________________
૧૫૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ विपाकः-फलं जात्यायु गा भवन्ति, जातिर्मनुष्यत्वादिः आयुश्चिरकालमेकशरीरसम्बन्धः, भोगा विषया, इन्द्रियाणि, सुखसंविद् दुःखसंविच्च कर्मकरणभावसाधनव्युत्पत्त्या भोगशब्दस्य । इदमत्र तात्पर्यम्-चित्तभूमावनादिकालसञ्चिताः कर्मवासना यथा यथा पाकमुपयान्ति तथा तथा गुणप्रधानभावेन स्थिता जात्यायुर्भोगलक्षणं स्वकार्यमारभन्ते
ટીકાર્ય :
મૂત્ર ..... મો: શબ્દસ્થ મૂલ કહેવાયેલા લક્ષણવાળા=પાતંજલયોગસૂત્ર ૨-૩થી ૨-૯ સુધીમાં કહેવાયલા સ્વરૂપવાળા, ક્લેશો છે અને તે ક્લેશો અનભિભૂત હોતે છતે કુશલ અને અકુશલરૂપ કર્મોનો વિપાક્કફળ, જાતિ, આયુષ્ય અને ભોગરૂપ થાય છે.
મનુષ્યત્વાદિ જાતિ છે, ચિરકાળ સુધી લાંબાકાળ સુધી, એક શરીરનો સંબંધ આયુષ્ય છે, વિષયો, ઇન્દ્રિયો, સુખનું સંવેદન અને દુખનું સંવેદન ભોગો છે; કેમ કે ભોગ શબ્દની કર્મ, કરણ અને ભાવ સાધન અર્થમાં વ્યુત્પત્તિ છે અર્થાત્ ભોગ શબ્દની કર્મસાધન વ્યુત્પત્તિ ગ્રહણ કરીએ તો ભોગ શબ્દથી વિષયોની પ્રાપ્તિ થાય છે, જેમ મુખ્ય યત્તત્ મોડા:' એ પ્રમાણે વ્યુત્પત્તિથી ભોગ શબ્દથી ભોગના વિષયની પ્રાપ્તિ છે. કરણસાધન વ્યુત્પત્તિ ગ્રહણ કરીએ તો ભોગ શબ્દથી ઇન્દ્રિયોની પ્રાપ્તિ થાય છે જેમ મુખ્યત્વે મનેન તિ મો:' એ પ્રમાણે વ્યુત્પત્તિથી ભોગ શબ્દથી ભોગનું સાધન ઇન્દ્રિય પ્રાપ્ત થાય છે. અને ભાવસાધન વ્યુત્પત્તિ ગ્રહણ કરીએ તો ભોગ શબ્દથી સુખની સંવત્ કે દુ:ખની સંવિત પ્રાપ્ત થાય છે. જેમાં મુખ્યત્વે ડ્રતિ મો:' એ પ્રકારની વ્યુત્પત્તિથી ભોગ શબ્દથી સુખદુ:ખરૂપ ભોગનું ગ્રહણ થાય છે.
રૂપત્ર તાત્પર્યમ્ - અહીં આ તાત્પર્ય છે –
ચિત્તધૂપ .... મારમને ચિત્તભૂમિમાં અનાદિકાળથી સંચિત કર્મવાસના જે જે પ્રકારે પાકને પામે છે, તે તે પ્રકારે ગૌણ-પ્રધાનભાવથી રહેલ કર્મવાસના જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ સ્વકાર્યનો આરંભ કરે છે. l૨-૧૩ll
ભાવાર્થ :
કમશયની સ્વભેદથી ભિન્નફળની પ્રાપ્તિ :
પાતંજલદર્શનાનુસાર ચિત્તમાં ક્લેશો અનભિભૂત હોય ત્યારે અભિભૂત થયેલ ન હોય ત્યારે, કુશળ અને અકુશળ કર્મોની જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળપ્રાપ્તિ થાય છે.
આનાથી એ ફલિત થાય છે કે, જે જીવોએ ક્લેશોનો નાશ કર્યો છે તે જીવો વીતરાગ છે અને વીતરાગને નવા જન્મની પ્રાપ્તિ નથી તેથી જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ કુશળ અને અકુશળ કર્મોનું ફળ તેઓને થતું નથી. પરંતુ જેમનામાં ક્લેશો વિદ્યમાન છે તેઓ નવા જન્મને પ્રાપ્ત કરે