________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૫ ૧૩૯ દુર્લભબોધિ આપાદકકર્મના અબાધાકાળનો અપરિક્ષય હતો તેથી તે કાળમાં કર્મોનો નિષેકનો અભાવ હતો માટે દેવભવમાં ધર્મની રુચિ વિદ્યમાન હતી. આમ છતાં ઉત્તરના અહંદરના ભવમાં તે કર્મ વિપાકમાં આવ્યું ત્યારે ધર્મ પ્રત્યે દ્વેષ થાય છે, તેથી અહંદુત્તના ભવ પૂર્વે તે કર્મ પ્રસુપ્ત હતું. એ રીતે અન્ય કર્મો માટે પણ સમજવું. (૨) તનુદ્દેશોનું સ્વરૂપ :
જે ક્લેશ આપાદકક પ્રતિપક્ષના ભાવનથી ઉપશમને પામેલા છે અર્થાત વર્તમાનમાં તેમનો ઉદય અવરુદ્ધ છે. તે ક્લેશોને તનુ કહેવાય છે, અથવા જે અવિદ્યાદિ ક્લેશો પ્રતિપક્ષના ભાવનને કારણે ક્ષયોપશમભાવને પામેલા છે અર્થાત્ તે કર્મોમાં ક્લેશ આપાદકશક્તિનું વિખંભણ વર્તે છે અને શક્તિના વિખંભણપૂર્વક તે ક્લેશ આપાદકકર્મોનો ઉદય વર્તે છે, તેવા કર્મો ક્ષયોપશમભાવવાળા કહેવાય છે અને ક્ષયોપશમભાવવાળા જે સાધકના કર્મો હોય તે ક્લેશો તનુ કહેવાય છે. (૩) વિચ્છિન્નક્લેશોનું સ્વરૂપ :
તે તે ક્લેશઆપાદકકર્મના પ્રતિપક્ષ પ્રકૃતિના ઉદય અને ઉદીરણાથી જે લેશો અંતરિત હોય તે વિચ્છિન્ન ક્લેશો કહેવાય છે. જેમ રાગનો ઉદય અને ઉદીરણા વર્તતી હોય ત્યારે તેનાથી અંતરિત એવા ષ આપાદકકર્મના ઉદય કે ઉદીરણા નથી, તેથી તે વખતે દ્વેષ આપાદક કર્મો વિચ્છિન્ન કહેવાય છે. (૪) ઉદારલેશોનું સ્વરૂપ :
જે કર્મો ઉદયાવલિકામાં પ્રાપ્ત હોય તે કર્મો પોતાનો પ્રભાવ બતાવે છે, તેથી ઉદયમાન એવા મોહનીયકર્મોને ઉદાર ક્લેશ કહેવાય છે. અવતરણિકા :
अविद्याया लक्षणमाह - અવતરણિકાર્ય :
પાતંજલ યોગસૂત્ર ૨-૩માં અવિદ્યા આદિ પાંચ ક્લેશો બતાવ્યા. હવે અવિદ્યાનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર:
अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ॥२-५॥
સૂત્રાર્થ :
અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મપદાર્થોમાં નિત્ય, શુચિ, સુખ અને આત્મખ્યાતિ= આત્માનો બોધ, અવિધા છે. ર-પII