________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૧-૧૨
આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે
ચિત્તના પરિકર્મના અભ્યાસમાત્રથી જ તે ક્લેશોની નિવૃત્તિ થાય છે; કેમ કે તે ક્લેશો સ્થૂલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે ક્લેશો સંસારના નિમિત્તોથી વર્તમાનમાં ચિત્તની ભૂમિમાં વર્તે છે તે સ્થૂલ હોવાથી યોગના અર્થી એવા વિચારક પુરુષો તેને જોવા માટે યત્ન કરે તો પોતાના ચિત્તમાં વર્તતા તે ક્લેશોને તેઓ જોઈ શકે છે, તેથી તે ક્લેશો સ્થૂલ છે અને ચિત્તને પરિકર્મ કરનાર મહાત્માના અભ્યાસમાત્રથી તે સ્થૂલ ક્લેશો નાશ પામે છે. જેમ પ્રથમ સમાધિપાદમાં ચિત્તના પરિકર્મના અનેક ઉપાયો બતાવ્યા. તેમાંથી કોઈ પણ ઉચિત ઉપાયને ગ્રહણ કરીને યોગી વીતરાગવિષય ચિત્તને એકાગ્ર કરે તો અવીતરાગભાવનાથી ભાવિત ચિત્તને કારણે ઉત્થિત થયેલા ક્લેશો નિર્વતન પામે છે. આ કથનને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
જેમ-વસ્ત્રાદિમાં સ્થૂલ મળ હોય હોય તેને પ્રક્ષાલન કરવામાત્રથી તે સ્થૂલ મળ દૂર થાય છે, તેમ સ્થૂલ ક્લેશો ચિત્તના પરિકર્મના અભ્યાસમાત્રથી દૂર થાય છે, અને જેમ વસ્ત્રમાં સૂક્ષ્મ મળ હોય તો તેને દૂર કરવા માટે તાપન વગેરે તે તે ઉપાયો કરવા પડે છે, તેમ ચિત્તમાં વર્તતા સૂક્ષ્મ ક્લેશોના નિવર્તન માટે સવિતર્કાદિ સમાધિઓમાં ક્રમસર યત્ન કરીને અંતે સાસ્મિતસમાધિ પ્રકર્ષવાળી થાય છે ત્યારે તે સૂક્ષ્મ ક્લેશો નિવર્તન પામે છે. II૨-૧૧
અવતરણિકા :
एवं क्लेशानां तत्त्वमभिधाय कर्माशयस्याभिधातुमाह
૧૫૩
અવતરણિકાર્ય :
આ રીતે=પાતંલયોગસૂત્ર ૨-૩થી અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, ક્લેશોના તત્ત્વને=ક્લેશોના સ્વરૂપને, ક્લીને ર્ભાશયને હેવા માટે ક્યે છે
સૂત્રઃ
क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः ॥२- १२ ॥
સૂત્રાર્થ :
ક્લેશમૂળવાળો દૃષ્ટ-અદૃષ્ટ જન્મવેદનીય એવો કર્માશય છે. II૨-૧૨॥
ટીકા ઃ
'क्लेशेति'-कर्माशय इत्यनेन तस्य स्वरूपमभिहितम्, यतो वासनारूपाण्येव कर्माणि, क्लेशमूल इत्यनेन कारणमभिहितम्, यतः कर्मणां शुभाशुभानां क्लेशा एव निमित्तम्, दृष्टादृष्टजन्मवेदनीय इत्यनेन फलमुक्तम्, अस्मिन्नेव जन्मनि अनुभवनीयो दृष्टजन्मवेदनीयः, जन्मान्तरानुभवनीयोऽदृष्टजन्मवेदनीयः । तथाहि कानिचित्पुण्यानि कर्माणि देवताराधनादीनि