________________
૧૬૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
અહીં પ્રશ્ન થાય કે, કર્મના અનુભવથી નિર્મિત કષાયોની વાસનાનું અનેક જન્મોમાં અનુસરણ થતું હોય તોપણ જે કર્મ પૂર્વભવમાં બંધાયેલું હોય તે જ ઉત્તરભવમાં વિપાકમાં આવે છે, પરંતુ પૂર્વ ભવમાં બંધાયેલા કર્મો ઘણા ભવો સુધી અનુસરણ થતાં નથી તેમ સ્વીકારીએ તો શું વાંધો છે? તેથી કહે છે – વાસનાનું અનેકભવમાં અનુસરણ સ્વીકારવામાં આવે અને કર્મનું અનેક ભવમાં અનુસરણ ના સ્વીકારવામાં આવે તો ક્રોધાદિકષાયોની વાસનાઓ મોહનીયકર્મના ભાવસ્વરૂપ હોવાથી જાતિવ્યક્તિપક્ષમાં વાસનાનું દુર્નિરૂપણ
ક્રોધાદિ કષાયોની વાસનાઓનું પણ મોહનીયકર્મનું ભાવસ્વરૂપપણું છે, તેથી જો વાસના અનેકભવમાં અનુસરણ થાય છે તેમ સ્વીકારવામાં આવે અને વાસના આપાદક કર્મો અનેકભવમાં અનુસરણ થતાં નથી તેમ સ્વીકારવામાં આવે તો જાતિ-વ્યક્તિપક્ષમાં વાસનાનું સમ્યગૂ નિરૂપણ થતું નથી પરંતુ દુર્નિરૂપણ થાય છે.
આશય એ છે કે અહંદુત્તના જીવે પૂર્વભવમાં સંયમ સ્વીકારેલ અને તેમને ધર્મનો તીવ્રરાગ હતો, તેથી ધર્મના રાગપૂર્વક સંયમનું પાલન કરેલ, આમ છતાં ગુરુ પ્રત્યે એક વખત ઇષદ્ ષ થયેલ અને તે દ્વેષ ગુણવાન ગુરુ પ્રત્યે હોવાથી યોગમાર્ગ પ્રત્યે દ્વેષનો પરિણામ હતો અને તે દ્વેષના પરિણામથી બંધાયેલું ગુરુ પ્રત્યે દ્વેષ કરાવે તેવું કર્મ ઉત્તરના દેવભવમાં વિપાકમાં આવ્યું નહીં પરંતુ પૂર્વના ભવમાં પાળેલા સંયમના રાગથી બંધાયેલું કર્મ ગુણ પ્રત્યે રાગ કરાવે તેવું દેવભવમાં વિપાકમાં આવેલું, તેથી દેવભવમાં તેમને ધર્મ પ્રત્યે રાગ વર્તે છે અને દેવભવ પૂર્ણ થતાં અહંદત્તના ભવમાં ગુણ પ્રત્યે કરાયેલા દ્વેષથી બંધાયેલું કર્મ વિપાકમાં આવ્યું તેથી અહંદુત્તના ભવમાં ધર્મ પ્રત્યે દ્વેષ થાય છે. આ પ્રકારની ગુણ પ્રત્યે દ્વેષ કરાવે તેવી કર્મરૂપ વ્યક્તિ અહંદત્તના ભવમાં વિપાકમાં આવીને ગુણ પ્રત્યે દ્વેષ કરાવે છે, તેની સંગતિ કરવા માટે વાસનાની જેમ તે કર્મરૂપ વ્યક્તિનું પણ અનેક ભવમાં અનુસરણ થાય છે તેમ માનવું ઉચિત છે.
વળી કેટલાક કર્મો જાતિરૂપે વિપાકમાં આવે છે જેમ કોઈ જીવ ભૂંડના ભવમાં વિષ્ટા પ્રત્યે રાગ કરે છે અને તે રાગનો પરિણામ વિષ્ટા પ્રત્યે નથી પરંતુ ઇન્દ્રિયને અનુકૂળ વિષય પ્રત્યે છે, તેથી ઇન્દ્રિયને અનુકૂળ એવા વિષય પ્રત્યેનો રાગ જન્માંતરમાં પણ ઇન્દ્રિયના વિષય પ્રત્યે રાગ ઉત્પન્ન કરાવે છે, તેથી રાગ આપાદક કર્મનું તે તે વ્યક્તિરૂપ વસ્તુ પ્રત્યે અનુસરણ થતું નથી પરંતુ રાગજાતિવાળા કર્મનું બીજા ભવમાં રાગરૂપે અનુસરણ થાય છે, તેથી બ્રૂડના ભાવમાં વિષ્ટા પ્રત્યેના રાગવાળા જીવને મનુષ્યભવમાં વિષ્ટા પ્રત્યે દ્વેષ હોવા છતાં ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે, રાગ આપાદક કર્મનું જાતિરૂપે બીજા અનેક ભવમાં અનુસરણ થાય છે અને ગુણ પ્રત્યે કરાયેલો વૈષ વ્યક્તિરૂપે બીજા અનેક ભવમાં અનુસરણ થાય છે તેમ સ્વીકારીએ તો અહંદત્તનો ગુણ પ્રત્યેના દ્વેષનો પ્રસંગ સંગત થાય છે.