________________
૧૨૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૮
અવતરણિકા :
तस्मिन् सति किं भवतीत्याह - અવતરણિકાર્ય :
પાતંજલ યોગસૂત્ર ૧-૪૭માં કહ્યું કે, નિવિચારસમાપત્તિની નિર્મળતામાં અધ્યાત્મનો પ્રસાદ થાય છે, તેથી હવે તે પોતે છતે અધ્યાત્મનો પ્રસાદ હોતે છતે, શું થાય છે ? એથી કહે છે – સૂત્ર:
ऋतम्भरा तत्र प्रज्ञा ॥१-४८॥
સૂત્રાર્થ :
તત્રકતે હોતે છતે ચાધ્યાત્મનો પ્રસાદ હોતે છતે, ઋતંભરાપ્રજ્ઞા થાય છે. ll૧-૪૮ ટીકા?
'ऋतम्भरेति'-ऋतं सत्यं बिभर्ति कदाचिदपि न विपर्ययेणाऽऽच्छाद्यते सा ऋतम्भरा प्रज्ञा तस्मिन्सति भवतीत्यर्थः, तस्माच्च प्रज्ञालोकात् सर्वं यथावत्पश्यन्योगी प्रकृष्टं योगं प्राप्नोति I૬-૪૮ાા ટીકાર્ય :
ત્રટd.... પ્રાખોતિ છે. ઋતંભરાનો વ્યુત્પત્તિ અર્થ કહે છે –
ઋત=સત્ય તેને ધારણ કરે, ક્યારેય પણ વિપર્યયથી આચ્છાદન ન પામે તે ઋતંભરાપ્રજ્ઞા, તે હોતે છતે થાય છે અધ્યાત્મપ્રસાદ હોતે છતે થાય છે, અને તેનાથી=ઋતંભરાપ્રજ્ઞાથી, સર્વને યથાવત્ જોતા યોગી પ્રકૃષ્ટ યોગને પ્રાપ્ત કરે છે. ll૧-૪૮|| ભાવાર્થ : અધ્યાત્મનો પ્રસાદ હોતે છતે બઢતંભરાપ્રજ્ઞાની પ્રાપ્તિ :
પાતંજલ યોગસૂત્ર ૧-૪૭માં કહ્યું કે, નિર્વિચારસમાપત્તિનું વિશારદપણું થયે છતે અધ્યાત્મનો પ્રસાદ થાય છે અને અધ્યાત્મનો પ્રસાદ થયે છતે યોગીને ઋતંભરા પ્રજ્ઞા થાય છે.
ઋતંભરા પ્રજ્ઞાનો અર્થ બતાવે છે –
ઋતંભરા પ્રજ્ઞા ક્યારેય પણ વિપર્યયવાળી હોતી નથી, પરંતુ સત્યને ધારણ કરે છે અને તેવી પ્રજ્ઞાથી યોગી સંસારનું સર્વસ્વરૂપ અને સાધનાને અનુકૂળ યોગમાર્ગનું સ્વરૂપ યથાવત્ જુએ છે અને તેના કારણે તે યોગી પ્રકૃષ્ટ એવા યોગમાર્ગને પ્રાપ્ત કરે છે.