________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૦
અવતરણિકા :
तदेवं व्युत्थानस्य क्लेशात्मकत्वादेकाग्रताभ्यासकामेन प्रथमं क्लेशाः परिहर्तव्याः, न चाज्ञातानां तेषां परिहारः कर्तुं शक्य इति तज्ज्ञानाय तेषामुद्देशं क्षेत्रं विभागं लक्षणं चाभिधाय स्थूलसूक्ष्मभेदभिन्नानां तेषां प्रहाणोपायविभागमा ह
૧૫૦
અવતરણિકાર્ય :
તે આ પ્રમાણે=પાતંજ્વયોગસૂત્ર ૨-૪માં ઉદાર ક્લેશોનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે, વ્યુત્થાનદશામાં સદા યોગના પરિપંથી ઉદાર ક્લેશો હોય છે એ પ્રમાણે, વ્યુત્થાનનું ક્લેશાત્મકપણું હોવાથી એકાગ્રતાના અભ્યાસની કામનાવાળા એવા યોગીએ પ્રથમ ક્લેશોનો પરિહાર કરવો જોઈએ-વ્યુત્થાનદશામાં ઉદાર ક્લેશો ચિત્તમાં વર્તે છે તેનો પરિહાર કરવો જોઈએ, અને વ્યુત્થાનદશામાં વર્તતા અજ્ઞાત એવા તેઓનો=ક્લેશોનો, પરિહાર કરવા માટે શક્ય નથી, તેથી તેના જ્ઞાન માટે=ક્લેશોના જ્ઞાન માટે, તેઓનો-ક્લેશોનો ઉદ્દેશ=પાતંજલયોગસૂત્ર ૨-૩માં ક્લેશોનો ઉદ્દેશ, પાતંજલયોગસૂત્ર ૨-૪માં ક્ષેત્ર અને વિભાગ, અને પાતંલયોગસૂત્ર ૨-૫થી ૯માં ક્લેશોનું લક્ષણ કહીને સ્થૂલ અને સૂક્ષ્મ ભેદથી ભિન્ન એવા તેઓના=ક્લેશોના, નાશના ઉપાયના વિભાગને ક્યે છે –
સૂત્રઃ
તે પ્રતિપ્રવહેવા: સૂક્ષ્માઃ ।।૨-૦૫
સૂત્રાર્થ :
તે સૂક્ષ્મક્લેશો અર્થાત્ જે વાસનારૂપે જ રહેલા છે તે સૂક્ષ્મલેશો પ્રતિપ્રસવથી= પ્રતિલોમપરિણામથી, હેય છે=ત્યાગ કરવા યોગ્ય છે. II૨-૧૦||
ટીકા :
'ते इति' - ते सूक्ष्माः क्लेशा ये वासनारूपेणैव स्थिता न वृत्तिरूपं परिणाममारभन्ते ते प्रतिप्रसवेन=प्रतिलोमपरिणामेन, हेया: = त्यक्तव्याः, स्वकारणास्मितायां कृतार्थे सवासनं चित्तं यदा प्रविष्टं भवति तदा कुतस्तेषां निर्मूलानां सम्भवः ॥२- १०॥
ટીકાર્થઃ
તે.
*****
, સમ્ભવ: ।। તે સૂક્ષ્મ ક્લેશો જે વાસનારૂપે જ રહેલા છે, વૃત્તિરૂપ પરિણામને આરંભ કરતા નથી તે ક્લેશોને પ્રતિપ્રસવથી=પ્રતિલોમપરિણામથી, હેય=ત્યાગ કરવા જોઈએ.
આનાથી શું ફલિત થાય છે તે બતાવે છે –
સાસ્મિતસમાધિ કૃતાર્થ હોતે છતે વાસનાસહિત ચિત્ત=સાસ્મિતસમાધિના ભાવોથી વાસિત થયેલું