________________
૧૪૮ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫-૬-૭-૮-૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી બીજા વિકલ્પમાં પાતંજલદર્શનકારને દૃષ્ટિસૃષ્ટિવાદની આપત્તિ :
(૨) બુદ્ધિસંબંધી જે દશ્ય એવા ઘટાદિ પદાર્થો અને દરૂપ બુદ્ધિ તેના ઐક્યની પ્રાપ્તિ અસ્મિતા છે તેમ સ્વીકારાયે છતે અર્થાત્ પ્રકૃતિમાંથી જે બુદ્ધિ ઉત્પન્ન થયેલ છે તેમાં જે ઘટપટાદિ પદાર્થોનું પ્રતિબિંબ પડે છે તેથી દશ્ય એવા ઘટાદિ પદાર્થો અને દરૂપ બુદ્ધિ એક છે તે અસ્મિતા છે એમ પાતંજલદર્શનકાર વડે સ્વીકારાયે છતે દષ્ટિ-સૃષ્ટિવાદની પ્રાપ્તિરૂપ દોષ પ્રાપ્ત થાય છે.
તે આ પ્રમાણે – વેદાંતવાદી બ્રહ્માદ્વૈત માને છે, તેથી કહે છે કે, એક બ્રહ્મ સત્ય છે સર્વ જગતુ મિથ્યા છે. આ રીતે બ્રહ્મસ્વરૂપ જગતને સ્થાપ્યા પછી દષ્ટ વ્યવસ્થાની સંગતિ અર્થે તેઓ કહે છે કે, સંસારી જીવો પારમાર્થિક બ્રહ્મના અંશો છે અને તેઓ સાધના કરીને મુક્ત થાય છે ત્યારે પરમબ્રહ્મમાં વિલય પામે છે. વળી સંસારી જીવો જે બ્રહ્મના અંશરૂપ છે તેઓને જ્યારે જ્યારે ઘટપટાદિ બાહ્યપદાર્થોનું જ્ઞાન થાય છે ત્યારે ત્યારે તે ઘટ-પટાદિ દશ્યોની સૃષ્ટિ થાય છે અને જયારે
જ્યારે ઘટ-પટાદિનું જ્ઞાન હોય છે ત્યારે ત્યારે જ તેનું સત્ત્વ હોય છે અન્યદા હોતું નથી, તેથી સંસારી જીવોને જ્યારે જ્યારે ઘટ-પટાદિના જ્ઞાનરૂપ દૃષ્ટિ છે ત્યારે ત્યારે જ ઘટ-પટાદિની સૃષ્ટિ છે, એ પ્રકારનો દૃષ્ટિ-સૃષ્ટિવાદનો મત છે.
આ મત પ્રમાણે ચૈતન્યથી અતિરિક્ત અજ્ઞાત એવા પદાર્થોનું સત્ત્વ નથી, પરંતુ જ્ઞાત જે પદાર્થોનું સત્ત્વ છે, તેથી જ્ઞાત એવો ઘટ જ સત્ છે. જ્યારે ઘટ જ્ઞાનનો વિષય નથી ત્યારે તેનું અસ્તિત્વ પણ સ્વીકારાતું નથી. જે પ્રમાણે-સ્વપ્નમાં જ્ઞાત થયેલા ઘટાદિ પદાર્થો સત્ત્વરૂપે પ્રતીત થાય છે અને સ્વપ્ન વિલીન થયે છતે એ ઘટ-પટાદિ પદાર્થો વિલીન થાય છે. એ રીતે જાગૃત અવસ્થામાં જ્ઞાત થયેલા ઘટ-પટાદિ પદાર્થો સભાવને પામે છે અને બુદ્ધિ વિલીન થયે છતે તે ઘટ-પટાદિ પદાર્થો પણ વિલીન થાય છે અને અજ્ઞાત પદાર્થોની પ્રતીતિ સ્વપ્નના જેવી જાણવી અર્થાત્ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્મૃતિ થાય છે કે ત્યારે મેં ઘટને જાણેલો અત્યારે ઘટ નથી તેમ જાગૃત અવસ્થામાં પણ પુરોવર્તી ઘટાદિ દેખાય છે ત્યારે ઘટાદિ પદાર્થોની સૃષ્ટિ છે અને જયારે ઘટાદિ દેખાતા નથી ત્યારે તે ઘટાદિ પદાર્થોનું સ્મરણ છે.
આ રીતે આ મતમાં દેશ્ય એવા ઘટાદિની અને દૃષ્ટિના=જ્ઞાનના ઐક્યની પ્રાપ્તિ સ્વીકારાય છે, તેથી જો પાતંજલદર્શનકાર રંગૂની બુદ્ધિની અને દશ્ય એવા ઘટાદિની એકતારૂપ અસ્મિતા સ્વીકારે તો દૃષ્ટિ-સૃષ્ટિવાદના સ્વીકારની આપત્તિ આવે, તેથી પાતંજલદર્શનકારને વેદાંતદર્શનના સ્વીકારની આપત્તિ પ્રાપ્ત થાય.
સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે, શુદ્ધ બ્રહ્મસ્વરૂપ આત્મા છે, તેના અંશરૂપ સંસારી જીવો છે અને સંસારી જીવોને ઘટ-પટાદિનું જ્ઞાન થાય છે ત્યારે ઘટ-પટાદિનું સર્જન થાય છે, તેથી વેદાંતમતાનુસાર બ્રહ્મથી અતિરિક્ત જગતમાં કાંઈ જ નથી. ફક્ત શુદ્ધ એક બ્રહ્મસ્વરૂપ જ જગત્ તેઓ માને છે અને સંસારી જીવો શુદ્ધ બ્રહ્મના અંશો છે અને તેઓની દર્શનશક્તિરૂપ દૃષ્ટિથી ઘટ-પટાદિરૂપ સૃષ્ટિનું સર્જન