________________
૧૩૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલયોગસૂત્ર -૧ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
પ્રવકૃતમ્ – પ્રકૃતને કહે છે અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૨-૧ના થનમાં કહે છે –
[य] व्याख्या-"बाह्यं तपः परमदुश्चरमाचरध्वमाध्यात्मिकस्य तपसः परिबृंहणार्थम्" ।। इत्यस्मदीयाः । सर्वत्रानुष्ठाने मुख्यप्रवर्तकशास्त्रस्मृतिद्वारा तदादिप्रवर्तकपरमगुरोर्हदये निधानमीश्वरप्रणिधानम् । तदुक्तम्
"अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः" ॥१॥ इत्यादि, इत्यस्मन्मतम् ।
“વા... પરિતૃપાર્થ''મમીયા:, “પરમ દુશ્ચર એવું બાહ્યતા આધ્યાત્મિક્તપના પરિબૃહણ માટે આચરવું જોઈએ” એ પ્રમાણે અમારા યોગીઓ કહે છે.
સર્વત્ર ..... શરપરાઘાનમ્, મુખ્ય પ્રવર્તક એવા શાસ્ત્રની સ્મૃતિ દ્વારા સર્વ અનુષ્ઠાનમાં તેના આદિપ્રવર્તક પરમગુરુનું હૃદયમાં સ્થાપન ઈશ્વર પ્રણિધાન છે.
તદુમ્ – તે શાસ્ત્રના આદિપ્રવર્તક એવા પરમગુરુનું હૃદયમાં સ્થાપન ઈશ્વરપ્રણિધાન છે તે, ષોડશકમાં કહેવાયું છે.
શ્મિન .... સંસિદ્ધિઃ” રૂત્યાદ્રિ ફ ન્મતમ્ | “આ હૃદયમાં હોતે છતે વચન હૃદયમાં હોતે છતે, તત્ત્વથી મનીન્દ્ર હૃદયમાં છે. તિ શબ્દ પાદસમાપ્તિમાં છે. તે હૃદયમાં હોતે છતે મુનીન્દ્ર હૃદયમાં હોતે છતે, નિયમથી સર્વ પ્રયોજનની સંસિદ્ધિ છે.”
રૂત્યાદ્રિ થી અન્ય આવા શ્લોક્ન ઉદ્ધરણરૂપે ગ્રહણ કરવું. એ પ્રકારે અમારો મત છે=ઈશ્વરપ્રણિધાન વિષયક જૈનદર્શનકારનો મત છે.
ભાવાર્થ :
જૈન દર્શનકારના મતે તપનું સ્વરૂપ :
પતંજલિઋષિએ પાતંજલ યોગસૂત્ર ૨-૧માં તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનને ક્રિયાયોગ સ્વરૂપ કહેલ છે. તેમાં “તપ” શબ્દથી બાહ્યતા ગ્રહણ કરેલ છે. જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર બાહ્ય તપ કઈ રીતે ઇષ્ટ છે તે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ સ્પષ્ટ કરે છે -
“અંતરંગ નિર્લેપ પરિણતિરૂપ આધ્યાત્મિક તપની પુષ્ટિ માટે પરમ દુથર એવું બાહ્યતપ કરવું જોઈએ.”
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, અત્યંતરતપ જીવની વીતરાગગામી નિર્લેપપરિણતિ છે અને તે જ મોક્ષનું કારણ છે અને તેમાં સમ્યગૂ ઉદ્યમ કરવામાં પ્રતિબંધક એવો પુષ્ટ થયેલો દેહ છે અને