________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૮-૪૯
૧૨૧ આનાથી એ ફલિત થાય છે કે, સવિતર્નાદિસમાપત્તિ ઉત્તર ઉત્તરની સમાપત્તિનું કારણ બને છે અને અંતિમ એવી નિર્વિચારસમાપત્તિ જ્યારે પ્રકર્ષવાળી થાય છે ત્યારે અધ્યાત્મનો પ્રસાદ થાય છે, તેના ફળરૂપે યોગીને ઋતંભરા પ્રજ્ઞા પ્રગટે છે અને ઋતંભરા પ્રજ્ઞાના બળથી યોગીને પ્રકૃષ્ટ એવા યોગની પ્રાપ્તિ થાય છે, તેના ફળરૂપે સંસારનો અંત થાય છે. ll૧-૪૮II અવતરણિકા :
अस्याः प्रज्ञान्तराद्वैलक्षण्यमाह -
અવતરણિકાર્ય :
આનું ઋતંભરાપ્રજ્ઞાનું, પ્રજ્ઞાંતરથી અન્ય પ્રજ્ઞાથી, વિલક્ષણપણું કહે છે – સૂત્ર :
श्रुतानुमानप्रज्ञाभ्यां सामान्यविषया विशेषार्थत्वात् ॥१-४९॥
સૂત્રાર્થ :
શ્રત - અનુમાન પ્રજ્ઞા દ્વારા સામાન્યવિષયવાળી પ્રજ્ઞા થાય છે માટે અન્ય પ્રજ્ઞાથી ઋતંભરપ્રજ્ઞા વિશેષ છે; કેમકે વિશેષાર્થપણું છે અર્થાત મૃત અને અનુમાનપ્રજ્ઞાથી ઋતંભરાપ્રજ્ઞા વિશેષ અર્થને જાણનાર છે. ll૧-૪૯NI. ટીકા?
'श्रुतेति'-श्रुतमागमज्ञानम्, अनुमानमुक्तलक्षणम्, ताभ्यां या जायते प्रज्ञा सा सामान्यविषया, न हि शब्दलिङ्गयोरिन्द्रियवद्विशेषप्रतिपत्तौ सामर्थ्यम्, इयं पुनर्निर्विचारवैशारद्यसमुद्भवा प्रज्ञा ताभ्यां विलक्षणा विशेषविषयत्वात्, अस्यां हि प्रज्ञायां सूक्ष्मव्यवहितविप्रकृष्टानामपि विशेषः स्फुटेनैव रूपेण भासते, अतस्तस्यामेव योगिना परः પ્રયત્નઃ શર્તવ્ય રૂત્યુપવિઠ્ઠ મવતિ ૨-૪ ટીકાર્ય :
શ્રુતમ્ .... મતિ | આગમનું જ્ઞાન શ્રત છે. કહેવાયેલા લક્ષણવાળું પાતંજલ યોગસૂત્ર ૧-૭ની ટીકામાં કહેવાયેલા લક્ષણવાનું અનુમાન છે. તે બંને દ્વારા શ્રત અને અનુમાન દ્વારા, જે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે તે સામાન્યવિષયવાળી છે.
કેમ શ્રત અને અનુમાનથી થતું જ્ઞાન સામાન્યવિષયવાળું છે? તેમાં યુક્તિ બતાવે છે –
શબ્દ અને લિંગનું શ્રુતજ્ઞાનનું કારણ એવા શબ્દનું અને અનુમાનનું કારણ એવા લિંગનું, ઇન્દ્રિયની જેમ પ્રત્યક્ષથી દેખાતી વસ્તુને ગ્રહણ કરવામાં ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરે છે તેમ, વિશેષપ્રતિપત્તિમાં વિશેષ નિર્ણય કરવામાં સામર્થ્ય નથી.