________________
૧૨૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૭-૪૮-૪૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલયોગસૂત્ર ૧-૪૦/૪૮/૪૯ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : [य] व्याख्या-"सन्ध्येव दिनरात्रिभ्यां केवलाच्च श्रुतात्पृथग् ।
बुधैरनुभवो दृष्टः केवलार्कारुणोदयः" ॥१॥ [ज्ञानसार-२६, अनुभवाष्टक श्लोक-१] इत्यस्मदुक्तलक्षणलक्षितानुभवापरनामधेया शास्त्रोक्तायां दिशि, तदतिक्रान्तमतीन्द्रियं विशेषमवलम्बमाना तत्त्वतो द्वितीयापूर्वकरणभाविसामर्थ्ययोगप्रभवेयं समाधिप्रज्ञा, इति યુ: સ્થા: . અર્થ :
દિવસ અને રાત્રિથી સંધ્યાની જેમ કેવલથી અને શ્રુતથી પૃથક કેવલજ્ઞાનરૂપી સૂર્ય માટે અરુણોદયસ્વરૂપ અનુભવ બુધ પુરુષો વડે જોવાયો છે.”
એ પ્રમાણે અમારા વડે કરાયેલા લક્ષણથી લક્ષિત જ્ઞાનસાર-અનુભવાષ્ટક ૨૬ -૧ શ્લોકમાં જણાવેલા લક્ષણથી જણાતી, અનુભવ અપર નામવાળી “અનુભવ” એ પ્રમાણે બીજા નામવાળી, શાસ્ત્રોક્ત દિશામાં તેને અતિક્રાંત એવા=શાસ્ત્રને ઓળંગી ગયેલ એવા, અતીન્દ્રિયવિષયને અવલંબન કરતી આ સમાધિ પ્રજ્ઞા છે અર્થાત્ ઋતંભરા સમાધિ પ્રજ્ઞા છે.
આ સમાધિપ્રજ્ઞા ઋતંભરામાધિપ્રજ્ઞા, તત્ત્વથી દ્વિતીય=બીજા, અપૂર્વકરણભાવી સામર્થ્યયોગનો પ્રભવ છે જેનાથી એવી અર્થાત્ સામર્થ્યયોગનું કારણ બને એવી, આ સમાધિપ્રજ્ઞા છે, એ પ્રકારે યુક્ત યોગ્ય પંથકમાર્ગ છે. ભાવાર્થ : અનુભવજ્ઞાનસ્વરૂપ જ બીજા નામવાળી ત્રાતંભરાપ્રજ્ઞાથી યોગીને દ્વિતીય અપૂર્વકરણકાળભાવી સામર્થ્યયોગની પ્રાપ્તિ
પતંજલિઋષિએ ઋતંભરામજ્ઞાનું સ્વરૂપ બતાવ્યું અને કહ્યું કે, શ્રુત અને અનુમાન પ્રજ્ઞા કરતાં વિશેષવિષયવાળી ઋતંભરા પ્રજ્ઞા છે. તે અર્થ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને સંમત છે. તેની પુષ્ટિ કરતાં વચનો બતાવતાં કહે છે –
કોઈ સાધક યોગી શાસ્ત્રોક્ત દિશામાં યત્ન કરતાં હોય ત્યારે પ્રથમ શાસ્ત્રથી શાબ્દબોધની મર્યાદા દ્વારા યથાર્થ બોધ કરે છે, અને તે પદાર્થનો નિર્ણય અનુમાન દ્વારા અર્થાત્ યુક્તિ દ્વારા કરે છે, ત્યારપછી તે બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને આત્માને ભાવિત કરવા પ્રયત્ન કરે છે ત્યારે અનુભવજ્ઞાન પ્રગટે છે.
આ અનુભવજ્ઞાન જયારે પ્રકર્ષવાળું બને છે ત્યારે તે અનુભવજ્ઞાન એ જ ઋતંભરા નામની સમાધિ પ્રજ્ઞા છે, તે શાસ્ત્રથી અતિકાંત એવા વિષયને અવલંબન કરે છે, તેથી શાસ્ત્ર અને અનુમાનથી વિશેષ વિષયવાળી છે.