________________
૧૨૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧
द्वितीयः साधनपादः ॥
પ્રથમ સમાધિપાદ સાથે દ્વિતીય સાધનપાદનું યોજન:
પતંજલિઋષિ મોક્ષ અર્થે યોગમાર્ગનો ઉપદેશ આપે છે, મોક્ષ ઇષ્ટરૂપે પ્રાય: સર્વ દર્શનકારોને માન્ય હોવાથી પ્રથમ મોક્ષનું વર્ણન ન કરતાં યોગ્યજીવોને મોક્ષનો ઉપાય સમાધિ છે તેવું જ્ઞાન થાય તે માટે મોક્ષના ઉપાયરૂપ યોગપાદ સમાધિ પાદ, પ્રથમ બતાવ્યો. હવે તે સમાધિને નિષ્પન્ન કરવા માટે તેના ઉપાયભૂત સાધનપાદને બતાવે છે – મંગલાચરણ :
ते ते दुष्प्रापयोगद्धिसिद्धये येन दर्शिताः ।
उपायाः स जगन्नाथस्त्र्यक्षोऽस्तु प्रार्थिताप्तये ॥ અર્થ :
દુ:ખેથી પ્રાપ્ત થઈ શકે તેવી યોગની ઋદ્ધિની સિદ્ધિ માટે તે તે ઉપાયો જેના વડે બતાવાયા છે તે ત્રણ-ત્રણ નેત્રવાળા, જગનાથ પ્રાર્થિતની પ્રાપ્તિ માટે થાઓ. આ પ્રકારે બીજા પાદમાં રાજમાર્તડ ટીકાકાર ભોજદેવ મંગળાચરણ કરે છે. અવતરણિકા:
तदेवं प्रथमे पादे समाहितचित्तस्य सोपायं योगमभिधाय व्युत्थितचित्तस्यापि कथमुपायाभ्यासपूर्वको योगः सात्म्यमुपयातीति तत्साधनानुष्ठानप्रतिपादनाय क्रियायोगमाह - અવતરણિકાર્ય :
આ પ્રમાણે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, પાતંજલયોગસૂત્રના પ્રથમ સમાધિપાદમાં સમાહિત ચિત્તવાળાના સમાધિ પામેલ ચિત્તવાળાના, સોપાય એવા ઉપાય સહિત એવા, યોગને કહીને વ્યસ્થિત ચિત્તવાળાને પણ કેવી રીતે ઉપાયના અભ્યાસપૂર્વક યોગ સામ્યને પામે છેઆત્મસાત્ થાય છે, એથી તેના સાધનરૂપ અનુષ્ઠાનના યોગના સાધનરૂપ, અનુષ્ઠાનના પ્રતિપાદન માટે ક્રિયાયોગને કહે છે – ભાવાર્થ :
પ્રથમ પાદમાં સમાધિ શું છે? તે પ્રથમ સૂત્રમાં બતાવ્યું. ત્યારપછી તે સમાધિમાં ઉદ્યમ કરી શકે તેવા શાંતભૂમિકાને પામેલા યોગીઓને તે સમાધિની પ્રાપ્તિના ઉપાયભૂત એવા યોગને બતાવ્યો. હવે જે યોગીઓ ‘ચિત્તવૃત્તિનિરોધ’ રૂપ સમાધિના ઉપાયોમાં સાક્ષાત્ યત્ન કરી શકે તેવા નથી; કેમ કે તેમનું ચિત્ત વ્યુત્થાનદશાવાળું છે, તેવા વ્યુત્થાનદશાવાળા યોગીઓ કેવા ઉપાયોમાં અભ્યાસ કરે કે જેથી યોગના ઉપાયોમાં યત્ન કરી શકે તે બતાવવા અર્થે તેના સાધનરૂપ યોગના સાધનરૂપ, અનુષ્ઠાનને પ્રતિપાદન કરવા માટે ક્રિયાયોગને બતાવે છે.