________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વ્યાસઋષિનું ઉપરોક્ત કથનયુક્ત નથી તે બતાવવા માટે પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કહે છે -
૧૬૩
કેટલાક જીવોને અતિ નાની ઉંમરમાં બાલ્યભાવને બદલે બુદ્ધિમાન પુરુષ જેવું ફળ દેખાય છે. વળી તે જ જીવને પાછલી ઉંમરમાં કોઈક કર્મની અસરથી મૂર્ખ જેવો ભાવ પણ પ્રાપ્ત થાય છે, તેથી બાલ્યઅવસ્થામાં આવું ફળ મળે, યુવાવસ્થામાં આવું ફળ મળે અને વૃદ્ધાવસ્થામાં આવું ફળ મળે તેવા ફળ પ્રત્યે પૂર્વભવમાં બંધાયેલું કર્મપ્રચય કારણ કહીએ તો દરેક જીવોને બાલ્યઅવસ્થામાં સમાનરૂપે ફળ પ્રાપ્ત થવું જોઈએ, પરંતુ કોઈક જીવોને બાલ્યઅવસ્થામાં જ ઘણી બુદ્ધિ મળે છે અને પાછળથી મૂર્ખ પણ બને છે, તેથી ફળક્રમના વિપરીતપણાના દર્શનથી સ્વીકારવું જોઈએ કે, જે જે પ્રકારનું કાર્ય થાય છે તેને અનુરૂપ જુદા જુદા કર્યો છે અને તેને કારણે જે જીવને જ્યારે જે કર્મનો વિપાક પ્રાપ્ત થાય ત્યારે તે કર્મને અનુરૂપ ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ પૂર્વભવમાં બંધાયેલું કર્મ પ્રચય ઉત્તરભવના ફળપ્રચય પ્રત્યે સામાન્યથી કારણ છે એવો નિયમ સ્વીકારવો ઉચિત નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે, બુદ્ધિવિશેષવિષયપણાથી કર્મપ્રચય અને ફળપ્રચયનો અનુગમ કરીને અમે કાર્ય-કારણભાવ સ્વીકારશું, તેથી ફળપ્રચય પ્રત્યે કર્મપ્રચયને કારણ સ્વીકારવામાં કોઈ દોષની પ્રાપ્તિ થશે નહીં.
આશય એ છે કે, જે ભવમાં જીવને જે પ્રકારના ફળોની પ્રાપ્તિ છે, તે પ્રકારે જ પૂર્વભવમાં તે જીવે કર્મ બાંધેલું અને તે કર્મનો પ્રચય તે પ્રકારે પૂર્વ-અપરભાવરૂપે વ્યવસ્થિત છે એ પ્રકારે બુદ્ધિવિશેષના વિષયપણાથી કર્મપ્રચયને અને ફળપ્રચયને પરસ્પર કાર્ય-કારણભાવરૂપે સ્વીકારશું, તેથી કોઈક ઠેકાણે ફળક્રમનું વિપરીતપણું દેખાય છે તે દોષરૂપ થશે નહીં; કેમ કે તે જીવે તે પ્રકારે જ તે કર્મપ્રચય પૂર્વભવમાં કર્યો છે અર્થાત્ બાલ્ય અવસ્થામાં બુદ્ધિમાન થાય અને વૃદ્ધાવસ્થામાં મૂર્ખ થાય તે પ્રકારે જ તે કર્મપ્રચય તે જીવે પૂર્વભવે કરેલ તેથી તે પ્રમાણે ફળ પ્રાપ્ત થયું.
પૂર્વાપક્ષીના આ કથનનું નિરાકરણ કરતાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે - બુદ્ધિવિશેષવિષયત્વાદિ દ્વારા કર્મપ્રચય અને ફળપ્રચયનો અનુગમ કરીને કાર્યકારણભાવ સ્વીકાર કરાયે છતે ઘટપટાદિકાર્યના પ્રચયમાં પણ દંડ-વેમાદિની તે પ્રકારે કાર્યકારણભાવની વ્યાસમુનિને આવતી આપત્તિ ઃ
બુદ્ધિવિશેષના વિષયપણાથી કર્મપ્રચયને હેતુરૂપે સ્વીકારવામાં આવે અને જે પ્રકારે ઉત્તરભવમાં ફળ પ્રાપ્ત થાય છે તે પ્રકારે ફળપ્રચયને કાર્યરૂપે સ્વીકારવામાં આવે તો અર્થાત્ ઉત્તરના ભવમાં જે પ્રકારે કાર્ય થતું દેખાય છે તે કાર્યને બુદ્ધિવિશેષનો વિષય કરીને તે કાર્યના કારણરૂપે કર્મપ્રચયને હેતુ સ્વીકારવામાં આવે તો ઘટ-પટાદિ કાર્યપ્રચયમાં પણ દંડ-વેમાદિકારણપ્રચયનો કાર્ય-કારણભાવરૂપે સ્વીકાર કરી શકાય એ પ્રકારની આપત્તિ પૂર્વપક્ષીને પ્રાપ્ત થાય છે. અર્થાત્ ઘટ-પટાદિ અનેક પ્રકારના કાર્યનો પ્રચય વિદ્યમાન હોય તે સર્વ કાર્યપ્રચય પ્રત્યે દંડ-વેમાદિ કારણનો સમૂહ સામાન્યથી કારણ છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે.