________________
૧૪૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫-૬-૭-૮-૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી થાય છે, પરમાર્થથી તો બુદ્ધિથી દેખાતા ઘટ-પટાદિનું બ્રહ્મ સાથે ઐક્ય છે. તેમ પાતંજલદર્શનકાર બુદ્ધિથી દેખાતા દશ્યોને બુદ્ધિ સાથે ઐક્ય સ્વીકારરૂપ અસ્મિતા સ્વીકારે તો દષ્ટિ-સૃષ્ટિવાદના સ્વીકારની આપત્તિ પ્રાપ્ત થાય. ત્રીજા વિકલ્પમાં અસ્મિતાનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ :
(૩) અસ્મિતાને અહંકારના અને મમકારના બીજરૂપ પાતંજલદર્શનકાર સ્વીકારે તો તે અસ્મિતાનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ થાય છે, પરંતુ રાગ-દ્વેષથી પૃથર્ અસ્મિતા સિદ્ધ થતી નથી.
આશય એ છે કે, દેહમાં “હું છુંએ બુદ્ધિરૂપ અહંકાર અને પોતાની ધનાદિની સામગ્રી મારી છે એ રૂપ મમકાર જીવમાં થાય છે તેનું કારણ અસ્મિતા છે, તેમ પાતંજલદર્શનકાર સ્વીકારે તો તે અસ્મિતા રાગ-દ્વેષમાં જ અંતર્ભાવ પામે છે. રાગ-દ્વેષરૂપ ક્લેશોનો કષાયમાં જ અંતર્ભાવ : - રાગ-દ્વેષસ્વરૂપ લેશો કષાયના જ ભેદો છે અર્થાત્ પતંજલિઋષિએ જે રાગ-દ્વેષરૂપ ક્લેશો કહ્યા છે તે ક્રોધાદિ ચાર કષાયોના ભેદોથી પૃથફ નથી. અભિનિવેશનો ભય સંજ્ઞામાં અંતર્ભાવ અને અભિનિવેશરૂપ ભયસંજ્ઞા આહારાદિસંજ્ઞાનું ઉપલક્ષણ :
પતંજલિઋષિ જેને અભિનિવેશ કહે છે તે અર્થથી ભયસંજ્ઞારૂપ જ છે અને અભિનિવેશરૂપ ભયસંજ્ઞા અન્ય આહારસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાનું ઉપલક્ષણ છે; કેમ કે વિદ્વાન પુરુષને પણ જેમ મરણના ભયરૂપ અભિનિવેશ લેશ વર્તે છે તેમ આહારાદિમાં પણ અભિનિવેશ વર્તે છે.
જે વિદ્વાનો સાધના કરીને અપ્રમત્તગુણસ્થાનકમાં વર્તે છે તેઓને દશેય સંજ્ઞાનું વિખંભણ વર્તે છે, તેથી કોઈ ઠેકાણે આ અભિનિવેશ નથી અર્થાત્ મૃત્યુનો પણ ભય નથી અને આહારનો પણ અભિનિવેશ નથી, મૈથુનનો પણ અભિનિવેશ નથી અને પરિગ્રહનો પણ અભિનિવેશ નથી. સંજ્ઞા એ મોહનો અભિનિવેશ છે સર્વે ક્લેશો મોહના ઉદયથી થનારા ભાવો હોવાથી મોહના ક્ષયથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ :
સંજ્ઞા એ મોહનો અભિનિવેશ છે=મોહના ઉદયને કારણે તે પ્રકારના ભાવો કરવાના જીવના પરિણામરૂપ છે. આથી જ મોહના ઉદયથી સંસારી જીવોને મૃત્યુનો ભય થાય છે કે આહારાદિની ઇચ્છા થાય છે. આ સંજ્ઞા મોહથી અભિવ્યક્ત થતું ચૈતન્ય છે, એથી કરીને સર્વ પણ ક્લેશો પાતંજલદર્શનકારે સ્વીકારેલા બધા ક્લેશો, મોહની પ્રકૃતિના ઉદયથી થનારા ભાવો છે. આથી જ જેઓને ક્લેશોનો ક્ષય થાય છે તેઓને કેવલજ્ઞાન પ્રગટે છે; કેમ કે મોહના ક્ષયનું કેવલજ્ઞાનનું હેતુપણું છે અર્થાત મોહનો ક્ષય થાય ત્યારે જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો ક્ષય થાય અને જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે કેવલજ્ઞાન થાય છે. એ પ્રમાણે પરમઋષિ એવા સર્વજ્ઞ ભગવાનના વચનનું રહસ્ય છે.