________________
૧૧૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૬ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૪૦
ભાવાર્થ: સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર અને નિર્વિચાર આ ચાર સમાપત્તિ ઉપશાંતમોહની અપક્ષાએ સબીજસમાધિ અને ક્ષીણોમોહની અપેક્ષાએ નિર્બેજસમાધિ:
પાતંજલદર્શનકાર સવિતર્કસમાપત્તિને પર્યાયથી ઉપરક્ત એવા સ્થલ દ્રવ્યની ભાવનારૂપ સ્વીકારે છે અને નિર્વિતર્કસમાપત્તિને પર્યાયથી અનુપરક્ત સ્થૂલ દ્રવ્યની ભાવનારૂપ સ્વીકારે છે, કેમ કે સવિતર્ક અને નિર્વિતર્કસમાપત્તિમાં પાંચ મહાભૂતરૂપ સ્થૂલદ્રવ્યનું ભાવન કરાય છે.
વળી સવિચારસમાપત્તિને પર્યાયથી ઉપરક્ત સૂક્ષ્મદ્રવ્યની ભાવનારૂપ સ્વીકારે છે અને નિર્વિચારસમાપત્તિને પર્યાયથી અનુપરક્ત સૂક્ષ્મદ્રવ્યની ભાવનારૂપ સ્વીકારે છે, કેમ કે સવિચાર અને નિર્વિચાર સમાપત્તિમાં પાંચમહાભૂતોથી ઉત્તરનાં પાંચ તન્માત્રા અને ઇન્દ્રિયાદિરૂપ સૂક્ષ્મ દ્રવ્યનું ભાવન કરાય છે.
આ (૧) સવિતર્કસમાપત્તિ (૨) નિર્વિતર્કસમાપત્તિ (૩) સવિચારસમાપત્તિ અને (૪) નિર્વિચારસમાપત્તિરૂપ ચારેય સમાપત્તિ શુક્લધ્યાનવાળા જીવથી અનુભૂત=અનુભવાયેલી છે, અને ચિત્તની એકાગ્રતાને કરનારી છે, તેથી ઉપશમશ્રેણીવાળા અને ક્ષપકશ્રેણીવાળા જીવોને આ ચાર સમાપત્તિ હોય છે અને ઉપશમશ્રેણિવાળા જીવો ઉપશાંતમોહવાળા હોવાથી કર્મરૂપ બીજ તેમને ઉપશાંતભાવરૂપે વિદ્યમાન છે માટે ઉપશાંતમોહવાળા જીવોને આ ચાર સમાપત્તિ સબીજસમાધિ છે અને ક્ષીણમોહવાળા
જીવોના કર્મરૂપ બીજ ક્ષીણ થયેલા હોવાથી વિદ્યમાન નથી; કેમ કે ક્ષપકશ્રેણીમાં કર્મરૂપ બીજનો તેઓ નાશ કરે છે, તેથી ક્ષીણમોહવાળા જીવોની અપેક્ષાએ આ ચાર સમાધિ નિર્બેજસમાધિ પણ છે એ પ્રકારે અરિહંત ભગવાનના સિદ્ધાંતનું રહસ્ય છે. અવતરણિકા:
अथेतरासां समापत्तीनां निर्विचारफलत्वान्निर्विचारायाः फलमाह - અવતરણિકાર્ય :
હવે ઇતરસમાપત્તિઓનું=સવિતર્ક, નિવિતર્ક અને વિચાર આ ત્રણ સમાપત્તિઓનું નિવિચારફળપણું હોવાથી નિવિચારના=નિવિચારસમાપત્તિના, ફળને કહે છે –
સૂત્ર:
निर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः ॥१-४७॥
સૂત્રાર્થ :
| નિર્વિચારના વૈશારધમાં નિર્વિચારની નિર્મળતામાં, અધ્યાત્મનો પ્રસાદ થાય છે. II૧-૪ll.