________________
૧૫૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૨-૧૩ ફળ બતાવવા માટે ‘દુષ્ટ-અષ્ટજન્મવેદનીય' વિશેષણ આપેલ છે.
જે કર્મો કર્યા પછી આ જન્મમાં જ ફળનો અનુભવ થાય તે દષ્ટજન્મવેદનીય કહેવાય, અને જે કર્મો કર્યા પછી જન્માંતરમાં તેના ફળનો અનુભવ થાય તે અદષ્ટજન્મવેદનીય કહેવાય.
દૃષ્ટજન્મવેદનીય અને અદૃષ્ટજન્મવેદનીય કર્મના ફળને સ્પષ્ટ કરે છે –
કોઈ પુરુષ તીવ્રસંગથી દેવતા આરાધનાદિ કર્મો કરે તો તેનાથી પ્રાપ્ત થયેલા પુણ્યકર્મો આ જન્મમાં જ જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળ આપે છે. જેમ-નંદીશ્વર નામના કોઈક પુરુષે ભગવાન મહેશ્વરની આરાધના કરી તેના બળથી તે નંદીશ્વરને આ ભવમાં જ પૂર્વ કરતાં વિશિષ્ટ જાતિ, વિશિષ્ટ આયુષ્ય અને વિશિષ્ટ ભોગની પ્રાપ્તિ થઈ અર્થાત્ મનુષ્યપણાનો ત્યાગ કરીને દેવપણાની પ્રાપ્તિ કરવાથી જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળો વિશિષ્ટ પ્રાપ્ત થયા.
એ રીતે અન્ય એવા વિશ્વામિત્રને તપના પ્રભાવથી માત્ર જાતિ અને આયુષ્યરૂપે બે ફળોની પ્રાપ્તિ આ ભવમાં થઈ. વળી કેટલાક જીવો એવા પ્રકારનું પુણ્યકર્મ કરે તો માત્ર વિશિષ્ટ જાતિરૂપ ફળ મળે છે. આ પ્રમાણે પાતંજલમતાનુસાર કર્મના ફળની વ્યવસ્થા બતાવી.
વળી કોઈ તીવ્ર ક્લિષ્ટભાવથી દુષ્ટકર્મ કરે તો નહુષાદિની જેમ જાત્યંતરાદિ પરિણામ થાય અર્થાત્ નહુષ નામનો ઇન્દ્ર તીવ્ર પરિણામથી ક્લિષ્ટકર્મ કરીને પશુભાવને પામે છે, તો વળી ઉર્વશી કાર્તિકેયવનમાં દુષ્ટકર્મ કરવાના કારણે લત્તારૂપે બને છે.
આ રીતે પોતાના શુભ-અશુભ કૃત્ય અનુસાર કોઈને એક ફળ મળે છે તો કોઈને ત્રણે પણ ફળો મળે છે, એ પ્રકારે યથાયોગ યોજન કરવું. ll૨-૧૨ાા અવતરણિકા :
इदानी कर्माशयस्य स्वभेदभिन्नं फलमाह - અવતરણિતાર્થ :
હવે કર્ભાશયના સ્વભેદથી પ્રાપ્ત થયેલા એવા ભિન્ન ફળને બતાવે છે – સૂત્રઃ
સતિ મૂળે તદ્વિપ નાત્યાયુ : iાર-રૂા. સૂત્રાર્થ :
મૂળ હોતે છતે કર્ભાશયનું મૂળ એવો ક્લેશ હોતે છd, જાતિ, આયુષ્ય અને ભોગરૂપે તેનો વિપાક છેઃકર્મનો વિપાક છે. ll૨-૧૩ ટીકા :
'सतीति'-मूलमुक्तलक्षणा: क्लेशाः, तेष्वनभिभूतेषु सत्सु कर्मणां कुशलाकुशलरूपाणां