________________
૧૬૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
મોહનીયકર્મરૂપ કર્માન્તરોનો જ, તે પ્રકારે ઉપગમ-સ્વીકાર, છે.
અહીં પ્રશ્ન થાય કે ક્રોધાદિ કષાયોની વાસનાનો અનેક ભવમાં અનુસરણ થતું હોય તેટલા માત્રથી તે કષાયોના નિષ્પાદક કર્મોનું પણ અનેક ભવમાં અનુસરણ છે તેમ કેમ સ્વીકારી શકાય ? તેમાં હેતું કહે છે –
વાસનાનામ્ · પ્રતિપત્તવ્યમ્ ! ક્રોધાદિ વાસનાઓનું પણ મોહનીયકર્મનું ભાવસ્વરૂપપણું છે. અન્યથા કર્માનુભવથી નિર્મિત ક્રોધાદિ વાસનાનું અનેક ભવમાં અનુસરણ સ્વીકારવા છતાં અર્થથી તે ક્રોધાદિ કષાયોના નિષ્પાદક કર્મોનું અનેક ભવમાં અનુસરણ સ્વીકારવામાં ન આવે તો, જાતિવ્યક્તિ-પક્ષમાં ક્રોધાદિ વિષયોની સામાન્યજાતિ અને તે તે ક્રોધાદિરૂપ વ્યક્તિ સ્વીકારનાર પક્ષમાં, વાસનાનું દુર્નિરૂપપણું છે દુ:ખેથી નિરૂપણ કરી શકાય છે, એ પ્રમાણે સ્વીકારવું જોઈએ. ભાવાર્થ : એકભવિકકમશયનું ભવોપગાહી કર્મની અપેક્ષાએ યુક્તપણે અન્યથા અયુક્તપણુંઃ
પૂર્વમાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું કે, એક ભવમાં બે આયુષ્યનો બંધ અને ઉદય શાસ્ત્રમાં પ્રતિષિદ્ધ છે, તેથી જન્માન્તરના સંકરાદિનો પ્રસંગ નથી. અને પાતંજલદર્શનકાર નંદીશ્વર, નહુષાદિના આયુષ્યના સંકર સ્વીકારે તો જન્મસંકર તેમને પ્રાપ્ત થાય માટે તેઓનું તે કથન યુક્ત નથી, તે કારણથી એકભવિક કર્ભાશય એ ભવોપગ્રાહી કર્મની અપેક્ષાએ જ યુક્ત છે અર્થાત્ પૂર્વમાં સ્થાપન કર્યું કે, નામ, ગોત્ર અને વેદનીયથી સંવલિત એવું આયુષ્યકર્મ ભવોપગ્રાહી વ્યપદેશને પામે છે તે ભવોપગ્રાહી એવા કર્મની અપેક્ષાએ એકભવિક સ્વીકારવું જોઈએ, પરંતુ અન્યથા જેમ પાતંજલભાષ્યકાર વ્યાસઋષિ એકભવિક સ્વીકારે છે તેમ સ્વીકારવું જોઈએ નહીં અર્થાત્ વ્યાસઋષિ સ્વીકારે છે કે, પૂર્વભવના જન્મથી માંડીને મરણ સુધીમાં જે કર્મપ્રચય બંધાય છે તે ઉત્તરના ભવમાં પ્રાપ્ત થતાં ફળપ્રચય પ્રત્યે કારણ છે એ પ્રકારનો એક ભવિક કર્ભાશય સ્વીકારવો ઉચિત નથી.
વળી પાતંજલયોગસૂત્ર ૨-૧૩ ઉપર વ્યાસઋષિનું ભાષ્ય છે તેમાં કહ્યું છે કે, કર્મના અનુભવથી નિર્મિત એવી કષાયોની વાસનાનો અનેક જન્મ સુધી અનુગમ થાય છે અને અનેકભવ પૂર્વના કર્મો વર્તમાનભવમાં વિપાકમાં આવે છે તેમ સ્વીકારતા નથી પરંતુ પૂર્વભવનો કર્મપ્રચય જ ઉત્તરભવના ફળપ્રચય પ્રત્યે કારણરૂપે સ્વીકારે છે તે વચન તેઓનું યુક્ત નથી, તે બતાવવા અર્થે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે – કર્માનુભવનિર્મિત વાસનાઓનું અનેક જન્મમાં અનુગમ સ્વીકાર કરાયે છતે અર્થથી કર્માન્તરોનો તે પ્રકારે સ્વીકાર :
કર્મના અનુભવથી નિર્મિત એવી કષાયોની વાસનાનું અનેક જન્મમાં અનુસરણ થાય છે તેમ સ્વીકારવામાં આવે તો અર્થથી તે કષાયોને નિષ્પન્ન કરનારા એવા કર્માન્તરોનું જ અનેક જન્મમાં અનુસરણ થાય છે.