________________
૧૬o
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી નંદીશ્વર અને નહુષાદિને બે આયુષ્યનો સંકર સ્વીકારવામાં આવે તો બે જન્મનો સંકર દુર્નિવાર છે અર્થાત્ બે જન્મનો સંકર માનવો પડે. અર્થાત્ નંદીશ્વરને મનુષ્યભવમાં જ મહેશના અનુગ્રહથી દેવભવ જેવા જાતિ આદિની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તો મનુષ્યઆયુષ્ય અને દેવઆયુષ્યના સંકરનો સ્વીકાર થાય અને તેમ સ્વીકારવામાં આવે તો મનુષ્યજન્મ અને દેવજન્મના સંકરનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારવું ઉચિત નથી; કેમ કે પ્રાયણ વગર=આ ભવના દેહનો ત્યાગ વગર, આયુષ્યકર્માતરનો ઉદ્ધોધ નથી અને નંદીશ્વરને પ્રાયણપૂર્વક દેવભવના આયુષ્યકર્મનો ઉદ્બોધ સ્વીકારવામાં આવે તો તે કર્મ દૃષ્ટવિપાકવાળું છે તેમ કહી શકાય નહીં, પરંતુ જન્માંતરની પ્રાપ્તિ હોવાથી અષ્ટજન્મવિપાકવાળું સ્વીકારવું જોઈએ, અને જો પતંજલિઋષિ નંદીશ્વરાદિને મનુષ્યના શરીર કરતા અન્ય શરીરના પરિણામરૂપ પ્રાયણ સ્વીકારે તો જન્માંતર કહેવો જોઈએ અન્ય જન્મ કહેવો જોઈએ અર્થાત્ નંદીશ્વરને અન્ય જન્મની પ્રાપ્તિ થઈ તેમ કહેવું જોઈએ અને પાતંજલદર્શનકાર નંદીશ્વરાદિને જન્માંતર પ્રાપ્ત થયો તેમ સ્વીકારે તો દષ્ટજન્મવેદનીયમાં તે દૃષ્ટાંત ગ્રહણ કરી શકાય નહિ, પરંતુ અષ્ટજન્મવેદનીયમાં જ નંદીશ્વરાદિનું દષ્ટાંત ગ્રહણ કરી શકાય.
પૂર્વમાં કહ્યું કે, એક ભવમાં બે આયુષ્યનો બંધ કે ઉદય પ્રતિષિદ્ધ છે તે સર્વકથનથી શું ફલિત થાય છે તે કહે છે – વૈક્રિયશરીરના લાભ જેવો, વિશિષ્ટ આયુષ્યનો લાભ એક જન્મમાં બે આયુષ્યનો આક્ષેપ કરતો ન હોવાથી પાતંજલદર્શનકારનું નંદીશ્વરાદિને વિશિષ્ટ આયુષ્યના લાભનું કથન અસંબદ્ધપ્રલાપરૂપ :
વૈક્રિયશરીરના લાભ જેવો=મનુષ્યભવમાં કોઈને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થાય તો એક ભવમાં ઔદાયિક શરીરનો અને વૈક્રિયશરીરનો લાભ થાય છે તેવો આ નંદીશ્વરાદિને વિશિષ્ટ આયુષ્યનો લાભ, એક જન્મમાં બે આયુષ્યનો આક્ષેપ કરી શકે નહીં, તેથી મિથ્યાષ્ટિ એવા પાતંજલદર્શનકારનું નંદીશ્વરાદિને દષ્ટજન્મવેદનીય કર્મ બતાવવા વિશિષ્ટ આયુષ્યના લાભનું કથન અસંબદ્ધપ્રલાપરૂપ છે. __[य.] व्याख्या-तस्मादेकभविकः कर्माशय इति भवोपग्राहिकर्मापेक्षयैव युक्तम्, नान्यथा, कर्मानुभवनिर्मितानां वासनानामनेकजन्मानुगमाभ्युपगमेऽर्थतः कर्मान्तराणामेव तथोपगमात्, वासनानामपि मोहनीयकर्मभावरूपत्वात्, अन्यथा जातिव्यक्तिपक्षयोर्वासनाया दुर्निरूपत्वादिति प्रतिपत्तव्यम् । અર્થ :
તમાન્ ... તોપત્િ , તે કારણથી પૂર્વમાં અત્યાર સુધી સ્થાપન કર્યું અને અંતે કહ્યું કે મિથ્યાદેષ્ટિ એવા પાતંજલદર્શનકારના સંઘટ્ટન વડે સર્યું તે કારણથી, એકભવિક કર્ભાશય એ ભવોપચાહિકકર્મની અપેક્ષાએ જ યુક્ત છે અર્થાત્ પૂર્વમાં જણાવ્યા મુજબ નામ, ગોત્ર અને વેદનીયથી સંવલિત આયુષ્ય ભવોપગ્રાહી કર્મ કહેવાયું છે તે અપેક્ષાએ જ યુક્ત છે, અન્યથા નથી; કેમ કે કર્મના અનુભવથી નિર્મિત એવી વાસનાનો અનેક જન્મમાં અનુગામનો સ્વીકાર કરાયે છતે અર્થથી કર્માન્તરોનો