________________
૧૬૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી છે, તેથી જ્ન્માંતરરૂપ સંકરાદિનો પ્રસંગ નથી. નંદીશ્વર, નહુષાદિને પણ આયુષ્યનો સંકર સ્વીકાર કરાયે છતે જન્મસંકર દુર્નિવાર છે.
પાતંજલમતાનુસાર નંદીશ્વર, નહુષાદિને ઈશ્વરની ઉપાસનાદિથી એક ભવમાં વિશિષ્ટ જાતિઆદિનો લાભ સ્વીકારે છે તે રૂપ આયુષ્યનો સંકર ઇષ્ટ નથી. તે બતાવવા અર્થે કહે છે –
પ્રાયણ વગર=આ ભવના દેહના ત્યાગ વગર, આયુષ્યર્માંતરનો ઉદ્બોધ નથી=વર્તમાનભવના આયુષ્યકર્મથી અન્ય આયુષ્યર્મનો ઉદ્બોધ નથી, અને જો નંદીશ્વરાદિને શરીરાંતરના પરિણામમાં પ્રાયણનો અભ્યપગમ કરાયે છતે-પાતંજ્લદર્શનકાર વડે સ્વીકાર કરાયે છતે જ્ન્માંતર વક્તવ્ય છે= નંદીશ્વરાદિને જ્ન્માંતરની પ્રાપ્તિ સ્વીકારવી જોઈએ.
રૂતિ શબ્દ ભાષ્યના વક્તવ્યમાં આવતા દોષોની સમાલોચનાના વક્તવ્યની સમાપ્તિસૂચક છે. વ્યાસરચિત ભાષ્યના કથનની સમાલોચનાનું નિગમન પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કરે છે –
તે કારણથી=ભાષ્યના રચયિતા વ્યાસમુનિનું વચન અસંબદ્ધ છે એમ પૂર્વમાં બતાવ્યું તે કારણથી, વૈક્રિયશરીરના લાભસદેશ આ=નંદીશ્વરાદિના વિશિષ્ટ આયુષ્યનો લાભ, એક જન્મમાં બે આયુષ્યનો આક્ષેપ કરતો નથી, એથી મિથ્યાર્દષ્ટિના સંઘટ્ટ વડે સર્યું=મિથ્યાર્દષ્ટિ એવા વ્યાસમુનિના પદાર્થના યોજન વડે સર્યું.
ભાવાર્થ:
પૂર્વાપરભાવ વ્યવસ્થિત જન્માંતરીય પ્રચયનું કોઈક વખત ફળક્રમના વિપરીતપણાનું દર્શન હોવાથી તેવા પ્રકારનાં ઉત્તર જન્મના ફળના ભોગમાં હેતુપણું દુર્વચ :
પાતંજલયોગસૂત્ર ૨-૧૩ ઉપર વ્યાસમુનિના ભાષ્યમાં કહેલ છે કે, દરેક જીવો પૂર્વના ભવમાં આ ભવ યોગ્ય કર્મ બાંધે છે અને પૂર્વભવમાં તે કર્મો તે રૂપે જ બાંધે છે કે પ્રથમ આ કર્મ ઉદયમાં આવે પછી અન્યકર્મ ઉદયમાં આવે તેથી પૂર્વ-અપરભાવરૂપે વ્યવસ્થિત એવું જન્માંતરમાં વિપાક આપે તેવું કર્મપ્રચય દરેક જીવો દરેક ભવમાં બાંધે છે અને તે કર્મપ્રચય પ્રમાણે તેવા પ્રકારનો ઉત્તર જન્મમાં ફળભોગ થાય છે, તેથી ઉત્તર જન્મના ફળભોગ પ્રત્યે પૂર્વભવમાં તે પ્રકારે બંધાયેલા કર્મનો પ્રચય કારણ છે એ વચન દુર્વચ છે; કેમ કે કોઈક વખત ફળક્રમનું વિપરીતપણું પણ દેખાય છે.
આશય એ છે કે, પાતંજલયોગસૂત્ર ઉપર ભાષ્યના રચયિતા વ્યાસઋષિના વચનાનુસાર તે તે ફળ પ્રત્યે તે તે કર્મ કારણ નથી પરંતુ જીવ દરેક ભવમાં ઉત્તર જન્મને અનુકૂળ જન્મથી માંડીને મૃત્યુ સુધી વિપાક આપે તેવા કર્મપ્રચય બાંધે છે અને તે આખો કર્મપ્રચય ઉત્તરના જન્મના ફળ પ્રચય પ્રત્યે કારણ છે અને તેને સ્થાપન કરવા માટે વ્યાસઋષિ કહે છે કે, પૂર્વભવમાં જે કર્મપ્રચય બંધાયેલો તે ઉત્તરભવમાં “પ્રથમ આ પ્રકારે ઉદયમાં આવશે, પછી આ પ્રકારે ઉદયમાં આવશે’ તે ક્રમથી જ ઉત્તરના ભવની પ્રાપ્તિ થાય છે, માટે તે તે કાર્ય પ્રત્યે તે તે કર્મ કારણ નથી, પરંતુ આખો કર્મનો પ્રચય ઉત્તરભવના ફળપ્રચય પ્રત્યે સામાન્યથી કારણ છે.