________________
૧૩૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪ જ છે અર્થાત્ અસ્મિતા આદિનું મૂળ અવિદ્યા છે એ પદાર્થ સ્થિત જ છે.
પ્રસુત.. તિ, અસ્મિતાદિ ચાર પ્રકારના ક્લેશો પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર ચાર ભેદોવાળા છે.
રૂતિ શબ્દ ચાર ભેદના સ્વરૂપની સમાપ્તિસૂચક છે.
તત્ર—નામિત્રજન્ને, ત્યાં પ્રમુખ આદિ ચાર ભેદોમાં, જે ક્લેશો ચિત્તભૂમિમાં રહેલા પ્રબોધકના અભાવમાં સ્વકાર્યનો આરંભ કરતાં નથી તે પ્રસુપ્ત એ પ્રમાણે કહેવાય છે.
જે પ્રમાણે-બાલ્યઅવસ્થામાં બાળક્ની વાસનારૂપે રહેલા પણ ક્લેશો પ્રબોધક એવા સહકારીના અભાવમાં તે પ્રકારે સહાયક થાય એવા દેહના વિકાસરૂપ પ્રબોધક એવા સહકારીના અભાવમાં, અભિવ્યક્ત થતા નથી તે ક્લેશો પ્રસુપ્ત કહેવાય છે.
તે ... યોનિઃ , તે ક્લેશો તનુ છે જે સ્વ-સ્વ પ્રતિપક્ષના ભાવનથી શિથિલીકૃત કાર્યસંપાદનની શક્તિવાળા વાસનાના અવશેષપણાથી ચિત્તમાં રહેલા પ્રભૂત સામગ્રી વગરબળવાન નિમિત્ત સામગ્રી વગર, સ્વકાર્ય કરવા માટે અસમર્થ છે. જે પ્રમાણે - અભ્યાસવાળા યોગીના ક્લેશો તનુ=અલ્પ, છે.
તે તિ, તે ક્લેશો વિચ્છિન્ન છે જે કોઈક બલવાન ક્લેશ વડે અભિભૂત શક્તિવાળા રહે છે. જે પ્રમાણેકઠેષઅવસ્થામાં રાગ અથવા રાગઅવસ્થામાં દ્વેષ. જે કારણથી પરસ્પર વિરુદ્ધ એવા આ બેનો રાગ અને દ્વેષનો એકસાથે સંભવ નથી.
તે... રાયા, તે ક્લેશો ઉદાર છે જે પ્રાપ્ત સહકારીની સંનિધિવાના સ્વ-સ્વ કાર્યને કરે છે. જે પ્રમાણે-સદા જ યોગના પરિપંથી એવા ક્લેશો વ્યુત્થાનદશામાં વર્તે છે.
અષા - કાર્ય કૃતિ પ્રત્યેક ચાર પ્રકારના પણ આમના=અમિતાદિના, મૂલભૂતપણા વડે સ્થિત એવી પણ અવિદ્યા અન્વયીપણાથી પ્રતીત થાય છે. જે કારણથી વિપર્યય એવા અવિદ્યાના અન્વયથી નિરપેક્ષ એવા ક્લેશોનું સ્વરૂપ ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી અને સમ્યગજ્ઞાનથી મિથ્યાસ્વરૂપ એવી તેઅવિદ્યા, નિવર્તિત હોતે છતે દગ્ધબીસમાન એવા આમનો=અસ્મિતાદિ ક્લેશોનો, ક્યારેય પણ પ્રરોહ નથી, આથી આમનું અસ્મિતાદિ ક્લેશોનું, અવિદ્યાનિમિત્તપણું અને અવિદ્યાનો અન્વય નિશ્ચિત કરાય છે, આથી સર્વે પણ ક્લેશો અવિદ્યાવ્યપદેશને ભજનારા છે અર્થાત અવિદ્યા શબ્દથી વાચ્ય છે. અને સર્વ ક્લેશોનું ચિત્તવિક્ષેપારીપણું હોવાથી તેના ઉચ્છેદમાં=સર્વ ક્લેશોના ઉચ્છેદમાં, યોગીએ પ્રથમ જ યત્ન કરવો જોઈએ યોગવિષયક પ્રવૃત્તિ કરતાં પૂર્વે જ યત્ન કરવો જોઈએ.
રૂતિ શબ્દ સૂત્રના કથનની સમાપ્તિસૂચક છે. ૨-૪ll ભાવાર્થ : પ્રસુપ્ત, તનુ વિચ્છિન્ન અને ઉદાર એવા અસ્મિતાદિ ક્લેશોનું ક્ષેત્ર અવિધા:
પાતંજલયોગસૂત્ર ર-૩માં પાતંજલસૂત્રકારે પાંચ પ્રકારના ક્લેશો બતાવ્યા. તેમાંથી અવિદ્યાને