________________
૧૪૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫
ટીકા :
___ 'अनित्येति'-अतिस्मिंस्तदिति प्रतिभासोऽविद्येत्यविद्यायाः सामान्यलक्षणम्, तस्या एव भेदप्रतिपादनम्-अनित्येषु घटादिषु नित्यत्वाभिमानोऽविद्येति उच्यते, एवमशुचिषु कायादिषु शुचित्वाभिमानः, दुःखेषु च विषयेषु सुखत्वाभिमानः, अनात्मनि शरीर आत्मत्वाभिमानः । एतेनापुण्ये पुण्यभ्रमोऽनर्थे चार्थभ्रमो व्याख्यातः ॥२-५॥ ટીકાર્ય :
નિતિ.... વ્યાધ્યાત: I અતર્ધા તદ્ એ પ્રકારનો પ્રતિભાસ અવિદ્યા છે, એ પ્રકારે અવિદ્યાનું સામાન્ય લક્ષણ છે. તેના અવિદ્યાના જ, ભેદનું પ્રતિપાદન કરે છે – અનિત્ય એવા ઘટાદિ પદાર્થોમાં નિત્યપણાનું અભિમાન અવિદ્યા એ પ્રમાણે કહેવાય છે, એ રીતે અશુચિ એવા કયાદિમાં શુચિપણાનું અભિમાન અને દુઃખરૂપ એવા વિષયોમાં સુખપણાનું અભિમાન, અનાત્મ એવા શરીરમાં આત્મપણાનું અભિમાન અવિદ્યા છે. આના દ્વારા અપુણ્યમાં પુણ્યનો ભ્રમ અને અનર્થમાં અર્થનો ભ્રમ વ્યાખ્યાત છે અવિદ્યારૂપ કહેવાયેલો છે. રિ-પી ભાવાર્થ: (૧) અવિધાનું સ્વરૂપ : અનિત્ય એવા ઘટાદિ પદાર્થોમાં નિત્યપણાનો બોધ અવિદ્યા :
મોહના કારણ જીવમાં થતો વિપરીત બોધ અવિદ્યા છે, તેથી અનિત્ય એવા ઘટાદિ પદાર્થોમાં નિત્યપણાનો બોધ જીવને થાય છે. જોકે ઘટાદિ પદાર્થો અનિત્ય છે, એ પ્રકારનો સ્પષ્ટ બોધ જીવોને છે, છતાં પણ તે ઘટાદિ પદાર્થો નિત્ય છે તે પ્રકારની બુદ્ધિથી જીવ તેમાં વ્યવહાર કરે છે, આથી ઘડો ફૂટે છે ત્યારે જીવને શોક થાય છે. આ રીતે પદાર્થને નિત્ય માનીને જે જે વ્યવહાર પ્રવર્તે છે, તે સર્વ વ્યવહાર અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિથી થાય છે, આથી પોતાનો મનુષ્યભવ અનિત્ય છે છતાં પોતે શાશ્વત છે તેમ માનીને હંમેશા મનુષ્યભવમાં સ્થિર બુદ્ધિપૂર્વક ધનાદિ માટે જે કોઈ પ્રવૃત્તિઓ કરે છે તે અનિત્યમાં નિત્યપણાના ભ્રમરૂપ છે.
આનાથી એ ફલિત થાય છે કે, જેઓ જગતના અનિત્યપદાર્થોનું અનિત્યપણાથી ભાવન કરીને જગતના પદાર્થોને અવલંબીને ક્લેશો કરતા નથી, તેઓને અનિત્યપદાર્થોમાં અનિત્યપણાની બુદ્ધિ છે. અન્ય સર્વ જીવોને અનિત્ય એવા ઘટાદિ પદાર્થોમાં નિત્યપણાની બુદ્ધિથી વ્યવહાર પ્રવર્તે છે. અશુચિમય એવા દેહાદિમાં શુચિપણાનો બોધ અવિદ્યા :
વળી અશુચિમય એવા પોતાના દેહમાં કે પરના દેહમાં શુચિપણાની બુદ્ધિ તે અવિદ્યા છે, આથી જ સંસારી જીવોને અશુચિથી યુક્ત એવી પોતાની કે અન્યની કાયામાં પ્રીતિ થાય છે.