________________
૧૫૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૧ અવતરણિકા :
स्थूलानां हानोपायमाह - અવતરણિકાઈ:
સ્થૂલ એવા ક્લેશોના પાનનો ત્યાગના, ઉપાયને બતાવે છે – સૂત્ર :
ધ્યાનદયાપ્તવૃત્તય: ર-૧૬
સૂત્રાર્થ :
તેઓની વૃત્તિઓ=ફ્લેશોની વૃત્તિઓ, ધ્યાનથી હેય છે. રિ-૧૧|| ટીકા : _ 'ध्यानेति'-तेषां क्लेशानामारब्धकार्याणां याः सुखदुःखमोहात्मिका वृत्तयस्ता ध्यानेनैव चित्तैकाग्रतालक्षणेन हेया हातव्या इत्यर्थः, चित्तपरिकर्माभ्यासमात्रेणैव स्थूलत्वात् तासां निवृत्तिर्भवति, यथा वस्त्रादौ स्थूलो मलः प्रक्षालनमात्रेणैव निवर्तते, यस्तु तत्र सूक्ष्मः स तैस्तैरुपायैरुत्तापनप्रभृतिभिरेव निवर्तयितुं शक्यते ॥२-११॥ ટીકાઈ:
તેષાં શક્યતે | તેઓન=આરબ્ધ કાર્યવાળા એવા ક્લેશોની, જે સુખ, દુ:ખ અને મોહસ્વરૂપ વૃત્તિઓ છે તે ચિત્તની એકાગ્રતાસ્વરૂપ ધ્યાનથી હેય છે ત્યાગ કરવા યોગ્ય છે. ચિત્તના પરિકર્મના અભ્યાસમાત્રથી જ સ્કૂલપણું હોવાને કારણે તેઓની=ફ્લેશોની, નિવૃત્તિ થાય છે.
જે પ્રમાણે – વસ્ત્રાદિમાં સ્થૂલ મલ પ્રક્ષાલનમાત્રથી નિવર્તન પામે છે. વળી જે ત્યાં વસ્ત્રમાં, સૂક્ષ્મ મલ છે તે ઉત્તાપન વગેરે જ તે તે ઉપાયો વડે નિર્વતન કરી શકાય છે. li૨-૧૧|| ભાવાર્થ : સ્થૂલ એવા ક્લેશોના ત્યાગનો ઉપાયઃ ક્લેશોની વૃત્તિઓ ધ્યાનથી હેય ત્યાગ કરવા યોગ્ય :
જે ક્લેશો વર્તમાનમાં પોતાનું કાર્ય કરી રહેલા છે, તે ક્લેશોની વૃત્તિઓ ચિત્તમાં વર્તમાનમાં વર્તે છે, તેવા ક્લેશોનો નાશ કરવા માટે યોગીએ ક્લેશના નાશના ઉપાયભૂત એવી યોગની પ્રવૃત્તિ ચિત્તની એકાગ્રતાપૂર્વક કરવી જોઈએ, તેથી એ ક્લેશો નાશ પામે છે.
જેમ-કોઈ સાધક યોગી સૂત્ર અને અર્થમાં એકાગ્રતાપૂર્વક ચિત્તને પ્રવર્તાવે તો તે વખતે સંસારના નિમિત્તોને પામીને જે ક્લેશની વૃત્તિઓ વર્તતી હતી તે નાશ પામે છે.