________________
૧૨૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૫૧ | ઉપસંહાર સંપ્રજ્ઞાતસમાધિ છે અને જ્યારે તે સંસ્કારો પર્યુદસ્ત=સર્વથા નિરુદ્ધ, થઈ જાય છે ત્યારે સર્વ ચિત્ત વૃત્તિઓ પોતાના કારણમાં વિલય પામે છે, તેથી તે વખતે ચિત્તની પાંચેય વૃત્તિઓ નહિ હોવાથી યોગીને નિર્બોજ સમાધિ પ્રાપ્ત થાય છે. ll૧-૫ll
પ્રથમ સમાધિપાદનો ઉપસંહાર કરતાં કહે છે – ટીકા? ___ तदत्राधिकृतस्य योगस्य लक्षणं चित्तवृत्तिनिरोधपदानां च व्याख्यानमभ्यासवैराग्यलक्षणं तस्योपायद्वयस्य स्वरूपं भेदं चाभिधाय, सम्प्रज्ञातासम्प्रज्ञातभेदेन योगस्य मुख्यामुख्यभेदमुक्त्वा, योगाभ्यासप्रदर्शनपूर्वकं विस्तरेणोपायान् प्रदर्श्य सुगमोपायप्रदर्शनपरतयेश्वरस्य स्वरूपप्रमाणप्रभाववाचकोपासनानि तत्फलानि च निर्णीय, चित्तविक्षेपांस्तत्सहभुवश्च दुःखादीन् विस्तरेण च तत्प्रतिषेधोपायानेकतत्त्वाभ्यास मैत्र्यादीन् प्राणायामादीन् सम्प्रज्ञातासम्प्रज्ञातपूर्वाङ्गभूतविषयवती प्रवृत्तिरित्यादींश्चाऽऽख्यायोपसंहारद्वारेण च समापत्तीः सलक्षणाः सफलाः स्वस्वविषयसहिताश्चोक्त्वा सम्प्रज्ञातासम्प्रज्ञातयोरुपसंहारमभिधाय, सबीजपूर्वको निर्बीजः समाधिरभिहित इति व्याकृतो योगपादः । ટીકાર્થ :
તત્રયોનાપઃિ તે કારણથી=અત્યારસુધી સમાધિપાદમાં વર્ણન ક્યું તે કારણથી, અહીં પ્રથમ સમાધિપાદમાં, અધિકૃત એવા યોગના અર્થાત્ મુક્તઅવસ્થાની પ્રાપ્તિના કારણભૂત સ્વરૂપે અધિકૃત એવા યોગના લક્ષણ અને ચિત્તવૃત્તિનિરોધપદોના વ્યાખ્યાનો, અભ્યાસના અને વૈરાગ્યના સ્વરૂપને તેના ઉપાયવયના=ચિત્તવૃત્તિનિરોધના બે ઉપાયના, સ્વરૂપને અને ભેદને ક્વીને સંપ્રજ્ઞાતના અને અસંપ્રજ્ઞાતના ભેદથી યોગના મુખ્યરૂપ અને અમુખ્યરૂપ ભેદને કહીને યોગના અભ્યાસના પ્રદર્શનપૂર્વક વિસ્તારથી ઉપાયોને બતાવીને સુગમઉપાયપ્રદર્શનપરપણાથી સુગમ ઉપાયો બતાવવાથી, ઈશ્વરના
સ્વરૂપનો, પ્રમાણનો, પ્રભાવનો, વાચનો અને ઉપાસનાનો અને તેના ફલોનો-ઉપાસનાના ફળોનો, નિર્ણય કરીને ચિત્તના વિક્ષેપોને અને ચિત્તના વિક્ષેપોના સહભૂને ચિત્તના વિક્ષેપોની સાથે થનારા એવા દુઃખાદિને અને વિસ્તારથી તેના દુ:ખાદિના પ્રતિષેધના ઉપાયરૂપ એવા એકતત્ત્વના અભ્યાસને, મૈત્રાદિ ચાર ભાવોને, પ્રાણાયામાદિને, સંપ્રજ્ઞાતસમાધિનો અને અસંપ્રજ્ઞાતસમાધિનો પૂર્વઅંગભૂત વિષયવતી પ્રવૃત્તિ ઇત્યાદિને ક્વીને અને ઉપસંહાર દ્વારા લક્ષણસહિત, ફળસહિત અને સ્વસ્વવિષયસહિત એવી સમાપત્તિઓને કહીને સંપ્રજ્ઞાતસમાધિનો અને અસંપ્રજ્ઞાતસમાધિનો ઉપસંહાર કરીને સબીજપૂર્વક નિર્બસમાધિ કહેવાઈ. એ પ્રમાણે યોગપાદ પ્રથમ સમાધિયોગપાદ વ્યાખ્યાન કરાયો.