________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૫૦-૫૧
ભાવાર્થ:
ઋતંભરાપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલ સંસ્કાર વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલ અને સમાધિથી ઉત્પન્ન થયેલ સંસ્કારોનો પ્રતિબંધી :
૧૨૫
યોગીને ઋતંભરાપ્રજ્ઞા પ્રગટે છે ત્યારે પદાર્થના પારમાર્થિક સ્વરૂપને યથાર્થ અવલોકન કરવાની માર્ગાનુસારી પ્રકૃષ્ટ પ્રજ્ઞા વર્તે છે, તેમાં લેશ પણ વિપર્યય નથી. તે ઋતંભરાપ્રજ્ઞાથી આત્માને આત્માના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તેવા જ્ઞાનના સંસ્કારો પડે છે અને તે સંસ્કારો પૂર્વમાં કહેલ વ્યુત્થાનથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો અને સવિતર્કાદિ સમાધિથી ઉત્પન્ન થયેલા સંસ્કારોનો પ્રતિબંધ કરે છે અર્થાત્ ઋતંભરાપ્રજ્ઞાથી થયેલા જ્ઞાનના સંસ્કારોથી પૂર્વમાં ઉત્પન્ન થયેલા સંસાર અવસ્થાના સંસ્કારો કે સમાધિકાળમાં થયેલા સંસ્કારો પોતાનું કાર્ય કરવા અસમર્થ બને તેવા થાય છે, તેથી યોગીના ચિત્તમાં હવે અન્ય કોઈ સંસ્કારો પ્રવર્તતા નથી માત્ર ઋતંભરાપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલા સંસ્કારો યોગીના ચિત્તના પ્રવર્તક બને છે માટે ઋતંભરાપ્રજ્ઞામાં જ અભ્યાસ કરવો જોઈએ.
વિશેષાર્થ :
વ્યુત્થાનના સંસ્કારો બાહ્ય એવા પદાર્થોમાં રાગ ઉત્પન્ન કરાવીને મનને બાહ્ય પદાર્થોમાં ભટકતું રાખે છે, તેથી આત્માની સ્વસ્થતાનો વ્યાઘાત થાય છે અને યોગીઓ શ્રુત અને અનુમાન દ્વારા સામાન્યથી તત્ત્વનો નિર્ણય કરીને સવિતર્કાદિ સમાધિમાં યત્ન કરે છે ત્યારે પણ શબ્દ, અર્થ વગેરેનું અવલંબન લઈને ભાવ્યના વિષયમાં ચિત્ત પ્રવર્તે છે પરંતુ અત્યંત સ્વૈર્યરૂપ=સ્થિરતારૂપ, ચિત્ત પ્રવર્તતું નથી, તેથી સમાધિના સંસ્કારો આત્માના થૈર્યને અભિમુખભાવવાળા હોવા છતાં પૂર્ણ થૈર્યભાવવાળા નથી.
ઋતંભરાપ્રજ્ઞાકાળમાં યોગી આત્માના અત્યંત સ્વૈર્યભાવને અનુકૂળ સંસ્કારોનું આધાન કરે છે તેનાથી વ્યુત્થાનના સંસ્કારો પ્રતિબંધિત થાય છે અને સમાધિકાળમાં કરાયેલા યત્નથી જે સંસ્કારો પડેલા તેનો પણ પ્રતિબંધ થાય છે, તેથી ઋતંભરાપ્રજ્ઞાવાળા યોગી આત્માના પરમ ચૈર્યને અનુકૂળ મહાઉદ્યમ કરીને સ્વૈર્યના=સ્થિરતાના, સંસ્કારોને આધાન કરે છે. II૧-૫૦॥
અવતરણિકા :
एवं सम्प्रज्ञातं समाधिमभिधायासम्प्रज्ञातं वक्तुमाह
અવતરણિકાર્ય :
આ રીતે-અત્યાર સુધી ઋતંભરાપ્રજ્ઞા સુધીનું વર્ણન કર્યું એ રીતે, સંપ્રજ્ઞાતસમાધિને કહીને હવે અસંપ્રજ્ઞાતસમાધિને કહેવા માટે પતંજલિઋષિ ક્લે છે
સૂત્ર ઃ
तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीजः समाधिः ॥१-५१ ॥