________________
૧૩૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩-૪
સૂત્રાર્થ :
અવિધા, અમિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ ક્લેશો છે. પર-3 ટીકાઃ
'अविद्येति'-अविद्यादयो वक्ष्यमाणलक्षणाः पञ्च, ते च बाधनालक्षणं परितापमुपजनयन्तः क्लेशशब्दवाच्या भवन्ति, ते हि चेतसि प्रवर्तमानाः संसारलक्षणं गुणपरिणामं દૃઢતિ ર-રા
ટીકાર્ય :
વિદ્યાયો.... વૃત્તિ | આગળમાં કહેવાશે તે સ્વરૂપવાના પાતંજલ યોગસૂત્ર ૨-૩થી ૨-૯માં કહેવાશે તે સ્વરૂપવાળા, અવિદ્યા આદિ પાંચ ક્લેશો છે અને તે બાધનાસ્વરૂપ પરિતાપને ઉત્પન કરતાં એવા અવિદ્યાદિ ક્લેશ શબ્દથી વાચ્ય થાય છે. જે કારણથી તેઓ-અવિદ્યાદિ ક્લેશો, ચિત્તમાં પ્રવર્તતા સંસારસ્વરૂપ ગુણપરિણામને દેઢ કરે છે. ર-૩ll.
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર ક્લેશોનું સ્વરૂપ :
પાતંજલમતાનુસાર અવિદ્યા વગેરે પાંચ ક્લેશોને અલ્પ કરવા માટે ક્રિયાયોગનું સેવન યોગી કરે છે અને અવિદ્યા વગેરે પાંચેય આત્માના સ્વરૂપને બાધ કરનાર હોવાથી આત્માને પરિતાપ કરે છે માટે તેને ક્લેશો કહેવાય છે.
આ ક્લેશો સાધકના ચિત્તમાં વર્તતા હોય ત્યારે સંસારનું કારણ બને તેવો જીવનો પરિણામ દઢ કરે છે, તેથી તે ક્લેશ યોગમાર્ગમાં બાધક બને છે અને તે ક્લેશોને તનું કરવા માટે શિથિલ કરવા માટે, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનરૂપ ક્રિયાયોગનું સેવન છે. ર-૩મા અવતરણિકા :
सत्यपि सर्वेषां तुल्ये क्लेशत्वे मूलभूतत्वादविद्यायाः प्राधान्यं प्रतिपादयितुमाह - અવતરણિકાર્ય :
સર્વે પણ ક્લેશો ક્લેશત્વરૂપે સમાન હોવા છતાં પણ અવિદ્યાનું મૂલભૂતપણું હોવાથી અવિદ્યાના પ્રધાનપણાને કહેવા માટે પાતંજલસૂત્રકાર છે અર્થાત્ પાતંજલ યોગસૂત્ર-૨-૩માં અવિદ્યાદિ પાંચ ક્લેશો છે તે બતાવ્યું. તેથી હવે પાંચે ય ક્લેશોમાં અવિદ્યા મૂળભૂત હોવાથી અવિદ્યા પ્રધાન છે તે કહેવા માટે પાતંજલસૂત્રકાર કહે છે – સૂત્ર :
अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥२-४॥