________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૯
૧૪૫
૧૪૫
સૂત્ર :
स्वरसवाही विदुषोऽपि तथारूढोऽभिनिवेशः ॥२-९॥
સૂત્રાર્થ :
વરસવાહી=સંસારી જીવોના સ્વાભાવિક પરિણામને વહન કરનાર, વિદ્વાનને પણ મૂર્ખને તો ખરો પણ વિદ્વાનને પણ, તે પ્રકારનો રૂઢ=જે પ્રકારે પૂર્વજન્મમાં દુ:ખનો અનુભવ કર્યો તેનાથી જે મૃત્યુ પ્રત્યે ભય પેદા થયો તે પ્રકારે રૂઢ, અભિનિવેશ છે અર્થાત “મને મૃત્યુ ન થાવ એ પ્રકારનો દઢ પરિણામરૂપ અભિનિવેશ છે. ll-ell ટીકાઃ _ 'स्वरसवाहीति'-पूर्वजन्मानुभूतमरणदुःखानुभववासनाबलाद्भयरूपः समुपजायमानः शरीरविषयादेर्मम वियोगो मा भूदिति अन्वहमनुबन्धरूपः सर्वस्यैवाऽऽकृमेब्रह्मपर्यन्तं निमित्तमन्तरेण प्रवर्तमानोऽभिनिवेशाख्यः क्लेशः ॥२-९॥ ટીકાર્ય :
પૂર્વનન્મ ... વર્તેશ: / પૂર્વજન્મમાં અનુભવ કરાયેલા મરણના દુ:ખના અનુભવની વાસનાના બળથી ઉત્પન્ન થતાં ભયરૂપ શરીરથી અને વિષયાદિથી “મને વિયોગ ન થાવ' એ પ્રકારનો પ્રતિદિવસ અનુબંધરૂપ અભિનિવેશ નામનો ક્લેશ છે. આ અભિનિવેશરૂપ ક્લેશ કૃમિથી માંડીને બ્રહ્માપર્યત સર્વજીવોને નિમિત્ત વગર પ્રવર્તમાન છે. ર-૯l ભાવાર્થ : (૫) અભિનિવેશનું સ્વરૂપ :
સંસારવર્તી કૃમિથી માંડીને બ્રહ્મા સુધીના સર્વ જીવોને મૃત્યુનો ભય વર્તે છે. તે અભિનિવેશ નામનો ક્લેશ છે. સંસારવર્તી સર્વ જીવોને મૃત્યુનો ભય કેમ વર્તે છે? તેથી કહે છે –
પૂર્વજન્મમાં અનુભવ કરાયેલા મરણના દુઃખના અનુભવને કારણે આત્મામાં વાસના પડેલ અને તે વાસનાના કારણે મરણનો ભય સર્વજીવોને ઉત્પન્ન થાય છે.
આ ભય કેવો છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
શરીર અને બાહ્ય ભોગ્ય એવા વિષયોનો “મને વિયોગ ન થાવ' એ પ્રકારના પ્રવાહરૂપ ભય વર્તે છે અને આ ભય કોઈ બાહ્ય નિમિત્તથી થતો નથી, પરંતુ મૃત્યુથી સંસારી જીવો પોતાનું રક્ષણ કરવા માટે સદા પ્રવર્તે છે તે અભિનિવેશ નામનો ક્લેશ છે. ર-લા