________________
૧૫૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૦ | સૂત્ર-૧૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ચિત્ત, જ્યારે સ્વકારણમાં ચિત્તના કારણભૂત એવી પ્રકૃતિમાં, પ્રવિષ્ટ થાય છે ત્યારે નિર્મળ એવા તેઓનો સૂક્ષ્મદ્દેશોનો, ક્યાંથી સંભવ હોય ? અર્થાત્ સંભવ હોય નહીં. l૨-૧૯ll
- રાજમાર્તડ ટીકામાં સ્વામિતીયાં પાઠ છે ત્યાં કારણે સમિતીયાં પાઠની સંભાવના જણાય છે. અમે તે મુજબ પાઠ ગ્રહણ કરીને અર્થ કરેલ છે. ભાવાર્થ : પ્રતિલોમપરિણામથી સૂક્ષ્મફ્લેશો હેય ત્યાગ કરવા યોગ્યઃ
પાતંજલદર્શનકાર સૂક્ષ્મફ્લેશોના નાશનો ઉપાય બતાવે છે –
તે સૂક્ષ્મ લેશો જે વાસનારૂપે જ ચિત્તમાં રહેલાં છે પરંતુ વૃત્તિરૂપ પરિણામનો આરંભ કરતા નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે યોગીએ પ્રતિપક્ષ ભાવના આદિ દ્વારા જે ક્લેશોને એવા શિથિલ કરી નાંખ્યા છે કે તે ક્લેશો વર્તમાનમાં વૃત્તિરૂપ પરિણામસ્વરૂપે ઉપસ્થિત થતા નથી, આમ છતાં ચિત્તમાં વાસનારૂપે જ સૂક્ષ્મ રહેલા છે અને તે સૂક્ષ્મ ફ્લેશોને પ્રતિલોમપરિણામથી યોગીએ ત્યાગ કરવા જોઈએ. પ્રતિલોમપરિણામથી તે સૂક્ષ્મદ્દેશોનો ત્યાગ કઈ રીતે થઈ શકે તે બતાવતાં કહે છે –
જ્યારે યોગી સવિતકદિ સમાધિમાં ઉદ્યમ કરીને છેલ્લી સાસ્મિતસમાધિની ભૂમિકાને પામે અને તે સામિતસમાધિ પણ કૃતાર્થ થાય અર્થાત્ અત્યંત જીવની પ્રકૃતિરૂપ બને ત્યારે ક્લેશોની વાસનાવાળું ચિત્ત સ્વકારણમાં પ્રવેશ પામે છે અર્થાત્ ચિત્તનું કારણ પ્રકૃતિ છે તે પ્રકૃતિમાં ચિત્ત પ્રવેશ પામે છે. તેથી પ્રકૃતિમાં લીન એવું ચિત્ત હોય ત્યારે નિર્મૂળ થયેલા એવા તે ક્લેશોનો સંભવ ક્યાંથી થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં. રિ-૧૦ના પાતંજલયોગસૂત્ર ૨-૧૦ ઉપર પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[य.] व्याख्या-क्षीणमोहसम्बन्धियथाख्यातचारित्रहेया इत्यर्थः । અર્થ :
સૂક્ષ્મ ફ્લેશો ક્ષીણમોહસંબંધી યથાખ્યાતચારિત્રથી હેય છે.
ભાવાર્થ :
જેનદર્શનકારના મતે ક્ષીણમોહસંબંધી યથાખ્યાતચારિત્રથી સૂક્ષ્મદ્દેશો હેય–ત્યાગ કરવા યોગ્યઃ
ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ યોગી બારમાં ગુણસ્થાનકે ક્ષીણમોહવાળા થાય છે ત્યારે યથાખ્યાતચારિત્ર વર્તે છે, તે વખતે મોહનીયકર્મના સર્વસંસ્કારો નાશ પામે છે અને મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્ત શુદ્ધ આત્મભાવમાં સ્થિર હોય છે, તેથી કોઈ ક્લેશોનો ઉદય સંભવતો નથી.