________________
૧૫૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
જન્મને સ્વીકારી શકાય નહીં) તે કારણથી=ન્મશબ્દથી પ્રથમ ક્ષણ સ્વીકારવામાં આવે તો પૂર્વમાં બતાવેલ દોષ આવે છે તે કારણથી, જન્મપદ ગતિ-જાત્યાદિનામકર્મકૃત જીવપર્યાયનું ઉપલક્ષણ છે અને ગત્યાદિભોગત્વાવચ્છિન્નમાં ગતિ આદિ નામકર્મની પ્રકૃતિઓનું પૃથક્ પૃથક્ કારણપણું અવશ્ય સ્વીકારવું જોઈએ. અન્યથા-ગત્યાદિ નામકર્મને પૃથક્ કારણ ન સ્વીકારીએ તો, સંકરની આપત્તિ છે.
આયુપિ... અમ્યુપામનીયમ્, આયુષ્ય પણ મનુષ્યાદિ આયુષ્યના ભેદથી જીવનપર્યાયસ્વરૂપ ચાર પ્રકારનું ફળભૂત છે=આયુષ્યર્ક્સ કારણ છે અને જીવનપર્યાયરૂપ ચાર પ્રકારનું ફળ એ આયુષ્યકર્મનું ફળ છે અને તેનું જન=ચાર પ્રકારના જીવન પર્યાયનું નક, આયુષ્યકર્મ પણ ચાર પ્રકારનું અવશ્ય સ્વીકારવું જોઈએ.
*****
भोगपदेन . સિદ્ધાત્ । ભોગપદથી અવશેષ=બાકીના, કર્મષટ્ક્કું ફળ ઉપલક્ષણીય છે; કેમ કે જ્ઞાનાવરણાદિ ફળમાં જ્ઞાનાવરણીયાદિનું પૃથક્પૃથક્ કારણપણાનું અન્વય-વ્યતિરેકથી સિદ્ધપણું છે.
ભાવાર્થ :
પાતંજલદર્શનકારને જાતિ, આયુષ્ય અને ભોગથી અતિરિક્ત ગંગામરણને પણ કર્મના વિપાકરૂપે માનવાની આપત્તિ :
‘સર્વ વાક્યો સાવધા૨ણ હોય છે’ એ નિયમ પ્રમાણે, “મૂળ હોતે છતે તેનો વિપાક જાતિ, આયુષ્ય અને ભોગો છે” એ કથનમાં પાતંજલામતાનુસાર અવધારણની પ્રાપ્તિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, કર્મનો વિપાક જાતિ, આયુષ્ય અને ભોગરૂપ જ છે, અન્ય નથી તે કથનમાં પૂજ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે
જાતિ, આયુષ્ય અને ભોગો વિપાક છે એ પ્રકારે અવધારણ અનુપપત્ર=અસંગત, છે કેમ અવધારણ અનુપપન્ન છે ? તેમાં હેતું કહે છે -
1
પાતંજલમતાનુસાર કોઈ પુરુષ પોતાને ગંગામાં મરણની પ્રાપ્તિ થાય તે ઉદ્દેશથી ત્રણ સંધ્યામાં સ્તવપાઠ આદિ કરે, તેનાથી બંધાયેલું અદૃષ્ટ તે પુરુષને ગંગામાં મરણની પ્રાપ્તિ રૂપ ફળ આપે છે, તે એ પ્રકારે તેમના શાસ્ત્રનું વચન છે, તેથી આયુષ્યની જેમ મરણ પણ કર્મના વિપાકરૂપે પ્રાપ્ત થાય માટે જાતિ, આયુષ્ય, ભોગ અને ગંગામાં મરણ એમ ચાર કર્મના કાર્યો હોવાથી જાતિ, આયુષ્ય અને ભોગ એ ત્રણ જ કર્મના કાર્યો છે. એમ કહી શકાય નહીં.
આયુષ્યથી જન્મનો ઉપસંગ્રહ થતો હોવાથી આયુષ્યથી અતિરિક્ત જન્મરૂપ જાતિનો સ્વીકાર અનુચિત હોવાથી પાતંજલદર્શનકારને અભિમત જન્મઅર્થમાં જાતિવાચક પદ જૈનદર્શનકારને અભિમત ગતિજાતિ આદિ નામકર્મકૃત જીવના પર્યાયનું ઉપલક્ષણ :
વળી અન્ય દોષ આપતાં બતાવે છે
જન્મ એ આદ્યક્ષણના સંબંધરૂપ છે=જીવ જે ભવમાં આવે છે તે ભવની પ્રથમ ક્ષણ સાથે તેનો સંબંધ થયો તે જન્મ છે, તે જન્મ તે ભવના આયુષ્યની પ્રાપ્તિ દ્વારા પૂર્વમાં કરાયેલો કર્મનો વિપાક