આયુષ્યકર્મના ક્ષય સાથે સર્વકર્મોનો ક્ષય થાય છે તેમ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી, એથી આયુષ્યથી અન્યત્ર-આયુષ્યકર્મને છોડીને, કર્ભાશયના એભવિકપણાનો નિયમ શ્રદ્ધેય શ્રદ્ધા કરવા યોગ્ય નથી.
ભાવાર્થ :
સપ્તજન્મવિપ્રત્વપ્રદકર્મને સંગત કરવા માટે પાતંજલદર્શનકારને તજન્મભોગપ્રદ–ાવચ્છેદેન પ્રારબ્ધ કર્મ અને તદન્યાવચ્છેદેન સંચિત કર્મના સ્વીકારની આપત્તિઃ
પાતંજલ યોગસૂત્ર ઉપર ભાષ્યના રચયિતા વ્યાસમુનિ સાત જન્મ સુધી વિપ્રપણાને આપનારું કર્મ સ્વીકારે છે તે કર્મને સંગત કરવા માટે વ્યાસઋષિને સ્વીકારવું પડે કે પ્રથમભવનું વિપ્રપણું મળ્યું તે તજજન્મભોગપ્રદત્વકર્મથી તે જન્મમાં ભોગ આપનારા કર્મથી, મળ્યું છે તે પ્રારબ્ધકર્મ છે; કેમ કે તે કર્મ વિપાક આપવા માટે પ્રારબ્ધ થયેલું છે અને બાકીના છ ભવમાં વિપ્રપણાને આપનારું કર્મ સંચિત કર્મ છે. સપ્તજન્મવિપ્રત્વપ્રદ કર્મનો પ્રારંભ અને સંચિતરૂપે પાતંજલદર્શનકાર વિભાગ ન કરે તો તેવા પ્રકારના કર્મવાળા તત્ત્વજ્ઞાનીને પણ અન્ય દેહની પ્રાપ્તિની આપત્તિ :
જો વ્યાસઋષિ આ રીતે સાત જન્મ સુધી વિપ્રપણાને આપનારા કર્મને પ્રારબ્ધ અને સંચિતરૂપે વિભાગ ન કરે તો તેવા પ્રકારના વિપ્રપણાને આપનારા કર્મવાળા તત્ત્વજ્ઞાનીને પણ તે કર્મના ઉદયથી દેહાન્તરની અન્યદેહની પ્રાપ્તિની, આપત્તિ છે; કેમ કે તત્ત્વજ્ઞાનથી નાશ્ય સંચિત કર્મ છે, પ્રારબ્ધ કર્મ નથી, તેથી જો પાતંજલદર્શનકાર સાતભવમાં વિપ્રપણાને આપનારા કર્મને પ્રારબ્ધકર્મરૂપે સ્વીકારે તો તત્ત્વજ્ઞાની પુરુષ તત્ત્વજ્ઞાનના બળથી તે પ્રારબ્ધ કર્મનો નાશ કરી શકે નહીં માટે તત્ત્વજ્ઞાનીને પણ સાત જન્મ સુધી વિપ્રપણાના ભવોને કરવાની આપત્તિ આવે.