________________
૧૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સૂત્ર-૧
સૂત્ર :
तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ॥२-१॥ સૂત્રાર્થ :
તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન ક્રિયાયોગ છે. રિ-૧ ટીકા :
'तप इति'-तपः-शास्त्रान्तरोपदिष्टं कृच्छ्चान्द्रायणादि, स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जपः, ईश्वरप्रणिधानं सर्वक्रियाणां तस्मिन् परमगुरौ फलनिरपेक्षतया समर्पणम्, एतानि ક્રિયાયો રૂત્યુચ્યતે રટીકાર્ય :
તપ:... ફયુચ્યતે I શાસ્ત્રાંતરમાં ઉપદિષ્ટ-અન્ય શાસ્ત્રમાં કહેવાયેલા, કચ્છ અને ચાંદ્રાયણાદિ તપ છે, પ્રણવપૂર્વક ઓંકારપૂર્વક, મંત્રોનો જપ સ્વાધ્યાય છે, સર્વક્રિયાઓનો ફળના નિરપેક્ષપણાથી પરમગુરુને સમર્પણ ઈશ્વરપ્રણિધાન છે. આ ત્રણ-તપ, જપ અને ઈશ્વરપ્રણિધાન આ ત્રણ, ક્રિયાયોગ એ પ્રમાણે કહેવાય છે. I૨-૧il.
ભાવાર્થ :
વ્યુત્થાનદશાવાળા યોગીને યોગના સાધનરૂપ ક્રિયાયોગનું વર્ણન: તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન ક્રિયાયોગ સ્વરૂપ :
જે યોગીઓ સાક્ષાત્ સમાધિના ઉપાયમાં યત્ન કરવા માટે સમર્થ નથી તેવા વ્યુત્થાનચિત્તવાળા, યોગની પ્રાપ્તિના અર્થી જીવોએ, ચિત્તની શુદ્ધિ માટે કુરછુ, ચાંદ્રાયણ આદિ તપો કરવા જોઈએ.
પ્રણવપૂર્વક કારપૂર્વક, મંત્રોનો જાપ કરવાસ્વરૂપ સ્વાધ્યાય કરવો જોઈએ.
વળી વ્યુત્થાનદશાની ચિત્તભૂમિકાના ત્યાગ અર્થે અને સમાહિતદશાની ચિત્તભૂમિકાના સંપાદનમાં જે જે ક્રિયાઓ કરવામાં આવે તે સર્વકિયાઓમાં કોઈ ફળની અપેક્ષા રાખ્યા વગર તે સર્વ ક્રિયાઓ ઈશ્વરને સમર્પણ કરવી જોઈએ.
આ રીતે તપ, જપ અને ઈશ્વરપ્રણિધાન દ્વારા શુદ્ધ થયેલું ચિત્ત યોગમાર્ગને સેવવા સમર્થ બને છે. આ પ્રમાણે ક્રિયાયોગને યોગમાર્ગની ભૂમિકાના ઉપાયરૂપે પતંજલિ ઋષિ કહે છે. પર