________________
૧૦૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી વીરભગવાનને મરીચિના ભવમાં ત્રિદંડીનો વેશ ધારણ કરેલો ત્યારે પણ સુસાધુ પ્રત્યે રાગ હતો, ત્રિદંડીના વેશ પ્રત્યે રાગ ન હતો, તેથી ઉપદેશ આપીને સર્વ જીવોને સંયમમાર્ગે મોકલતા હતા. આમ છતાં કપિલ પ્રતિબોધ પામે છે ત્યારે કપિલને “અહીં પણ ધર્મ છે” એ પ્રકારે જયારે કહે છે ત્યારે ત્રિદંડીના વેશ પ્રત્યે ઇષાગ ઉત્પન્ન થાય છે અને તે ઇષાગનું અનુસરણ અનેકભવો સુધી થવાથી ઘણા ભવોમાં મરીચિના આત્માને ત્રિદંડી ધર્મ પ્રત્યે રુચિ થાય છે, તેથી તે ત્રિદંડીના વેશ પ્રત્યે રાગ આપાદક કર્મ, વાસનાની જેમ અનેક ભવો સુધી અનુગત થાય છે તેમ સ્વીકારવામાં આવે તો જાતિ-વ્યક્તિપક્ષમાં વાસનાનું દુર્નિરૂપણ થાય નહીં, કેમ કે તેમ ન સ્વીકારીએ અને એમ કહેવામાં આવે કે વાસના અનેક ભવોમાં જાય છે અને તે વાસનાને જાગૃત કરનાર કર્મ માત્ર બીજા જ ભવમાં ફળ આપે છે તો પછીના ભાવોમાં તે પ્રકારના કર્મના અભાવને કારણે તે કર્મથી તે પ્રકારના રાગાદિભાવો થાય છે તે સંગત થાય નહીં. વસ્તુતઃ અહદ્દત્તની ગુણ વૈષની વાસના જેમ અનેક ભવોમાં અનુસરણ કરેલ તેમ તેનું કર્મ પણ ઘણા ભવોમાં સાથે જઈને તે પ્રકારનો દ્વેષ કરે છે. આથી જ ઉત્તસૂત્રભાષણ કર્યા પછી માર્ગ પ્રત્યેના દૈષના આપાદક કર્મોના અનુસરણને કારણે તે જીવોને માર્ગની રુચિ ઘણા ભવો સુધી થતી નથી.
પૂર્વમાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યુક્તિથી સ્થાપન કર્યું કે, નામ, ગોત્ર અને વેદનીયથી સંવલિત આયુષ્ય ભવોપગ્રાહિતાના વ્યપદેશને-સંજ્ઞાને પામે છે, તેથી એક ભવિકકર્ભાશય એ પ્રકારનું વ્યાસઋષિનું વચન ભવોપગ્રાહી કર્ભાશયની અપેક્ષાએ યુક્ત છે પરંતુ જે રીતે તેઓ માને છે કે એક ભવમાં કરાયેલ કર્મપ્રચય ઉત્તરના ભવમાં વિપાકને આપે છે તે પ્રમાણે એકભાવિક કર્ભાશયનો અર્થ કરવો ઉચિત નથી. ત્યાં કોઈ પાતંજલદર્શન તરફથી શંકા કરતા કહે છે –
[य.] व्याख्या-भवोपग्राहिकर्मणोऽप्यायुष्करूपस्यैकभविकत्वे कथं सप्तजन्मविप्रत्वप्रदकर्मविपाकोपपत्तिः ? इति चेत्, देवनारकयोरेकमेव भवग्रहणं पञ्चेन्द्रियतिर्यङ्मनुष्ययोः सप्ताष्टौ भवग्रहणानि, पृथ्वीकायिकादीनामसंख्येयानि कायस्थितिः इत्यादिसिद्धान्तोक्तक्रमेण तादृक् तादृशगतिजातिनामकर्मादिसञ्चयसध्रीचीनतादृशनवनवायुःपरम्परानुबन्धानेयमनुपपत्तिरस्माकम् । भवतां नैकमेव कर्म प्रारब्धतामश्नुते, किन्तु तत्तत्क्षणवर्तिबह्वल्पसुखदुःखहेतुगुरुलघुकर्मणामनेकेषां प्रायणकालोबुद्धवृत्तिकानां प्रारब्धतेत्येकत्र जन्मनि जन्मसप्तकभोगाकर्मस्यापत्तिरेव (इति अतः एक) जन्मकृतस्य तादृशकर्मप्रचयस्य प्रायणसप्तकेन "यं यं चापि स्मरन् भावं" [गीता. अ. ८, श्लो. ६] इत्यादिस्मृत्यनुरोधेन प्रायणसप्तककालोत्पादितदेहान्तरविषयान्तिमप्रत्ययैर्वा क्रमशो लब्धप्रारब्धताकस्य सप्तजन्मविप्रत्वोपपादकत्वाभ्युपगमे गतमैकभविककर्माशयप्रतिज्ञया, एवमनन्तभवविपाकिताया अपि वक्तुं शक्यत्वात् ।