________________
૧૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪ છોડીને ચાર ક્લેશોનું ઉત્પત્તિસ્થાન અવિદ્યા છે, અને તે અવિદ્યા મોહના પરિણામસ્વરૂપ છે. તે મોહનો પરિણામ સ્પષ્ટ કરતાં કહે છે –
જે પદાર્થ જે સ્વરૂપે ન હોય તે સ્વરૂપનું અભિમાન તે મોહ છે. જેમ-અશુચિમય દેહમાં શુચિની બુદ્ધિ છે તે વિપરીત બુદ્ધિ છે, તેથી તે મોહસ્વરૂપ છે. આ મોહને કારણે જીવમાં અસ્મિતા વગેરે ચાર ક્લેશો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે છે : (૧) અસ્મિતા, (૨) રાગ, (૩) દ્વેષ અને (૪) અભિનિવેશ. આ અસ્મિતા વગેરે ચાર પ્રકારના ક્લેશો ચાર ભૂમિકાવાળા છે તે આ પ્રમાણે –
(૧) પ્રસુપ્ત, (૨) તન, (૩) વિચ્છિન્ન અને (૪) ઉદાર. (૧) પ્રસુપ્ત લેશોનું સ્વરૂપ :
કેટલાક ક્લેશો પ્રબોધક સામગ્રીના અભાવને કારણે ચિત્તમાં રહેલા હોવા છતાં કાર્ય કરતાં નથી તે ક્લેશો પ્રસુપ્ત કહેવાય છે. જે પ્રમાણે બાળક અવસ્થામાં ચિત્તમાં કામના વિકારો વિદ્યમાન હોવા છતાં શરીરના તે પ્રકારના વિકાસના અભાવરૂપ પ્રબોધક સામગ્રીના અભાવને કારણે તે પ્રકારના વિકારો બાળકને થતા નથી તે વિકારો પ્રસુપ્ત લેશો કહેવાય છે. (૨) તનુ ક્લેશોનું સ્વરૂપ
કેટલાક ક્લેશો વિરોધીભાવનાઓથી શિથિલ કરેલા હોય છે, તેથી તે ક્લેશોમાં કાર્યસંપાદનની શકિત અલ્પ થયેલી છે, છતાં સર્વથા નષ્ટ થયેલી નથી તેથી બળવાન ઉબોધક સામગ્રી મળે તો તે શિથિલ થયેલા ફ્લેશો ઉસ્થિત થાય છે તે ક્લેશો તનુ કહેવાય છે. જેમ-સિંહગુફાવાસી મુનિને સંયમના પાલનથી શિથિલ થયેલા કામના વિકારો બળવાન એવા કોશાના દર્શનરૂપ નિમિત્તથી ઉલ્લસિત થયા તેથી તે કામવિકારો સંયમના પાલનકાળમાં શિથિલ ક્લેશો કહેવાય છે. (૩) વિચ્છિન્ન ક્લેશોનું સ્વરૂપ :
કેટલાક ક્લેશો પરસ્પર એક સાથે ઉપયોગમાં પ્રવર્તતા નથી, તેથી જે ક્લેશો વર્તતા હોય તેના વિરોધી ક્લેશો વિચ્છિન્ન કહેવાય છે. જેમ-રાગના ઉપયોગકાળમાં વૈષનો ઉપયોગ વિચ્છિન્ન ક્લેશરૂપ છે. તે જ રીતે દેશના ઉપયોગકાળમાં રાગનો ઉપયોગ વિચ્છિન્ન ક્લેશરૂપ છે, તેથી આવા પ્રકારના ક્લેશો વિચ્છિન્ન ક્લેશો કહેવાય છે. (૪) ઉદાર લેશોનું સ્વરૂપ :
કેટલાક ક્લેશો સહકારીના પ્રાપ્તિના બળથી વર્તમાનમાં ઉપયોગ સ્વરૂપે વર્તે છે તે ઉદાર ફ્લેશો કહેવાય છે. જેમ – વ્યુત્થાનદશાવાળા જીવોને યોગના વિરોધી એવા રાગાદિ ભાવો સદા વર્તે છે તે ક્લેશો ઉદાર ક્લેશો કહેવાય છે. અમિતાદિ ચાર ફ્લેશોના નિમિત્તપણારૂપે અને અન્વયરૂપે અવિધાનું અસ્તિત્વ:
અસ્મિતાદિ ચાર ક્લેશોનું મૂળ જેમ અવિદ્યા છે તેમ અસ્મિતાદિ ચારેય ક્લેશોમાં અનુવૃત્તિરૂપે