________________
૧૪૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ / સાધનપાદ | સૂત્ર-૬-o ક્ષયોપશમરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે બુદ્ધિ વસ્તુત: બાહ્ય પદાર્થોને કરનાર નથી અને બાહ્ય પદાર્થોને ભોગવનાર નથી, આમ છતાં સંસારી જીવોને ‘આ કાર્ય મેં કર્યું, આ ભોગો મેં કર્યા' એ પ્રકારે કર્તૃત્વ અને ભોસ્તૃત્વ બુદ્ધિ થાય છે તે અસ્મિતા નામનો વિપૈયાસરૂપ ક્લેશ છે.
વસ્તુતઃ બુદ્ધિથી જોય પદાર્થોનું જ્ઞાન આત્માને થાય છે અને દેહધારી જીવો જે બાહ્ય કૃત્યો કરે છે તે નૃત્યકાળમાં બુદ્ધિ તે નિમિત્તને પામીને પોતાના ભાવો કરે છે બાહ્ય પદાર્થોને કરતી નથી અને બાહ્ય પદાર્થોનો પોતે ઉપભોગ કર્યો છે તેવો સંસારીજીવોને બુદ્ધિમાં ભ્રમ થાય છે. પરમાર્થથી બાહ્ય પદાર્થમાં વર્તતો કોઈ ભાવ નિકળીને બુદ્ધિમાં પ્રવેશ પામતો નથી. ફક્ત સંસારીજીવોને મતિજ્ઞાનના લયોપશમરૂપ બુદ્ધિમાં ભ્રમ થાય છે કે, કાયા દ્વારા મેં આનો ભોગ કર્યો છે તે અસ્મિતારૂપ ભ્રમ છે. ર-બ્રા
અવતરણિકા :
रागस्य लक्षणमाह - અવતરણિતાર્થ :
રાગના લક્ષણને સ્વરૂપને, કહે છે –
સૂત્ર :
सुखानुशयी रागः ॥२-७॥
સૂત્રાર્થ :
સુખાનુશયી રાગ છે. ર-ણી ટીકા :
'सुखेति'-सुखमनुशेत इति सुखानुशयी सुखज्ञस्य सुखानुस्मृतिपूर्वकः सुखसाधनेषु तृष्णारूपो ग? रागसञकः क्लेशः ॥२-७॥ ટીકાર્ય :
સુરમ્ .... નેશ: I સુખને અનુસરે એ સુખાનુશાયી, સુખને જાણનાર પુરુષને સુખની અનુસ્મૃતિપૂર્વક સુખના સાધનોમાં તૃષ્ણારૂપ ગૃદ્ધિ આસક્તિ, રાગસંજ્ઞક ક્લેશ છે. ll૨-ળી ભાવાર્થ : (૩) રાગનું સ્વરૂપ :
કોઈ પદાર્થવિષયક સુખનો અનુભવ કર્યા પછી તે સુખની અનુસ્મૃતિપૂર્વક સુખના સાધનોમાં તૃષ્ણારૂપ ગૃદ્ધિનો પરિણામ લોકોને અનુભવાય છે તે રાગરૂપ ક્લેશ છે. ll-oll